રિસર્ચ / ધૂમ્રપાન કરવાથી ડિપ્રેશન થવાનું જોખમ વધે છે

Smoking increases the risk of depression

  • ધૂમ્રપાન કરી રહેલાં વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન થવાનું જોખમ 3થી 4% વધારે હોય છે
  • સિગારેટમાં રહેલાં તમાકુથી માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે

Divyabhaskar.com

Jan 11, 2020, 03:49 PM IST

હેલ્થ ડેસ્કઃ ધૂમ્રપાન કરવાથી શારીરિક સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચે છે. પરંતુ તેનાથી માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. ‘PLOS ONE’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. ઇઝરાયલની હિબ્રુ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચ મુજબ ધૂમ્રપાન કરવાથી ડિપ્રેશનનું જોખમ વધે છે.

ઇઝરાયલની હિબ્રુ યુનિવર્સિટી દ્વારા સર્બિયાની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 2000થી વધારે વિદ્યાર્થીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં વિધાર્થીઓ ધૂમ્રપાન કરે છે કે નહીં અને તેમનું માનસિક સ્વાસ્થ્ય કેવું છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

પ્રિસ્ટીના યુનિવર્સિટીમાં કરવામાં આવેલાં રિસર્ચમાં જોવા મળ્યું કે ધૂમ્રપાન ન કરતાં વિદ્યાર્થીઓની સરખામણીએ ધૂમ્રપાન કરી રહેલાં વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન થવાનું જોખમ 3થી 4% વધારે હોય છે. આ યુનિવર્સિટીમાં ધૂમ્રપાન કરતા 14% વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર હતા જ્યારે ધૂમ્રપાન ન કરતાં 4% વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા.

બેલગ્રેડે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલાં ધૂમ્રપાન કરતા 19% વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનના લક્ષણો જોવા મળ્યા હતા જ્યારે ધૂમ્રપાન ન કરતાં વિદ્યાર્થીઓમાં આ આંકડો 11% હતો. આ સિવાય એ પણ જોવા મળ્યું હતું કે ધૂમ્રપાન કરતાં વિદ્યાર્થીઓ ધૂમ્રપાન ન કરતાં વિદ્યાર્થીઓની સરખામણીએ ઓછા સોશિયલી એક્ટિવ હતા.

રિસર્ચમાં સામેલ હિબ્રુ યુનિવર્સિટીના પ્રોફેસર હગઈ જણાવે છે કે અમારા રિસર્ચના પરિણામ દર્શાવે છે કે ધૂમ્રપાન અને ડિપ્રેશન એકબીજા સાથે સંકળાયેલા છે. સિગારેટમાં રહેલાં તમાકુથી માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે.

X
Smoking increases the risk of depression

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી