તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોટાભાગના લોકો વિચારે છે કે ઈ-સિગારેટ સુરક્ષિત છે. તેનાથી સ્મોકિંગની આદત નથી પડતી. પરંતુ તાજેતરમાં કરવામાં આવેલું રિસર્ચ ચોંકાવનારું છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ઈ-સિગારેટ પીવો છો તો ભવિષ્યમાં સિગારેટ સ્મોકર બનવાનું જોખમ વધે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના આ રિસર્ચ અનુસાર, ઈ-સિગારેટ પીતા 12થી 24 વર્ષના લોકોને સિગારેટ સ્મોકર બનવાનું જોખમ 3 ગણું વધારે હોય છે.
ઈ-સિગારેટ સ્મોકિંગની શરૂઆત
સંશોધક જ્હોન પિયર્સના જણાવ્યા પ્રમાણે, રિસર્ચથી એ સમજાયું છે કે ઈ-સિગારેટ સ્મોકિંગનું પહેલું સ્ટેપ હોય છે. આવું કરનારા ડેલી સ્મોકર બની જાય છે. ધીરે ધીરે જ્યારે મનુષ્ય નિકોટિન પર નિર્ભર થઈ જાય છે તો તેને સિગારેટ પીવાની આદત પડી જાય છે.
2014માં સ્ટડી શરૂ થઈ હતી
વૈજ્ઞાનિકોના અનુસાર, રિસર્ચ 2014માં શરૂ થયું હતું. તેમાં 12થી 24 વર્ષ સુધીના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. રિસર્ચમાં સામેલ કિશોર સાથે 2014માં વાત કરવામાં આવી તો જાણવા મળ્યું કે દરેક મનુષ્ય તમાકુના કોઈના કોઈ ઉત્પાદનનો ઉપયોગ કરી રહ્યો હતો. આગામી 4 વર્ષ બાદ 2018માં 74 ટકા લોકોએ સિગારેટ પીવાનો પ્રયાસ કર્યો. 72 ટકા ઈ-સિગારેટ પી રહ્યા હતા, જ્યારે 50 ટકા લોકોએ હુક્કા અને સિગાર પીવાનો પ્રયાસ કર્યો.
2019 સુધી 12 ટકા લોકો દરરોજ તમાકુ પ્રોડક્ટનો ઉપયોગ કરવા લાગ્યા હતા. 70 ટકા લોકો સિગારેટ સ્મોકિંગની સાથે બીજાં તમાકુ ઉત્પાદનનું પણ સેવન કરી રહ્યા હતા.
27% કિશોરો માને છે કે, ઈ-સિગારેટ માત્ર એક ફ્લેવર છે
એક સર્વે અનુસાર, 27 ટકા કિશોરો ઈ-સિગારેટ પીવે છે. તેમનું માનવું છે કે, આ સ્મોકિંગ નથી માત્ર ફ્લેવર છે અને સ્વાસ્થ્ય માટે ખતરનાક નથી. આ અંગે મેદાંતા હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર નિષ્ણાત ડૉ. સુશીલા કટારિયાના જણાવ્યા પ્રમાણે, આ એક ગેરસમજ છે, વેપિંગ પણ સિગારેટ પીવા જેટલું જોખમી છે.
કિશોરોમાં સિગારેટ કરતાં ઈ-સિગારેટની આદત સરળતાથી પડી શકે છે
કેટલાક લોકોનું કહેવું છે કે અમે સિગારેટ નહીં ઈ-સિગારેટ પી રહ્યા છીએ અને તેની ખરાબ અસર પણ નથી પડતી. આ અંગે ડૉ. સુશીલા કટારિયાનું કહેવું છે કે ઈ-સિગારેટમાં ખાસ કરીને એક લિક્વિડ હોય છે, જેમાં હંમેશાં નિકોટિનની સાથે બીજું ફ્લેવર હોય છે. આપણે તેના વ્યસની થઈ જઈએ છીએ અને ફેફસાં પણ ડેમેજ થાય છે.
અત્યારે તે ઘણી ફ્લેવરમાં ઉપલબ્ધ છે આવી સ્થિતિમાં બાળકોમાં તેની આદત પડવી તે સિગારેટ કરતાં પણ સરળ છે. ઈ-સિગારેટની આદત પડ્યા બાદ સિગારેટ અને તમાકુનું વ્યસન થવું એકદમ સરળ થઈ જાય છે, આવું ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.