તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Spending Just 17 Minutes A Day On Your Device Over A Ten Year Period Increases The Risk Of Tumours By 60%, Controversial Study Claims

સ્માર્ટફોન કેન્સર નોતરી શકે છે:10 વર્ષ સુધી દરરોજ 17 મિનિટ મોબાઈલનો ઉપયોગ કરવાથી કેન્સરની ગાંઠ બનવાનું જોખમ 60% સુધી વધે છે, અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ પોતાનાં રિસર્ચમાં દાવો કર્યો
  • મોબાઈલ ફોન અને માણસનાં સ્વાસ્થ્ય સંબંધિત 46 રિસર્ચનું વિશ્લેષણ કરવામાં આવ્યું

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન વગરનું જીવન વિચારવું લગભગ અશક્ય છે. આપણી લાઈફસ્ટાઈલનો એક મહત્ત્વનો ભાગ બની ગયેલો સ્માર્ટફોન કેન્સર નોતરી શકે છે. જો 10 વર્ષ સુધી દરરોજ 17 મિનિટ સુધી મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે તો કેન્સરની ગાંઠ બનવાનું જોખમ 60% સુધી વધી જાય છે. આ દાવો મોબાઈલ ફોન અને માણસનાં સ્વાસ્થ્ય સંબંધિત 46 પ્રકારનાં રિસર્ચનાં વિશ્લેષણ પછી કરવામાં આવ્યો છે.

રિસર્ચ કરનારા કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, મોબાઈલ સિગ્નલથી નીકળતાં રેડિએશન શરીરમાં સ્ટ્રેસ પ્રોટીન વધારે છે તે DNA ડેમેજ કરે છે. જોકે અમેરિકાના FDA (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન)એ આ વાતનો ઈનકાર કર્યો છે કે મોબાઈલ ફોનની રેડિયો ફ્રિક્વન્સીથી સ્વાસ્થ્યને જોખમ છે.

મોબાઈલને બદલે લેન્ડલાઈનનો ઉપયોગ સારો
કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ અમેરિકા, સ્વીડન, બ્રિટન, જાપાન, સાઉથ કોરિયા અને ન્યૂઝીલેન્ડમાં કરવામાં આવેલાં રિસર્ચના આધારે આ દાવો કર્યો છે.

રિસર્ચ કહે છે કે, દુનિયાભરમાં મોબાઈલ ફોન યુઝર્સ વધી રહ્યા છે. 2011 સુધી 87% ઘરમાં મોબાઈલ ફોન હતો. 2020 સુધી આ આંકડો 95% થયો છે.

સંશોધક જોએલ મોસ્કોવિટ્સ જણાવે છે કે, લોકોએ મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેને પોતાનાં શરીરથી દૂર રાખવો જોઈએ બને ત્યાં સુધી લેન્ડલાઈનનો ઉપયોગ કરવો જોઈએ. ફોનનો વધુ પડતો ઉપયોગ અને કેન્સરનું કનેક્શન વિવાદિત છે. તે એક સેન્સિટિવ પોલિટિકલ ટોપિક છે.

રેડિએશન એનર્જી વધારે એક્ટિવ થાય છે
મોસ્કોવિટ્ઝ કહે છે કે, વાયરલેસ ડિવાઈસ રેડિએશન એનર્જીને વધારે એક્ટિવ બનાવે છે. આમ કરવા પર કોશિકાઓને તેમનાં કાર્ય કરવામાં બાધા પહોંચે છે. તેને કારણે શરીરમાં સ્ટ્રેસ પ્રોટીન અને ફ્રી રેડિકલ્સ બને છે. તેનાથી DNA ડેમેજ થાય છે સાથે મૃત્યુ પણ થઈ શકે છે.

રેડિયો ફ્રીક્વન્સી રેડિએશનની સ્વાસ્થ્ય પર શું અસર થાય છે તેના પર વધારે રિસર્ચ નથી થઈ શક્યું. કારણ કે અમેરિકાની સરકારે 1990માં જ રિસર્ચ માટેના ફંડિંગ પર રોક લગાવી હતી.

વર્ષ 2018માં નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્વાયર્મેન્ટલ હેલ્થ સાયન્સનાં રિસર્ચમાં પૂરાવા મળ્યા હતા કે મોબાઈલ ફોનનાં રેડિએશનથી કેન્સર થાય છે. જોકે FDAએ તેને માણસો પર ન લાગુ કરી શકાય તેમ જણાવી આ વાત નકારી હતી. સંશોધકોની ટીમે એક રિસર્ચ સાઉથ કોરિયા નેશનલ કેન્સર સેન્ટર અને સિયોલ નેશનલ યુનિવર્સિટી સાથે મળીને કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...