રિસર્ચ / મોડી રાતે 2 વાગ્યા પછી ઊંઘ લેવાથી અભ્યાસની ગુણવત્તા પર અસર પડે છે

Sleep after 2 pm late at night affects the quality of study

  • ઓછી ઊંઘ લેતાં અને રાતે વહેલાં સૂઈ જતાં વિદ્યાર્થીઓ સારા ગ્રેડ પ્રાપ્ત કરે છે
  • વિદ્યાર્થીઓની ફિટનેસ અને ગ્રેડ એકબીજા સાથે સંકળાયેલા નથી પરંતુ વિદ્યાર્થીઓનો સૂવાનો સમય અને ગ્રેડ એકબીજા સાથે સંકળાયેલા છે

Divyabhaskar.com

Oct 05, 2019, 09:46 AM IST

હેલ્થ ડેસ્ક: પૂરતી ઊંઘ તમામ લોકો માટે આવશ્યક હોય છે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાના હેતુથી યોગ્ય સમયે ઊંઘ લઈ શકતા નથી. યોગ્ય સમયે ઊંઘ ન લેવાથી અભ્યાસની ગુણવત્તા પર અસર પડે છે. ‘સાયન્સ ઓફ લર્નિંગ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત પુરવાર થઈ છે.

આ રિસર્ચ પરથી માલુમ પડ્યું કે રાતે 2 વાગ્યા પછી ઊંઘ લેવાથી વિદ્યાર્થીઓ તેમની પરીક્ષામાં સારા ગ્રેડ પ્રાપ્ત કરી શકતા નથી.

કેમ્બ્રિજમાં આવેલી MIT એન્જિનિઅરિંગના 100 વિદ્યાર્થીઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ તમામ વિદ્યાર્થીઓનો રાતે ઊંઘનો સમય અને તેમની પરીક્ષાના ગ્રેડનું અવલોકન કરવામાં આવ્યું હતું.

તેમાં પુરવાર થયું કે, વિદ્યાર્થીઓ ભલે 6-8 કલાકની ઊંઘ લે પરંતુ રાતે 2 વાગ્યા પછી ઊંઘ લેતાં વિદ્યાર્થીઓના પરીક્ષામાં ગ્રેડ સમસયર ઊંઘ લેતાં વિદ્યાર્થીઓની સરખાણીમાં કરતાં ઓછા જોવા મળ્યા હતા. સાથે જ આ રિસર્ચમાં એ પણ પુરવાર થયું કે ઓછી ઊંઘ લેતાં અને રાતે વહેલાં સૂઈ જતાં વિદ્યાર્થીઓ સારા ગ્રેડ પ્રાપ્ત કરે છે.

આ રિસર્ચમાં સામેલ પ્રોફેસર ગ્રોસમેન જણાવે છે કે, ‘આ રિસર્ચમાં જોવા મળ્યું કે વિદ્યાર્થીઓની ફિટનેસ અને ગ્રેડ એકબીજા સાથે સંકળાયેલા નથી પરંતુ વિદ્યાર્થીઓનો સૂવાનો સમય અને ગ્રેડ એકબીજા સાથે સંકળાયેલા છે.’

X
Sleep after 2 pm late at night affects the quality of study

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી