તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકાની ઘટના:ઊંઘમાં વ્યક્તિ ઈયરબડ્સ ગળી ગયો, છાતીમાં દુખાવો થયા પછી એક્સ-રે દ્વારા ખબર પડી કે ઈયરબડ્સ છાતીમાં ફસાઈ ગયા છે

એક મહિનો પહેલા

અમેરિકામાં 38 વર્ષીય બ્રેડની છાતીમાં ઈયરબડ્સ ફસાઈ ગયા હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તે વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહીં એક્સ-રે દ્વારા જાણવા મળ્યું કે,ઈયરબડ્સ ફૂડ પાઈપમાં ફસાઈ ગયા છે. ડૉક્ટરોએ એન્ડોસ્કોપી દ્વારા ઈયરબડ્સ કાઢ્યા.

પરિવારના લોકોની મજાક સાચી સાબિત થઈ
બ્રેડના જણાવ્યા પ્રમાણે, સવારે ઉઠ્યા પછી તે પાણીથી કોગળા કરી રહ્યા હતો, પરંતુ આવું કરવામાં તેને સમસ્યા નહોતી થઈ. માત્ર છાતીમાં થોડો દુખાવો થયો હતો. બ્રેડે ઈયરબડ્સ શોધવાનો પ્રયાસ કર્યો, જ્યારે ન મળ્યા તો ઘરના લોકોને પૂછ્યું. ઘરના લોકોએ મજાકમાં કહ્યું, તને છાતીમાં દુખે છે, તેથી તું તેને ગળી ગયો હોઈશ.

યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચ્યો અને બચી ગયો
બ્રેડના જણાવ્યા પ્રમાણે, હું નસીબદાર હતો કેમ કે, ઈયરબડ્સનું લોકેશન એવું હતું કે શરીરને નુકસાન ન પહોંચ્યું અને ફસાયા નહીં. નહીં તો શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકતી હતી. યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચી અને તેને સર્જરીની મદદથી કાઢવામાં આવ્યા.

પત્ની હિથર, 6 મહિનાની પુત્રી એવિયાના અને પુત્ર ઓવેનની સાથે બ્રેડ.
પત્ની હિથર, 6 મહિનાની પુત્રી એવિયાના અને પુત્ર ઓવેનની સાથે બ્રેડ.

સફળ રહી સર્જરી
બ્રેડના જણાવ્યા પ્રમાણે, ડૉક્ટરોએ ચેતવણી આપી હતી કે ઈયરબડ્સ પોતાની જગ્યાએથી ખસીને પેટ અથવા ફેફસાંમાં પણ પહોંચી શકે છે, પરંતુ સર્જરી સફળ રહી. સર્જરી બાદ હું ખાવાનું ખાઈ શકતો હતો અને ઓફિસ જઈ શકું છું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો