• Gujarati News
  • Lifestyle
  • Health
  • Staring At Computer And Phone Screens For Too Long Can Increase The Risk Of Short Sightedness In Children By Up To 80%,

હેલ્થ અલર્ટ:વધારે પડતાં સ્ક્રીન ટાઈમને કારણે દૂરની દૃષ્ટિ નબળી થવાનું જોખમ 80% વધુ, 2050 સુધી અડધી વસતી આંખોની સમસ્યાથી પીડિત બની શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટફોન 30% સુધી દૂરની દૃષ્ટિ નબળી થવાનું જોખમ વધારે છે
  • સર્વે પ્રમાણે બાળકો સરેરાશ એક અઠવાડિયાંમાં 23 કલાક સ્ક્રીન પર પસાર કરે છે

કોરોનાએ દસ્તક આપ્યા બાદ ભારત સહિત દુનિયાભરમાં ડિજિટલાઈઝેશન વધી ગયું. વર્ક ફ્રોમ હોમ હોય કે પછી ઓનલાઈન ક્લાસિસ નાનાં ભૂલકાંઓથી લઈને વડીલો સુધી તમામ લોકોનો સ્ક્રીન ટાઈમ વધી ગયો. ઈંગ્લેન્ડના સંશોધકોએ અલર્ટ આપતાં જણાવ્યું છે કે, સ્ક્રીન ટાઈમ વધવાને કારણે લોકોની દૂરની દૃષ્ટિ નબળી થઈ રહી છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને 'માયોપિયા' કહેવાય છે. સંશોકોના જણાવ્યા પ્રમાણે, 3 મહિનાથી લઈને 33 વર્ષની ઉંમર સુધીના લોકોને 'માયોપિયા' થવાનું જોખમ 80% સુધી રહે છે. ઈંગ્લેન્ડની એંગલિયા રસ્કિન યુનિવર્સિટીના સંશોધકોએ તેમનાં રિસર્ચમાં આ દાવો કર્યો છે.

સ્માર્ટફોન 30% સુધી જોખમ વધારે છે

સંશોધકના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટફોન 30% સુધી માયોપિયાનું જોખમ વધારે છે. જરૂર કરતાં વધારે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી આ જોખમ 80% સુધી વધી શકે છે. 2050 સુધી તેની ખરાબ અસર થઈ શકે છે. દુનિયાની અડધી વસતી માયોપિયા અથવા કોઈને કોઈ આંખની સમસ્યાથી પીડિત હોઈ શકે છે.

WHOની સલાહ
2019માં WHOએ 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવા પર ભાર મુક્યો હતો. WHOના જણાવ્યા પ્રમાણે, 2થી 5 વર્ષના બાળકને દિવસમાં 1 કલાકથી વધારે સમય સુધી ગેજેટ્સના ઉપયોગની પરમિશન ન આપવી જોઈએ.

2019માં બ્રિટનના 2 હજાર પરિવારો પર થયેલાં સર્વે પ્રમાણે બાળકો સરેરાશ એક અઠવાડિયાંમાં 23 કલાક સ્ક્રીન પર પસાર કરે છે. કોરોનાકાળમાં થયેલી સ્ટડી પ્રમાણે, લોકડાઉન દરમિયાન લોકોનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે.

માયોપિયાની સમસ્યા ગંભીર

સંશોધોક રુપેટ બોર્ન જણાવે છે કે, માયોપિયાની સમસ્યા ઝડપથી વધી રહી છે. રિસર્ચ પ્રમાણે માત્ર યુવાનો જ નહિ બાળકો પણ ગેજેટ્સનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છે. સ્કૂલ બંધ હોવાને કારણે સ્થિતિ વધુ બગડી રહી છે.

માયોપિયાનાં લક્ષણો
આંખોમાં સ્ટ્રેસ, ખંજવાળ, થાક, લાલાશ, પાણી આવવું, ધૂંધળુ દેખાવું જેવી સમસ્યા થાય તો અલર્ટ થઈ જાઓ. આ તમામ લક્ષણો ડિજિટલ આઈ સ્ટ્રેનના છે. લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે છે તો માથાનો દુખાવો, ઊલટી અને ચિડિયાપણું જેવી સમસ્યા સર્જાય છે. કેટલાક લોકોમાં ચક્કર આવવા સાથે આંખોના ફોકસમાં તકલીફ પડવી, એક જ વસ્તુના 2 પ્રતિબિંબ દેખાવા જેવા લક્ષણો પણ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...