રિસર્ચ:અનિદ્રા દૂર કરવા આડેધડ ઊંઘની ગોળીઓ લેતા હો તો ચેતી જજો, 12 અઠવાડિયાં પછી ઊંઘની ગોળીઓ બિન અસરકારક સાબિત થતી હોવાનો અમેરિકાના સંશોધકોનો દાવો઼

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના બ્રિઘમ એન્ડ વીમેન્સ હોસ્પિટલના રિસર્ચર્સનો દાવો
  • લાંબા સમય સુધી ઊંઘની ગોળીઓ લેવા પર તેની અસર થતી નથી
  • સંશોધકના મતે, છેલ્લા 2 દશકમાં ઊંઘની ગોળીઓ લેતાં લોકોની સંખ્યામાં વધારો થયો

જો તમે અનિદ્રાની સમસ્યા દૂર કરવા માટે આડેધડ ઊંઘની ગોળીઓ લો છો તો તમારે હવે ચેતી જવાની જરૂર છે. લાંબા ગાળા સુધી ઊંઘની ગોળીઓ લેવાથી તે બિન અસરકારક સાબિત થઈ શકે છે. આ દાવો અમેરિકાના વૈજ્ઞાનિકોએ તેમનાં એક રિસર્ચમાં કર્યો છે. રિસર્ચ પ્રમાણે, ક્લીનિકલ ટ્રાયલમાં સાબિત થયું કે ઊંઘની ગોળીઓ મેક્સિમમ 6 મહિના સુધી અનિદ્રાની સમસ્યા દૂર કરવા માટે કારગર સાબિત થાય છે.

રિસર્ચ કરનારા અમેરિકાના બ્રિઘમ એન્ડ વીમેન્સ હોસ્પિટલના રિસર્ચર્સનું કહેવું છે કે, ડૉક્ટર્સ અને દર્દીઓએ લાંબા સમય સુધી આ પ્રકારની દવાઓ પ્રિસ્ક્રાઈબ અને લેવાથી બચવાની જરૂર છે.

685 મહિલાઓ પર રિસર્ચ થયું
ઊંઘની ગોળી અનિદ્રાથી પીડિત દર્દીઓ પર કેટલી અસરકારક છે તે જાણવા માટે આ સમસ્યાથી પીડાતી 685 મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં સરેરાશ 50 વર્ષની મહિલાઓ સામેલ હતી. આ મહિલાઓએ ઊંઘ તૂટી જવી અને મોડી રાતે આંખ ખુલી જવાની સમસ્યાથી પરેશાન હતી. તેમાંથી 238 મહિલાઓને ઊંઘની ગોળી અપાઈ અને 447ને દવા ન આપવામાં આવી.

દર 3માંથી 1 દિવસે અનિદ્રાની ફરિયાદ
રિસર્ચની શરૂઆતમાં દર 3માંથી 1 રાતે મહિલાને અનિદ્રાની ફરિયાદ જોવા મળી. 3માંથી 2 રાતે અચાનક ઊંઘ તૂટી જવાની સમસ્યા થઈ. રિસર્ચર ડૉ. ડેનિયલ સોલોમનના જણાવ્યા પ્રમાણે, અનિદ્રાની સમસ્યા સામાન્ય થતી જોવા મળી રહી છે. છેલ્લા 2 દશકમાં ઊંઘની ગોળીઓ લેતાં લોકોની સંખ્યામાં વધારો થયો છે.

દવાની અસર 2થી 12 અઠવાડિયાં સુધી
સોલોમનના જણાવ્યાનુસાર, ઊંઘની દવાઓની અસર 2થી 12 અઠવાડિયાં સુધી રહી. તેમ છતાં દર્દીઓ તેને લાંબા સમય સુધી લેતાં રહ્યા. ડૉક્ટર્સ પણ તેને થોડા ક જ સમય સુધી લેવાની સલાહ આપે છે. તેમ છતાં દર્દી એક્સપર્ટની સલાહ વગર તેના લાંબા ગાળા સુધી લેતાં રહે છે.

ઊંઘ ન આવવાના કારણો સમજવવા જરૂરી
રિસર્ચર્સ જણાવે છે કે, જો ઊંઘ ન આવે તો તેનાં કારણ શોધવાના પ્રયાસ કરવા જોઈએ. મોટે ભાગે તેનું કારણ બીમારી હોઈ શકે છે. તેમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, દુખાવો અને ડિપ્રેશન જેવા રોગ સામેલ છે. આડેધડ ગોળીઓ લેવાને બદલે અનિદ્રાનું કારણ જાણી તેની સારવાર કરાવવી યોગ્ય છે.