દુનિયાના સૌથી ખતરનાક કરોળિયાના ઝેરથી હાર્ટ અટેકની સારવાર થઈ શકશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ફબલ વેબ કરોળિયાના ઝેરમાં એવા મોલિક્યુલ હોય છે હાર્ટ અટેક બાદ હૃદયમાં થતા ડેમેજને રોકી શકે છે. એટલું જ નહીં, તેની મદદથી ટ્રાન્સપ્લાન્ટ કરાવતા દર્દીઓની હાર્ટની લાઈફ પણ વધારી શકાશે.
કરોળિયાના ઝેરથી સારવારની શોધ ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના ડૉ. નાથન પલ્પંત અને પ્રો. ગ્લેન કિંગ અને વિક્ટર ચેંગ કાર્ડિયક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના પ્રો. પીટર મેક્ડોનલ્ડે મળીને કરી છે.
આ રીતે કામ કરે છે દવા
ડૉ. નાથનના જણાવ્યા પ્રમાણે, ઝેરમાં Hi1a નામનું એક પ્રોટીન હોય છે. તે હાર્ટ અટેકથી આવતા ડેથ સિગ્નલને રોકવાનું કામ કરે છે. આવું થવાથી કોષોને મૃત થવાથી અટકાવી શકાય છે. તેની અસરના કારણે હૃદયના કોષોમાં સુધારો થાય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, અત્યાર સુધી એવી કોઈ દવા નથી બનાવવામાં આવી જે હાર્ટ અટેક બાદ થયેલા ડેમેજને રોકવા માટે આપી શકાય.
પ્રોફેસર મેક્ડોનલ્ડના જણાવ્યા પ્રમાણે, આ દાવો દુનિયાભરમાં હાર્ટ અટેકનો સામનો કરી રહેલા લાખો દર્દીઓને રાહત આપશે. તે ઉપરાંત બીજી મોટી રાહત મળશે. Hi1a પ્રોટિનની મદદથી ડોનર દ્વારા ડોનેટ કરવામાં આવતા હાર્ટના કોષોમાં સુધારો થઈ શકશે. આ પ્રકારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન સફળ થવાની અપેક્ષા વધશે.
આ રીતે શોધ થઈ
પ્રો. ગ્લેન કિંગને ફનલ વેબ કરોળિયાના ઝેરમાં એક પ્રોટિન મળ્યું. રિસર્ચ કરવાથી સામે આવ્યું કે આ પ્રોટિન બ્રેન સ્ટ્રોક બાદ રિકવરીમાં મદદ કરે છે. સ્ટ્રોકના 8 કલાક બાદ જ્યારે એક દર્દીને આ પ્રોટિન આપવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, તે બ્રેનમાં થયેલા ડેમેજને રિપેર કરે છે.
અહીંથી હાર્ટના કોષોને રિપેયર કરવા માટે પણ રિસર્ચ શરૂ કર્યું કેમ કે બ્રેનની જેમ હાર્ટ પણ શરીરનું મહત્ત્વપૂર્ણ અંગ છે તેનાથી બ્લડ ફ્લોમાં ગડબડી અને ઓક્સિજનના અભાવની સીધી અસર દર્દી પર પડે છે.
ઈમર્જન્સીમાં ઉપયોગ કરી શકાશે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ પ્રોટિનથી તૈયાર થતી દવાનો ઉપયોગ ઈમર્જન્સીમાં પણ કરી શકાશે. હંમેશાં હાર્ટ અટેકના કિસ્સામાં દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હોય છે. આવી સ્થિતિ થાય ત્યારે એમ્બ્યુલન્સમાં દર્દીને આ દવા આપી શકાશે જેથી હાલત વધુ ખરાબ થતી અટકાવી શકાય.
આ દવા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માટે ઘણી ઉપયોગી સાબિત થશે કેમ કે અહીં રહેતા દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં ઘણો સમય લાગી જાય છે. હાર્ટ અટેકની સ્થિતિમાં એક એક સેકન્ડ કિંમતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.