કોરોના મહામારીને લીધે 2 વર્ષથી સૌનાં માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ છે. કેટલાક લોકોની નોકરી જતી રહી તો કેટલાક લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું. કોરોનાને કારણે ડિજિટલાઈઝેશન વધતાં બાળકો પણ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. આવતીકાલથી નવાં વર્ષની શરૂઆત તમે એક સકારાત્મક ઊર્જા સાથે કરો તે જરૂરી છે.
ન્યૂ યર રિઝોલ્યુશન જીવનમાં નવી ઊર્જા લાવવાની રીત છે. મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા આ સંકલ્પ લઈ તમે હેલ્ધી અને હેપ્પી રહી શકો છો.....
1. માનસિક પ્રેશરથી દૂર રહો
આપણે કોઈ કામ કરતાં પહેલાં જ તેનું ટેન્શન લઈ લઈએ છીએ. ટેન્શન વગર કરવામાં આવેલું કામ જ સારી રીતે થાય છે. નાની મોટી ભૂલોની અવગણના કરી સકારાત્મક માનસિકતા સાથે આગળ વધો.
2. પૂરતી ઊંઘ લો
અપૂરતી ઊંઘને કારણે ઘણી બીમારી થઈ શકે છે. ડિપ્રેશનથી પીડિત 65%થી 90% લોકો અનિદ્રાની સમસ્યાથી પીડિત હોય છે. 7થી 8 કલાકની ઊંઘ જરૂર લો.
3. પોતાની જાતને સમય આપો
નવાં વર્ષે એવી આદત અપનાવો જે મન શાંત અને ખુશ કરે. તે ડાન્સિંગ, પેન્ટિંગ, રાઈટિંગ, રીડિંગ, યોગ સહિતની એક્ટિવિટી કરો. દરરોજ 20થી 30 મિનિટ કુદરતી વાતાવરણમાં પસાર કરો.
4. ડિજિટલ ગેજેટ્સનો ઓછો ઉપયોગ
માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે સ્ક્રીન ટાઈમ ઓછો કરી દો. સતત ગેજેટ્સના ઉપયોગથી તમારો સ્વભાવ ચીડિયો થઈ શકે છે. આ આદતને કારણે તમે પરિવારથી દૂર થતાં જાઓ છો. સ્ક્રીન ટાઈમને બદલે ફ્રેન્ડ્સ અને પરિવાર સાથે સમય પસાર કરો.
5. મેન્ટલ હેલ્થ પ્રત્યે જાગૃત રહો
શારીરિક હેલ્થ સાથે મેન્ટલ હેલ્થ પ્રત્યે ધ્યાન આપવું પણ જરૂરી છે. ઈન્ટરનેટનો ઉપયોગ ટાઈમપાસ માટે નહિ પરતું મેન્ટલ હેલ્થ ઈમ્પ્રુવ કરવા માટે કરો. ઓનલાઈન કોર્સ અથવા થેરપી પણ લઈ શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.