તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ:તણાવ ઓછો લેવાથી તમારા સફેદ થયેલા વાળ ફરી કાળા થઈ શકે છે, અમેરિકાના વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શરીરની કોશિકાઓ વાળમાં ખાસ પ્રકારના પિંગમેન્ટનું નિર્માણ કરે છે. આ પિગમેન્ટને કારણે વાળ કાળા રહે છે
  • તણાવ લેવાથી કોશિકાઓના પાવર હાઉસ 'માઈટોકોન્ડ્રિયા'માં ફેરફાર આવવાથી કાળા વાળ સફેદ થવા લાગે છે

જો તમારા વાળ ઝડપથી સફેદ થઈ રહ્યા છે તો તમારે હવે તણાવ ઓછો કરવા પર ધ્યાન આપવું પડશે. અમેરિકાના વૈજ્ઞાનિકોના રિસર્ચ પ્રમાણે, વાળ સફેદ થવાનું કારણ તણાવ છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, જો તણાવ મુક્ત જીવન જીવવામાં આવે તો સફેદ થયેલાં પણ વાળ કાળા થઈ શકે છે.

રિસર્ચ કરનારા કોલમ્બિયા યુનિવર્સિટી ઈરવિંગ મેડિકલ સેન્ટરે દાવો કર્યો છે કે પ્રથમ વખત એ સાબિત થયું છે કે માણસોમાં તણાવને કારણે વાળ સફેદ થાય છે.

તણાવને લીધે આ રીતે વાળ સફેદ બને છે
શરીરમાં રહેલા માઈટોકોન્ડ્રિયાને કોશિકાઓનું 'પાવર હાઉસ' કહેવાય છે. તણાવ લેવાથી તેમનામાં ફેરફાર આવે છે અને વાળ સાથે જોડાયેલા અનેક પ્રોટીન બદલવા લાગે છે. તેને લીધે વાળ સફેદ થઈ જાય છે.

વાળના અંતિમ છેડાને હેર ફોલિકલ કહેવાય છે. તે માથાની ત્વચા સાથે જોડાયેલું હોય છે. જ્યારે માણસ યુવા હોય છે તો શરીરની કોશિકાઓ વાળમાં ખાસ પ્રકારના પિગમેન્ટનું નિર્માણ કરે છે. આ પિગમેન્ટને કારણે વાળ કાળા રહે છે. આ પિગમેન્ટને મિલેનોસાયટસ કહેવાય છે. વધતી જતી ઉંમરે મિલેનોસાયટસ ઓછું થતું જાય છે, તેને લીધે વૃદ્ધાવસ્થામાં વાળનો રંગ સફેદ થઈ જાય છે.

આ રીતે રિસર્ચ થયું

  • તણાવ અને વાળનું કનેક્શન સમજવા માટે સંશોધકોએ 14 લોકોના હેર સેમ્પલ લીધા. તેમની સરેરાશ ઉંમર 35 વર્ષની હતી.
  • તેમના વાળનું અવલોકન કરવામાં આવ્યું. તેમાં જાણવાનો પ્રયાસ કરાયો કે વાળને રંગ આપનાર પિગમેન્ટ કેટલું ઓછું થયું છે.
  • રિસર્ચમાં સામેલ લોકોને તણાવ સંબંધિત સવાલો કરવામાં આવ્યા. દરરોજ લખવામાં આવતી ડાયરીમાંથી જાણી શકાયું કે કઈ વ્યક્તિ કેટલા તણાવમાં છે.
  • તપાસમાં તણાવ અને સફેદવાળનું કનેક્શન મળી આવ્યું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેટલાક લોકોમાં તણાવ ઓછો થવા પર વાળ ફરી કાળા થવાના શરૂઆત થયા હતા.
  • રિસર્ચ પ્રમાણે, જો વ્યક્તિની ઉંમર નાની છે અથવા તે વૃદ્ધ છે તો દરેક મામલામાં એવું જરૂરી નથી કે તણાવ ઓછો થવાથી ફરી વાળ કાળા થઈ જશે.

તણાવને કારણે વાળમાં 300 પ્રોટીન બદલાય છે
સંશોધક પિકાર્ડનું કહેવું છે કે, સફેદ વાળમાંથી કાળા થયાના કેસ મળ્યા છે. એક વ્યક્તિના વાળમાં 5 સફેદ વાળ હતા. તે વેકેશન પર ગયો અને થોડાક દિવસ પછી તે કાળા થઈ ગયા, પરંતુ 70 વર્ષના કોઈ વૃદ્ધના કિસ્સામાં આવું શક્ય બનવાના ચાન્સિસ નહિવત છે. પિકાર્ડ જણાવે છે કે જ્યારે વાળનો રંગ બદલે છે તો આશરે 300 પ્રોટીનમાં ફેરફાર આવે છે.

મગજ શું વિચારે છે તેની અસર વાળ પર થાય છે
પિકાર્ડ જણાવે છે કે, વાળ માણસની ત્વચા સુધી જોડાયેલા હોવાથી ઘણી વસ્તુઓની અસર તેના પર થાય છે. તણાવ લેવા પર સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે, મગજ શું વિચારે છે અને શરીર કેવી એક્ટિવિટીમાંથી પસાર થાય છે તેની અસર થાય છે. વાળ ત્વચાથી અલગ થઈ જાય તો તે તેના મૂળ સ્વરૂપમાં જ રહે છે નેચરલી તેનો રંગ બદલાતો નથી.

અન્ય સમાચારો પણ છે...