• Gujarati News
  • Lifestyle
  • Health
  • Sniffing The Hormone 'oxytocin' Which Is Released At A Later Time Than Kissing Will Eliminate Obesity, It Will Control The Desire To Feel Hungry

લવ હોર્મોનથી ઓબેસિટીને ગુડ બાય:કિસ કરતા સમયે રિલીઝ થતું હોર્મોન 'ઓક્સિટોસિન' સૂંઘવાથી મેદસ્વિતા દૂર થશે, તે ભૂખ લાગવાની ઈચ્છા કન્ટ્રોલ કરશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈમ્પિરિયલ કોલેજ લંડન અને કિંગ્સ્ટન યુનિવર્સિટીના સંશોધકો રિસર્ચમાં દાવો કર્યો
  • આ હોર્મોન ભૂખ કન્ટ્રોલ કરી મેદસ્વિતાથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે

તમારી મેદસ્વિતા દૂર કરવાનું કામ હવે કોઈ હેવી એક્સર્સાઈઝ કે સ્ટ્રિક ડાયટ નહિ પરંતુ એક સ્પ્રે પૂરું કરી નાખશે. જી હા નેઝલ સ્પ્રેની મદદથી ભૂખ ઓછી કરી મેદસ્વિતા ઘટાડી શકાય છે. આ દાવો લંડનના સંશોધકોએ તેમનાં રિસર્ચમાં કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે, સ્પ્રેમાં રહેલું 'ઓક્સીટોસિન' હોર્મોન માણસની વધારે ખાવાની ઈચ્છા અવરોધે છે.

માણસો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓક્સિટોસિનને નાકમાં સ્પ્રે કરવાથી ઘણી સમસ્યામાંથી રાહત મળે છે. ઓટિઝ્મથી પીડિત બાળકોને કાનમાં અવાજો સંભળાય છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ટિનિટસ કહેવાય છે. આ સ્પ્રેની મદદથી રાહત મળે છે. સેક્સની ઈચ્છા ઘટી જવા પર પણ આ સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે છે.

ઈમ્પિરિયલ કોલેજ લંડન અને કિંગ્સ્ટન યુનિવર્સિટીના તાજેતરના રિસર્ચમાં સામે આવ્યું છે કે, તે ભૂખ પણ કન્ટ્રોલ કરે છે. રિસર્ચમાં સામેલ 40 મહિલા અને પુરૂષના નાકમાં ઓક્સિટોસિન સ્પ્રે કરવામાં આવ્યું. ત્યારબાદ તેમને વિવિધ વ્યંજનોની તસવીર દેખાડવામાં આવી. આ સ્થિતિમાં તેમના રિએક્શન રેકોર્ડ કરવામાં આવ્યા. રિસર્ચમાં પુરવાર થયું કે ઓક્સિટોસિન ઈન્હેલ કર્યા બાદ તેમની ભૂખ ઓછી થઈ ગઈ.

આ કારણે ભૂખ ઓછી લાગે છે

સંશોધકોનું કહેવું છે કે, આ સ્પ્રે નાકમાં પહોંચવા પર મગજને કેલરી લેવાની ઓછી જરૂરિયાત લાગે છે. તેથી ભૂખ ઓછી લાગે છે. ભવિષ્યમાં આ સ્પ્રેનો ઉપયોગ મેદસ્વિતાથી પીડિત લોકોમાં વેટલોસ માટે કરી શકાય છે. જોકે આ હોર્મોનની કેટલીક આડઅસર પણ છે. ઉબકા આવવા, બ્લડ પ્રેશર ઓછું થવું અને હાર્ટ બીટ અસાન્ય બનવાં જેવી સમસ્યા થઈ શકે છે.

લવ હોર્મોન
જ્યારે કોઈ માણસ કોઈને ગળે વળગી ભેટે છે, હાથ પકડે છે અથવા કિસ કરે છે ત્યારે મગજ ઓક્સીટોસિન હોર્મોન રિલીઝ કરે છે. તેથી ઓક્સીટોસિનને 'લવ હોર્મોન' કહેવાય છે. ગર્ભવતી મહિલાઓમાં આ હોર્મોન લેબરપેન ઓછું કરવામાં મદદ કરે છે.