રિસર્ચ / ડાર્ક ચોકલેટ ખાવાનું શરૂ કરી દો, ડિપ્રેશન 70% સુધી ઓછું કરવામાં મદદ મળશે

Start eating dark chocolate will help reduce depression by 70%

Divyabhaskar.com

Aug 12, 2019, 11:17 AM IST

હેલ્થ ડેસ્કઃ તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે, જો તમે ડિપ્રેશનથી પીડાતા હો તો ડાર્ક ચોકલેટ ખાવી જોઇએ. ડાર્ક ચોકલેટનું સેવન ડિપ્રેશનને 70% સુધી ઓછું કરવામાં મદદ કરે છે. આ અભ્યાસમાં 13,626 લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું. અભ્યાસમાં પ્રતિભાગીઓ દ્વારા ચોકલેટ ખાવાની ટેવ અને ત્યારબાદ તેમનામાં ડિપ્રેશનનાં લક્ષણો તપાસવામાં આવ્યાં. આ દરમિયાન તેમની લંબાઈ, વજન, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, આવક, શારીરિક પ્રવૃત્તિ, ધૂમ્રપાન અને આરોગ્ય સંબંધિત અન્ય સમસ્યાઓ પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.

આ સંશોધન 'લંડન ગ્લોબલ યુનિવર્સિટી' દ્વારા કરવામાં આવ્યું છે અને ડિપ્રેશન એન્ડ એન્ઝાઇટી નામની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, જે લોકોએ ડાર્ક ચોકલેટનું સેવન કર્યું હતું, તેમનામાં અન્ય લોકો કરતા 24 કલાક દરમિયાન ડિપ્રેશનનાં લક્ષણો 70% સુધી ઓછા જોવાં મળ્યાં. એ જ રીતે ડાર્કની સાથે અન્ય ચોકલેટ ખાતા લોકોમાં પણ ડિપ્રેશનનાં લક્ષણોમાં 25%નો ઘટાડો થયો હતો. સંશોધન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, વિશ્વભરમાં 30 કરોડથી વધુ લોકો ડિપ્રેશનથી પીડાય છે.
ડાર્ક ચોકલેટ ખાવાથી શરીરને એવો જ ફાયદો થાય છે, જેવો કસરત કરવાથી મળે છે. આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે, ચોકલેટમાં એક એવું વનસ્પતિ સંયોજન 'એપિકેટેચિન' (epicatechin) હોય છે, જે સ્નાયુઓને એ જ રીતે સક્રિય કરે છે, જે રીતે કસરત અથવા રમતગમતને લગતી કોઈપણ પ્રવૃત્તિ કરીએ ત્યારે થાય છે. એરોબિક્સ, જોગિંગ, દોરડા કૂદતાં અથવા સાયકલિંગ કરતી વખતે સ્નાયુ કોશિકાઓમાં મિટોકેન્દ્રિઆની સંખ્યામાં વધારો થાય છે. આ જ કાર્ય એપિકેટેચિન પણ કરે છે.

ડાર્ક ચોકલેટના સેવનથી લોહી અને ચરબીનું પ્રમાણ પણ સુધરે છે. ડાર્ક ચોકલેટ ગ્લુકોઝનું સ્તર અને લિપિડ પ્રોફાઇલને સુધારીને હૃદયરોગનું જોખમ ઘટાડવામાં મદદરૂપ છે. ફ્લેવનોલ્સથી ભરપૂર ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી હૃદય સંબંધિત રોગો જેમ કે બ્લડ પ્રેશરનું જોખમ ઓછું કરી શકે છે.

ડાર્ક ચોકલેટ એન્ટિ-ઓક્સિડેન્ટમાં ભરપુર માત્રામાં હોય છે. એન્ટિ-ઓક્સિડેન્ટ્સ શરીરને ફ્રી-રેડિકલ્સથી મુક્ત કરવામાં મદદગાર છે, જે ઓક્સિડેશન દ્વારા આપણા કોષોને નષ્ટ કરે છે. ફ્રી-રેડિકલ્સમાં વૃદ્ધ દેખાવામાં અને કેન્સર થવાના પરિબળો હોય છે. તેથી, એન્ટિ-ઓક્સિડન્ટયુક્ત આહાર એટલે કે ડાર્ક ચોકલેટ ખાવાથી અનેક પ્રકારના કેન્સર અને વૃદ્ધત્વની અસર પણ રોકી શકાય છે.

X
Start eating dark chocolate will help reduce depression by 70%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી