હેલ્થ ટિપ્સ:મગજની સ્થિતિસ્થાપકતા વિકસાવવા તણાવ સારો સાબિત થઈ શકે, સંશોધકોએ કર્યો ખુલાસો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયા ખાતે યુથ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનાં તાજેતરનાં સંશોધન મુજબ કામ દરમિયાન બનતો તણાવ ક્યારેક તમારા મગજ માટે સારો પણ સાબિત થઈ શકે છે. અભ્યાસના તારણો સંશોધનમાં પ્રકાશિત થયા હતાં. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે, કે મધ્યમ સ્તર સુધીનો તણાવ વ્યક્તિને સ્થિતિસ્થાપકતા વિકસાવવામાં મદદ કરી શકે છે અને ડિપ્રેશન જેવી માનસિક વિકૃતિઓ થવાનું જોખમ ઘટાડી શકે છે.

એક્સપર્ટના મત મુજબ જો તમે એવા વાતાવરણમાં હોવ કે જ્યાં તમને અમુક સ્તરનો તણાવ હોય તો તમે તેનો સામનો કરીને તમારા વ્યક્તિત્વને નિખારી શકો છો. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયારી કરતાં સમયે, નોકરી કરતાં લોકોને મીટિંગનાં સમયે તણાવ આવે છે, જે સંભવિત રીતે વ્યક્તિગત વિકાસ તરફ દોરી શકે છે, પરંતુ સામાન્ય તણાવ અને વધુ પડતાં તણાવ વચ્ચે પાતળી રેખા છે.

સંશોધકોએ હ્યુમન કનેક્ટોમ પ્રોજેક્ટનાં ડેટા પર આધાર રાખ્યો હતો, જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં યોજવામાં આવેલ રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે જેનો હેતુ માનવ મગજ કેવી રીતે કાર્ય કરે છે તેની સમજ આપવાનો છે. હાલનાં અભ્યાસ માટે સંશોધકોએ 1,200 થી વધુ યુવા પુખ્ત વયના લોકોનાં ડેટાનું વિશ્લેષણ કર્યું કે જેમણે સામાન્ય રીતે સંશોધનમાં ઉપયોગમાં લેવાતી પ્રશ્નાવલીનો ઉપયોગ કરીને તેમનાં અનુભવેલા તણાવનાં સ્તર વિશે માહિતી મેળવી હતી.

આ અભ્યાસનાં પ્રશ્નો કંઈક એવા હતાં, કે કે "છેલ્લા મહિનામાં, તમે અણધારી રીતે બનેલી કોઈ વસ્તુને કારણે કેટલી વાર અસ્વસ્થ થયા છો?"અને "છેલ્લા મહિનામાં, તમને કેટલી વાર જાણવા મળ્યું છે કે તમારે જે કરવું હતું તે તમામ બાબતોનો તમે સામનો કરી શક્યા નથી?" સંશોધકોએ આ તારણોની તુલના અન્ય વર્તણૂકીય અને ભાવનાત્મક સમસ્યાઓની વચ્ચે બેચેન લાગણીઓ, ધ્યાનની સમસ્યાઓ અને આક્રમકતાનાં બહુવિધ માપદંડોના સહભાગીઓના જવાબો સાથે કરી હતી.

આ તારણ પરથી જાણવા મળ્યું છે, કે મધ્યમ સ્તરનો તણાવ માનસિક રીતે ફાયદાકારક છે, જે મગજને વિકસાવવા સામે એક પ્રકારની ઇનોક્યુલેશન તરીકે કામ કરે છે. આપણામાંથી મોટાભાગના લોકોને કેટલાક પ્રતિકૂળ અનુભવો એવા થયા છે કે, જે વાસ્તવમાં આપણને મજબૂત બનાવે છે. એક્સપર્ટે કહ્યું. ‘અમુક ચોક્કસ અનુભવો તમને ભવિષ્ય માટે તૈયાર કરશે અને તમારા મગજની કુશળતા સારી રીતે વિકસાવવામાં મદદ કરી શકે છે.’તણાવ અને પ્રતિકૂળતાને સહન કરવાની ક્ષમતા વ્યક્તિ અનુસાર મોટા પ્રમાણમાં બદલાય છે. થોડો તણાવ એ સમજણશક્તિ માટે સારો હોઈ શકે છે પણ સતત ઉચ્ચ તણાવ શારીરિક અને માનસિક બંને રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.