તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મીડિયાથી દૂર રહીને ખુશ અને સ્વસ્થ રહી શકાય છે: જર્મન વૈજ્ઞાનિકો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ સોશિયલ મીડિયા વગરનું જીવન આજની જીવનશૈલીમાં કદાચ અશક્ય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂરિયાત કરતાં આદત વધારે બનતી ગઈ છે. તેને લીધે સમયનો તો વેડફાટ તો થાય જ છે સાથે તેને લીધે બીમાર થવાની અને તણાવનું જોખમ વધી જાય છે. ‘કમ્પ્યૂટર ઈન હ્યુમન્સ બિહેવિઅર’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ મુજબ, ખુશ અને સ્વસ્થ રહેવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રહેવું જોઈએ. આનંદમય જીવન માટે માત્ર 25 મિનિટ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ.

રિસર્ચ
જર્મનીની રુહ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં 286 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકો એવા હતા જે દિવસભર 1 કલાકથી વધારે સમય સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. 


3 મહિના સુધી કરવામાં આવેલાં રિસર્ચ મુજબ દિવસભર 25 મિનિટથી ઓછા સમય માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો અન્ય લોકો કરતાં વધારે ખુશ જોવા મળ્યા હતા અને તેમની જીવનશૈલીમાં પણ ફેરફાર આવ્યો હતો. 

સોશિયલ મીડિયાથી અળગા રહેતા લોકો ઓછું ધૂમ્રપાન કરે છે
આ રિસર્ચમાં સામેલ લીડ રિસર્ચર જૂલિયા બ્રિલોવાસ્કિયાના જણાવ્યા અનુસાર, ફેસબુકનો ઓછો ઉપયોગ કર્યા પછી લોકો વધારે સક્રિય જોવા મળ્યા હતા. આ લોકો અગાઉની સરખામણીએ ઓછું ધૂમ્રપાન કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો