• Gujarati News
  • Lifestyle
  • Health
  • Special Gel Developed By Scientists Will Work To Strengthen Heart After Heart Attack, It Will Reduce The Risk Of Heart Failure

હાર્ટ અટેકથી રાહત આપતી ટેક્નોલોજી:વૈજ્ઞાનિકોએ વિકસાવેલી ખાસ જેલ હાર્ટ અટેક પછી હૃદયને વધુ મજબૂત કરવાનું કામ કરશે, તે હાર્ટ ફેલ્યોરનું જોખમ ઘટાડશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ જેલથી કરોડો લોકોનો જીવ બચશે

હાર્ટ અટેક આવ્યા પછી હૃદયનું ધ્યાન રાખવા માટે બ્રિટનના વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારનું બાયોડિગ્રેડેબલ જેલ તૈયાર કર્યું છે. તેની મદદથી દર્દીઓના હૃદયના સ્નાયુઓને ફરીથી મજબૂત બનાવી શકાય છે, જે આગળજતા હાર્ટ ફેલ્યોરનું જોખમ ઘટાડે છે. આ રિસર્ચ પર યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર અને બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને મળીને કામ કર્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, દુનિયામાં દર વર્ષે 1 કરોડ 79 લાખ લોકો હૃદયની બીમારીની કારણે પોતાનો જીવ ગુમાવે છે.આ વિશ્વના મૃત્યુના 32% છે.

જેલ કેવી રીતે કામ કરે છે?

સંશોધકોએ આ જેલમાં મનુષ્યના સેલ્સ મિક્સ કરી એ રીતે પ્રોગ્રામ કર્યો, જેનાથી તે હાર્ટના સ્નાયુઓમાં ફેરવાઈ જાય.
સંશોધકોએ આ જેલમાં મનુષ્યના સેલ્સ મિક્સ કરી એ રીતે પ્રોગ્રામ કર્યો, જેનાથી તે હાર્ટના સ્નાયુઓમાં ફેરવાઈ જાય.

આ જેલ પેપ્ટાઈડ્સ નામના એમીનો એસિડમાંથી બનાવવામાં આવી છે. તેને પ્રોટીનના બિલ્ડિંગ બ્લોક માનવામાં આવે છે. સંશોધકોએ આ જેલમાં મનુષ્યના સેલ્સ મિક્સ કરી એ રીતે પ્રોગ્રામ કર્યો, જેનાથી તે હાર્ટના સ્નાયુઓમાં ફેરવાઈ જાય.

રિસર્ચના અનુસાર, આ જેલને લિક્વિડ ફોર્મમાં જ દર્દીના હૃદયમાં ઈન્જેક્ટ કરી શકાય છે. જેલ દ્વારા નવા સેલ્સ (કોષો) હૃદયમાં જાય છે અને સોલિડ બનીને ત્યાં રહે છે.

ઉંદરો પર સ્ટડી કરવામાં આવી
આ પ્રયોગ સૌથી પહેલા ઉંદરો પર કરવામાં આવ્યો. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, હૃદયમાં ઈન્જેક્ટ કરવા પર જેલ બે અઠવાડિયા સુધી રહે છે. સ્ટડી લીડર કેથરીન કિંગનું કહેવું છે કે જેલ અત્યારે ટ્રાયલ ફેઝમાં છે, પરંતુ તેમાં ફેલ થયેલા હાર્ટ અને હાર્ટ અટેકને રોકવાની ક્ષમતા છે. ટૂંક સમયમાં તેનું ટ્રાયલ ઉંદરો પર કરવામાં આવશે.

વૈજ્ઞાનિકો વર્ષોથી નવા સેલ્સની મદદથી હાર્ટને ફરીથી સ્વસ્થ બનાવવા માટે રિસર્ચ કરી રહ્યા છે. જો કે, હજી સુધી માત્ર 1% સેલ્સ જ હૃદયની અંદર પહોંચી સર્વાઈ કરી શક્યા છે.

નવી જેલ હાર્ટ સંબંધિત ટેક્નોલોજીનું ભવિષ્ય

વૈજ્ઞાનિકો વર્ષોથી નવા સેલ્સની મદદથી હાર્ટને ફરીથી સ્વસ્થ બનાવવા માટે રિસર્ચ કરી રહ્યા છે.
વૈજ્ઞાનિકો વર્ષોથી નવા સેલ્સની મદદથી હાર્ટને ફરીથી સ્વસ્થ બનાવવા માટે રિસર્ચ કરી રહ્યા છે.

કિંગ જણાવે છે કે, આપણા હૃદયની પાસે કોઈપણ ડેમેજને રિપેર કરવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે. અમને વિશ્વાસ છે કે આ જેલ કમજોર હાર્ટમાં નવા સેલ્સ જનરેટ કરવામાં અસરકારક સાબિત થશે. ભવિષ્યમાં હૃદય સંબંધિત બીમારીઓની સારવારમાં પણ તે કામમાં આવશે.

મેદસ્વિતા હૃદયને કમજોર બનાવે છે
એક અલગ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, મેદસ્વિ લોકોનું હૃદય બીજા લોકોની તુલનામાં કમજોર હોય છે. જે પુખ્ત વયના લોકોનું બોડી માસ ઇન્ડેક્સ (BMI) વધુ હોય છે, તેમને હાર્ટ ફેલ્યોરનું જોખમ 30% વધારે રહે છે. ડાયાબિટીસ, હાઈપરટેન્શન, અને વધારે કોલેસ્ટેરોલ પણ આ જોખમને વધારે છે.

અન્ય સમાચારો પણ છે...