દુનિયામાં સૌથી પહેલી વેક્સિન બનાવનાર રશિયામાં વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવાનો છે. તેના માટે અહીં અલર્ટ જારી કરવામાં આવ્યું છે. રશિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ સ્પુતનિક-વી વેક્સિન લેનારાઓને આગામી 2 મહિના સુધી દારૂ ન પીવાની સલાહ આપી છે. રશિયાની વેક્સિન 'સ્પૂતનિક-વી'ના બે ડોઝ 21-21 દિવસના અંતરાલમાં આપવામાં આવશે.
સૌથી પહેલા સમજો ડેપ્યુટી વડાપ્રધાને લોકોને શું અપીલ કરી
રશિયાના ડેપ્યુટી વડાપ્રધાન ટાટિયાના ગોલિકોવાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન લોકોને ઓછામાં ઓછા 42 દિવસ સુધી આ સાવધાની રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. માસ્ક જરૂરથી પહેરવો. સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. લોકોના સંપર્કમાં બને ત્યાં સુધી ઓછું આવવું. એવી ઈમ્યુનોપ્રેઝન્ટ દવાઓ પણ ન લેવી જે ઈમ્યુનિટી વધારતા અટકાવતી હોય.
આલ્કોહોલ અને વેક્સિન પર વિવિધ નિવેદન
રશિયાના કન્ઝ્યુમર સેફ્ટી હેડ એના પોપોવાના જણાવ્યા પ્રમાણે, વેક્સિનના બંને ઈન્જેક્શન લેતી વખતે 42 દિવસ સુધી આલ્કોહોલ લેવાનું બંધ કરી દેવું. જો હેલ્ધી બોડી અને વેક્સિન ઈમ્યુન રિસ્પોન્સ સારો જોઈએ તો હોય તો દારૂ પીવાનું બંધ કરવું પડશે.
સ્પુતનિક-વી વેક્સિન તૈયાર કરનાર એલેક્ઝેન્ડર ગિંટ્સબર્ગનું નિવેદન સરાકરની અપીલની વિરુદ્ધ છે. એલેક્ઝેન્ડરે સોશિયલ મીડિયા પર લખ્યું, એક ગ્લાસ શેમ્પેઈન ન તો તમને હેરાન કરશે અને ન તો તમારી ઈમ્યુન સિસ્ટમને. ન્યૂઝ એજન્સી રોયટરના અનુસાર, એલેક્ઝેન્ડરના જણાવ્યા પ્રમાણે, ઈન્જેક્શન લીધાના 3 દિવસ પહેલા અને 3 દિવસ બાદ દારૂ ન લેવું. આ સલાહ દરેક વેક્સિન પર લાગું થાય છે, સ્પુતનિક-વી પર પણ.
બ્રિટનમાં વેક્સિનેશન શરૂ પરંતુ આવી ગાઈડલાઈન જારી નથી કરાઈ
બ્રિટનમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે. લોકોને ફાઈઝરની વેક્સિન આપવામાં આવી રહી છે પરંતુ અહીં આવી કોઈ ગાઈડલાઈન જારી કરવામાં નથી આવી. અમેરિકાની કંપની ફાઈઝરના પ્રવક્તાએ પણ પુષ્ટિ કરી છે કે વેક્સિનની સેફ્ટી માટે અમે આલ્કોહોલ ન લેવાની સલાહ નથી આપી.
કેટલાક હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે, વેક્સિન લાગ્યા બાદ દારૂ લેવાથી મનુષ્યની ઈમ્યુન સિસ્ટમ પર અસર થવાના કેસ ઓછા જોવા મળ્યા છે.
સરકારની ચેતવણીથી રશિયાના લોકોમાં ગુસ્સો
રશિયામાં મોટાપાયે વેક્સિનેશન માટેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ટ્રાયલ પૂરું થયા બાદ ડૉક્ટર્સ, જવાનો, ટીચર્સ અને સોશિયલ વર્કર્સને વેક્સિન લગાવવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુસાર, દારૂ પીવાના કેસમાં રશિયા દુનિયાનો ચોથો સૌથી મોટો દેશ છે. અહીં એક વ્યક્તિ આખા વર્ષમાં 15 લિટર દારૂ પી જાય છે.
સરકારની નવી ચેતવણી બાદ રશિયાના લોકોમાં ગુસ્સો છે. મોસ્કોમાં રહેતી એલેના ક્રીવેનના જણાવ્યા પ્રમાણે, દારૂથી દૂર રહેવું તે મને હેરાન કરે છે. કદાચ જ હું દારૂને છોડી શકું પરંતુ મને લાગે છે કે આ ફેસ્ટિવ સિઝનમાં દારૂ છોડવાનો તણાવ રસીની ખરાબ અસર કરતા પણ વધું ખરાબ હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.