સાવધાન / કાર્બોનેટેડ ફ્રૂટ જ્યૂસ અને જંતુનાશકોની હાજરી ધરાવતાં ફ્રૂટ જ્યૂસ કેન્સરનું જોખમ વધારે છે

Some of  fruits juices that increase the risk of cancer

Divyabhaskar.com

Jul 12, 2019, 12:40 PM IST

હેલ્થ ડેસ્ક: કાર્બોનેટેડ પીણાં પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તે વાત અનેક વખત સાબિત થઇ છે. લોકો આ વાતને સ્વીકારીને પોતાની આરોગ્યલક્ષી આદતોમાં ફેરફારો પણ લાવી રહ્યાં છે. પરંતુ 'બ્રિટિશ મેડિકલ જર્નલ' ના તાજેતરના અંકમાં ફળોના રસને પણ જોખમકારક ગણાવવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે જ આ વાત ગળે ઉતારવી થોડી મુશ્કેલ છે. આ મેડિકલ જર્નલના રિપોર્ટ પ્રમાણે દિવસમાં 96.39 ગ્રામ જેટલો સોડા લેવાથી કેન્સરના જોખમમાં 18%નો વધારો થાય છે. આટલી જ માત્રામાં સ્વાદમાં ગળ્યા ન હોય તેવા ફ્રૂટ જ્યૂસ પીવાથી પણ કેન્સરનાં જોખમમાં વધારો થાય છે. ડોક્ટર્સ દ્વારા કરવામા આવેલા રિસર્ચમાં આ વાત પુરવાર થઇ છે. ફ્રાન્સમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં પણ સાબિત થયું છે કે, ફળોના રસ કેન્સર માટે કારણભૂત સાબિત થઈ શકે છે.

ફળોની અંદર રહેલા જંતુનાશકોને કારણે જોખમ

ફળોના રસ કેટલા જોખમી છે તે સાબિત કરવા માટે 97 જેટલા વિવિધ પ્રકારનાં પીણાં જેમાં ફળોના રસ, એનર્જી ડ્રિંક્સ અને સિરપનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બજારમાં મળતા ઠંડાં કાર્બોનેટેડ પીણાં સાથે જ ફળોના રસ પણ કેન્સરનાં જોખમને વધારે છે તેવું ડોક્ટર્સ દ્વારા પુરવાર કરવામાં આવ્યું છે. સોડામાં ઉમેરવામાં આવતાં તત્ત્વો અને ફળોમાં રહી જતા જંતુનાશકોના કારણે તે કેન્સરના જોખમને વધારે છે. આપણે ભલે ફળોનો રસ બનવતા પહેલાં તેને સ્વચ્છ કરતા હોઈએ, પરંતુ તેમાં આંશિક રૂપે જંતુનાશક દવાઓની હાજરી જોવા મળતી હોય છે, જેને લીધે સ્વાસ્થ્ય માટે ઉપયોગી ફળો પણ હાનિકારક સાબિત થાય છે. આ રિસર્ચમાં ડોક્ટર્સને જાણવા મળ્યું કે પાણી અને ઓછી ગળી ચા કે કોફી પીવાથી કેન્સરનું જોખમ નહિવત રહે છે.

X
Some of  fruits juices that increase the risk of cancer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી