તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Sleep Deprivation With Morning Headaches Is A Symptom Of A Brain Tumor, It Can Spread To Other Parts Of The Body; So Be Alert If A Symptom Appears

બ્રેઈન ટ્યૂમર ડે:સવારે માથાના દુખાવાની સાથે ઊંઘ તૂટવી બ્રેઈન ટ્યૂમરનું લક્ષણ છે, તે શરીરના બીજા ભાગો સુધી પણ પહોંચી શકે છે; તેથી લક્ષણ દેખાય તો અલર્ટ થઈ જવું

14 દિવસ પહેલા
  • આ ટ્યૂમર કેન્સરમાં રૂપાંતરિત થવાથી કિડની, આંતરડાં અને ફેફસાં સુધી પહોંચી શકે છે

મોટાભાગના લોકોને લાગે છે કે બ્રેઈન ટ્યૂમર માત્ર બ્રેઈન સુધી જ મર્યાદિત રહે છે, પરંતુ તે સંપૂર્ણ રીતે સાચું નથી. આ ટ્યૂમર કેન્સરમાં રૂપાંતરિત થવાથી કિડની, આંતરડાં અને ફેફસાં સુધી પહોંચી શકે છે. તેથી અલર્ટ રહેવું.

બ્રેઈન ટ્યૂમરમાં દર્દીઓમાં લક્ષણ પણ અલગ અલગ જોવા મળી શકે છે. બચાવ માટે સૌથી જરૂરી બાબત છે કે તેના પ્રારંભિક લક્ષણો. જો તેને સમજી લો તો અમુક હદ સુધી જોખમને ટાળી શકાય છે.

આજે બ્રેઈન ટ્યૂમર ડે છે, તો આ પ્રસંગે એક્સપર્ટ પાસેથી જાણો, બ્રેઈન ટ્યૂમર સંબંધિત ગેરમાન્યતા અને તેની હકીકત...

ગેરમાન્યતાઃ દરેક પ્રકારનું બ્રેઈન ટ્યૂમર કેન્સરનું કારણ બને છે.
હકીકતઃ કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલના હેડ ન્યૂરોસર્જન ડૉ. અભય કુમારના જણાવ્યા પ્રમાણે, માત્ર એક તૃતિયાંશ બ્રેઈન ટ્યૂમર જ કેન્સરમાં રૂપાંતરિત થાય છે. મોટાભાગના બ્રેઈન ટ્યૂમર નૉન- કેન્સરસ હોય છે એટલે કે તેનાથી કેન્સર થવાનું જોખમ નથી રહેતું. તેની સારવાર કરીને તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે.

ગેરમાન્યતાઃ બ્રેઈન ટ્યૂમર માત્ર બ્રેઈન સુધી મર્યાદિત રહે છે.
હકીકતઃ તેની શરૂઆત બ્રેઈનથી થાય છે પરંતુ કેન્સરમાં રૂપાંતરિત થવાથી તે શરીરમાં ઘણા ભાગ સુધી ફેલાઈ શકે છે. જેમ કે- તે કિડની, બ્રેસ્ટ, ફેફસાં અને આંતરડાં સુધી પહોંચી શકે છે. તેથી તેની જાણકારી મળતા જ સારવાર શરૂ કરી દો.

ગેરમાન્યતાઃ બ્રેઈન ટ્યૂમર પેઢી દર પેઢી ફેમિલી મેમ્બર્સને થાય છે.
હકીકતઃ ડૉ. અભયના અનુસાર, હજી સુધી એવા કોઈ પુરાવા નથી કે તે પેઢી-દર- પેઢી ફેમિલી મેમ્બર્સને થાય છે. તે કોઈને પણ કોઈપણ ઉંમરમાં થઈ શકે છે. નવજાતમાં બ્રેઈન ટ્યૂમરના કેસ જોવા મળ્યા છે.

ગેરમાન્યતાઃ મોબાઈલ ફોનથી બ્રેઈન ટ્યૂમર થાય છે.
હકીકતઃ અત્યાર સુધી એવું કોઈ રિસર્ચ સામે નથી આવ્યું જે એ સાબિત કરે કે મોબાઈલ ફોન અથવા રેડિએશન બ્રેઈન ટ્યૂમરનું કારણ બને છે. હા, રેડિયેશનના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. તેથી અલર્ટ રહેવાની જરૂર છે.

ગેરમાન્યતાઃ બ્રેઈન ટ્યૂમરના દરેક દર્દીમાં એક જેવા જ લક્ષણ જોવા મળે છે.
હકીકતઃ આ સંપૂર્ણ રીતે સાચું નથી. બ્રેઈન ટ્યૂમરનો આકાર અને લોકેશનના આધારે વિવિધ દર્દીઓમાં લક્ષણ પણ અલગ જોવા મળે છે. કેટલાક દર્દીઓમાં તેના લક્ષણ પણ નથી જોવા મળતા. તેમજ કેટલાક લોકોમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે સારવાર કરવી મુશ્કેલ થઈ જાય છે.

ગેરમાન્યતાઃ સતત માથામાં દુખાવો અને ઝાંખું દેખાવું બ્રેઈન ટ્યૂમરનો સંકેત છે
હકીકતઃ દરેક દર્દીમાં એવું જોવા મળે તો તે બ્રેઈન ટ્યૂમરના લક્ષણ નથી. માથાના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે, તેને માત્ર બ્રેઈન ટ્યૂમરનું લક્ષણ માનવું યોગ્ય નથી. લક્ષણ જેવું દેખાય તો તરત તપાસ કરાવો.