આજની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં ઘણા લોકો માઈગ્રેનની સમસ્યાથી પીડાય છે. માઈગ્રેન અસહ્ય માથાનો દુખાવો છે. તે માથાના અડધા ભાગમાં થાય છે ક્યારેક તે આખા માથામાં પણ થાય છે. માઈગ્રેન સામાન્ય માથાના દુખાવા કરતાં અલગ છે. સામાન્ય માથાના દુખાવાની તમે અવગણના કરી શકો છો. માઈગ્રેનના કેસમાં તે શક્ય નથી. હજુ સુધી ડૉક્ટર્સ પણ તેનું ચોક્કસ કારણ શોધી શક્યા નથી, પરંતુ એક્સપર્ટ ખરાબ ડાયટ અને ખરાબ લાઈફસ્ટાઈલને કેટલીક હદે કારણ માને છે.
માઈગ્રેન ઓછી ઊંઘ, ઓછું પાણી પીવાથી, સ્ટ્રેસ અને સમયસર ભોજન ન લેવાથી થાય છે. કેટલાક લોકોમાં આ સમસ્યા જિનેટિક પણ હોઈ શકે છે. માઈગ્રેન કોઈ પણ ઉંમરે થઈ શકે છે. માઈગ્રેનથી છુટકારો મેળવવા માટે યોગ્ય ધ્યાન ન આપવામાં આવે તો આ પીડા આજીવન બની જાય છે. હેલ્થલાઈન રિપોર્ટ પ્રમાણે માઈગ્રેન ટ્રિગર થવાના કારણ, લક્ષણો, સ્ટેજ અને તેનાથી બચવાના ઉપાય જાણો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.