ગર્ભવતી મહિલાઓ ચેતો:ગર્ભાવસ્થામાં ધૂમ્રપાન કરવાથી નવજાતને હૃદય રોગનું જોખમ, બ્રિટનના વૈજ્ઞાનિકોની સલાહ- માતા ધૂમ્રપાનથી દૂર રહે તેટલું સારું

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ યુનિવર્સિટીએ 2.30 લાખ પરિવારો પર રિસર્ચ કર્યું
  • રિસર્ચમાં માતાનો બોડી માસ ઈન્ડેક્સ અને ધૂમ્રપાનની આદતનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો

જો બાળકને જન્મજાત જ હૃદય રોગનું જોખમ હોય તો તેનું એક કારણ પ્રેગ્નન્સી દરમિયાન માતાનું ધૂમ્રપાન પણ હોઈ શકે છે. ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ યુનિવર્સિટીના તાજેતરના રિસર્ચ પ્રમાણે, પ્રેગ્નન્સી દરમિયાન માતા ધૂમ્રપાન કરે તો તેની સીધી અસર ગર્ભમાં રહેલા બાળકનાં સ્વાસ્થ્ય પર થઈ શકે છે. જન્મ સમયે તેને હૃદય રોગ થઈ શકે છે. તેથી ધૂમ્રપાન બને તેટલું વહેલી તકે છોડી દેવું હિતાવહ છે.

2.30 લાખ પરિવારો પર રિસર્ચ
આ રિસર્ચ બ્રિસ્ટલ યુનિવર્સિટીના 7 આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મળી કર્યું છે. સંશોધનકર્તાઓએ બ્રિટન, આયર્લેન્ડ, નેધરલેન્ડ, ડેન્માર્ક, નોર્વે અને ઈટાલીના આશરે 2.30 લાખથી વધારે પરિવાર પર રિસર્ચ કર્યું. તેમાં જન્મજાત હૃદય રોગ થયેલો હોય તેવા બાળકોની માતાનો બોડી માસ ઈન્ડેક્સ અને ધૂમ્રપાનની આદતનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો.

દુનિયાભરમાં ધૂમ્રપાનના કેસ રોકવાની જરૂરિયાત

રિસર્ચર દેબોરેહ લોલરનું કહેવું છે કે, વધારે આવક ધરાવતાં દેશોમાં હજુ પણ ધૂમ્રપાનનું લેવલ વધારે છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશોમાં ધૂમ્રપાન કરનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રિસર્ચના પરિણામ જણાવે છે કે દુનિયાભરમાં સ્મોકિંગની આદત રોકવાની જરૂર છે.

બ્રિટનમાં દરરોજ 13 બાળકનો જન્મ હૃદય રોગ સાથે થાય છે

રિપોર્ટ પ્રમાણે, બ્રિટનમાં આશરે 13 બાળકો જન્મજાત હૃદય રોગથી પીડિત હોય છે. માતાના ગર્ભમાં હૃદય અને રક્તવાહિનીઓ યોગ્ય રીતે વિકસિત ન થાય તેના લીધે આવી સમસ્યા સર્જાતી હોય છે. તેનાં કારણો જાણી જન્મજાત રોગોથી બાળકોને બચાવી શકાય છે.

ચીન પછી સૌથી વધારે ધૂમ્રપાન કરનારા ભારતમાં
દેશમાં છેલ્લા 30 વર્ષમાં યુવા સ્મોકર્સની સંખ્યા વધી રહી છે. ચીન બાદ સૌથી વધુ ધૂમ્રપાન કરનારા લોકો ભારતમાં છે. 2019માં 15થી 24 વર્ષના યંગસ્ટર્સ સ્મોકર્સની સંખ્યા ભારતમાં 2 કરોડ હતી. 2014 દેશોમાં થયેલા સર્વે રિપોર્ટ મુજબ દુનિયાભરમાં 2019માં ધૂમ્રપાન કરનારા વધીને 110 કરોડ થયા છે. આ આંકડા લેન્સેટ જર્નલમાં પલ્બિશ રિપોર્ટ 'ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ'માં જાહેર થયા છે.

અન્ય સમાચારો પણ છે...