જો તમે એક્સર્સાઈઝ કરવાનું ટાળી રહ્યા હો તો તમને એક વર્કઆઉટ રૂટિન શરૂ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. જો કે એક વખત તેની આદત પડી જશે પછી વાંધો નહીં આવે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ આદત તમારા શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જાણો ડેલી એક્સર્સાઈઝના ફાયદા અને તે 5 ટિપ્સ જેના દ્વારા તમે વર્કઆઉટને સરળતાથી પોતાની જીંદગીનો ભાગ બનાવી શકો છો.
ડેલી એક્સર્સાઈઝના ફાયદા
એક્સર્સાઈઝની આદત પાડવા માટે 5 ટિપ્સ
1. યોગ્ય વર્કઆઉટ રૂટિન પસંદ કરો
શરૂઆતમાં તમારા શરીરને કંઈપણ કરવા માટે પ્રેશર ન આપો. તમને જે પણ એક્સર્સાઈઝ સારી લાગતી હોય તે કરો. એવું નથી કે તેના માટે જીમ જવું જરૂરી છે. તમે ઘરે યોગા જેવી એક્સર્સાઈઝ પણ કરી શકો છો. હંમેશાં તે એક્સર્સાઈઝ પસંદ કરો જેમાં તમે કમ્ફર્ટેબલ હો અને તમને મજા આવે. ત્યારે તમે લાંબા સમય માટે તેને દરરોજ કરી શકશો.
2. શરૂઆત ઓછી એક્સર્સાઈઝથી કરો
કોઈપણ આદત બનાવવા માટે 3થી 4 અઠવાડિયાનો સમય લાગે છે. તેથી પહેલા દિવસે એક કલાક એક્સર્સાઈઝ કરશો તો બીજા દિવસથી મનમાં તેને ન કરવાની ઈચ્છા જાગશે. વર્કઆઉટ રૂટિનની શરૂઆત 5-10 મિનિટની એક્સર્સાઈઝથી કરો. તમારા શરીરને આ આદતમાં ઢાળવાનો સમય આપો. ધીમે ધીમે દર અઠવાડિયે સમય વધારી શકો છો.
3. નાનું લક્ષ્યાંક નિર્ધારિત કરો
એક મોટું લક્ષ્યાંક મેળવવા માટે તેને નાનાં નાનાં લક્ષ્યાંકોમાં વિભાજીત કરવું જરૂરી છે. તમે એક મહિનામાં 30 કિલો વજન નથી ઘટાડી શકતા. રૂટિનના હિસાબથી જેટલું વજન ઘટાડી શકો છો, તેના પર ફોકસ કરો. નાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરીને જ તમને આગળ માટે પ્રેરણા મળશે.
4. માત્ર વજન પર ધ્યાન ન આપો
તમારો ધ્યેય માત્ર વજન ઘટાડવાનો જ નહીં પરંતુ તમારી જાતને સ્વસ્થ બનાવવાનો હોવો જોઈએ. તેથી શરૂઆતમાં તમારી જાતને વજન ઘટાડવા માટે ફોર્સ ન કરો. સારા માનસિક સ્વાસ્થ્ય, મસલ ગેન જેવી વસ્તુઓ પર પણ ધ્યાન આપો.
5. એક્સર્સાઈઝ સ્કિપ પણ કરો
તમારા વર્કઆઉટ રૂટિનને અઠવાડિયાના સાત દિવસ ફોલો ન કરો. તેનાથી તમારું શરીર અને મગજ થાકી શકે છે. અઠવાડિયામાં એક અથવા બે દિવસનો રેસ્ટ લો અને ફરીથી તે મોટિવેશનની સાથે એક્સર્સાઈઝ શરૂ કરો. તે ઉપરાંત જો તમારી તબિયત ખરાબ થાય છે અથવા કોઈ ઈમર્જન્સી આવે છે તો ગિલ્ટ મહેસૂસ ન કરો. બીજા દિવસે 5 મિનિટ વધારે એક્સર્સાઈઝ કરીને આ આદતને જાળવી રાખો.
(Disclaimer: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ ટિપ ફોલો કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.