તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની વેક્સિન લેવા જઈ રહ્યા છો તો આ સમાચાર જરૂરથી વાંચો. અમેરિકાના વૈજ્ઞાનિકોએ તાજેતરના રિસર્ચમાં જણાવ્યું છે કે, જો તણાવ અને ડિપ્રેશનમાં રહેશો તો તમારા પર વેક્સિનની અસર ઓછી થઈ શકે છે. સરળ ભાષામાં સમજીએ તો વેક્સિન લગાવ્યા બાદ તેની અસર શરીરમાં વધતી ઈમ્યુનિટી પર પડી શકે છે.
અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચમાં બહાર આવ્યું છે કે, કોરોનાની વેક્સિનની અસર અને મનુષ્યના મેન્ટલ હેલ્થનું કનેક્શન છે. અત્યાર સુધી વિવિધ રિસર્ચમાં પણ સાબિત થયું છે કે તણાવ માત્ર ઈમ્યુનિટી પર નહીં પરંતુ 16 રીતે શરીરને અસર કરે છે. તણાવના કારણે માથામાં દુખાવાથી લઈને હાર્ટ અટેકના કેસ સામે આવ્યા છે.
આપણને સ્ટ્રેસ છે તેની ખબર કઈ રીતે પડે?
સાયકોલોજિસ્ટ ડૉ. અનામિકા પાપડીવાલના જણાવ્યા પ્રમાણે, શરીરમાં નબળાઈ લાગવી, ઊંઘ ન આવવી, થાક લાગવો, પેટમાં દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો રહે છે તો ડૉક્ટરની સલાહ લેવી. આ લક્ષણો સ્ટ્રેસ એટલે કે તણાવનાં છે.
માનસિક રીતે હેલધી રહેવાની 4 રીત
1. મિત્રો અને ફેમિલી મેમ્બર્સની સાથે વાત કરવાનું બંધ ન કરો
પરિવાર, મિત્રો, કલીગ અને સંબંધીઓની સાથે અંતર ન રાખવું. કોલિંગ, મેસેજ, કોન્ફરન્સિંગની મદદથી તેમની સાથે કનેક્ટ રહો. ડૉ. અમાનિકાના જણાવ્યા પ્રમાણે, જ્યારે આપણે લોકો સાથે વાત કરીએ છીએ તો મનમાં નકારાત્મક વિચાર ઓછા આવે છે. તણાવ અને ડિપ્રેશનના કેસ એકલતા અનુભવવાને કારણે સામે આવે છે.
2. કોઈ ક્રિએટિવ શોખ વિકસાવો અને તેમાં બિઝી રહો
સ્ટ્રેસ દૂર કરવાની સૌથી સારી રીત છે, મનગમતું કામ શોધીને તેમાં વ્યસ્ત રહો. રીડિંગ, રાઈટિંગ, ગાર્ડનિંગ, ડાન્સિંગ, વર્કઆઉટ આવી કોઈ પણ હોબી તમે વિકસાવી શકો. ઘરે હો ત્યારે તમારી સ્કિલ્સને ઓળખો જેથી મગજમાં નેગેટિવ વિચારો ન આવે.
2. મ્યુઝિક સાંભળો, મનની ઉદાસી ભાગી જશે
મ્યુઝિક ઉદાસ મનમાં એનર્જી ભરવાનું કામ કરે છે. તે રિસર્ચમાં પણ સાબિત થયું છે. જ્યારે પણ તણાવ અથવા ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હો ત્યારે વચ્ચે વચ્ચે મ્યુઝિક સાંભળો. તે મનમાં એવા હોર્મોનને રિલીઝ કરવામાં મદદ કરે છે જે તમને ખુશ રાખે છે.
4. દરેક સમયે ઘરમાં પુરાઈ ન રહો
તણાવમાં હો ત્યારે ઘરમાં પુરાયેલા ન રહો. બહાર નીકળી પડો, ફરવા જાવ. મિત્રોની સાથે આઉટિંગ પ્લાન કરો. આ રીતે ધ્યાન અન્યત્ર જશે અને સાથોસાથ મનની ઉદાસી દૂર થશે. બને ત્યાં સુધી તમારી જાતને જેટલી વ્યસ્ત રાખશો એટલું સારું છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.