રિસર્ચ / અઠવાડિયાંમાં 1 કે 2 વખત દિવસે ઊંઘવાથી હાર્ટ અટેક આવવાનું જોખમ 50% ઓછું થઈ જાય છે

Sleeping 1 or 2 times a week in day time reduces the risk of heart attack by 50%

Divyabhaskar.com

Sep 11, 2019, 11:47 AM IST

હેલ્થ ડેસ્કઃ જો ઊંઘવું તમારી ફેવરિટ હોબી હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. હાર્ટ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે એવા લોકો જે દિવસના સમયે થોડું ઊંઘી લે તો તેમને હાર્ટ અટેક આવવાનું જોખમ ઓછું થઈ જાય છે. સ્વિટ્ઝર્લેન્ડની યુનિવર્સિટી ઓફ લોસેનની રિસર્ચ ટીમે એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં એવું તારણ નીકળ્યું કે, એવા લોકો જેઓ દિવસે ક્યારેય નથી ઊંઘતા તેમની સરખામણીએ જે લોકો અઠવાડિયાંમાં એક કે બે વાર દિવસના સમયે ઊંઘે છે તેમનામાં હાર્ટ અટેક અને સ્ટ્રોક આવવાનું જોખમ 50% સુધી ઘટી જાય છે.

3,462 પ્રતિભાગીઓ પર 5 વર્ષ અભ્યાસ કરાયો
આ અભ્યાસ માટે સંશોધકોએ 35થી 75 વર્ષની વચ્ચે 3,૪૬૨ સ્વિસ એડલ્ટ્સની પ્રવૃત્તિઓ પર આશરે 5 વર્ષ અભ્યાસ કરવામાં આવ્યો. જ્યારે આ અભ્યાસ શરૂ થયો ત્યારે એ વખતે અભ્યાસમાં સામેલ આશરે 58% પ્રતિભાગીઓએ જણાવ્યું કે, તેમણે ગયા અઠવાડિયે દિવસના સમયે ઊંઘ નહોતી લીધી. 19% લોકોએ એવું કહ્યું કે તેમણે દિવસે ઊંઘ લીધી હતી. આશરે 12% લોકોએ 3થી 5 વાર અને 11%એ 6થી 7 વાર ઊંઘ લીધી.

દિવસે ઊંઘવાથી હૃદય રોગનું જોખમ 48% ઓછું
અભ્યાસ પૂરો થતા સંશોધકોને એ પરિણામ મળ્યું કે, એવા લોકો જેમણે અઠવાડિયાંમાં એક કે બે વાર દિવસના સમયે ઊંઘ લીધી હતી તેમનામાં હાર્ટ અટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોરનું જોખમ 48% સુધી ઓછું થઈ ગયું.

દિવસના સમયે 20 મિનિટ ઊંઘ પૂરતી છે
આ અભ્યાસમાં ઊંઘને લઇને એ તારણ નીકળ્યું કે, દિવસે ઊંઘવું એટલે સારું માનવામાં આવે છે કારણ કે, ઊંઘ પૂરી ન થવાથી જે સ્ટ્રેસ લેવલ વધે છે તે દિવસે ઊંઘવાથી ઓછું થઈ જાય છે. જો કે, દિવસે કેટલો સમય ઊંઘવું એ વિશે કંઈ કહેવામાં નથી આવ્યું. પરંતુ નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, દિવસને સમયે જો માત્ર 20 મિનિટની પણ ઊંઘ લેવામાં આવે તો તમારો મૂડ આખો દિવસ સારો રહે છે અને આખો દિવસ સતર્ક રહેવાય છે.

X
Sleeping 1 or 2 times a week in day time reduces the risk of heart attack by 50%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી