વરસાદમાં એકવાર જરૂર પલળો:ત્વચા અને ગરમીની સમસ્યાઓથી છૂટકારો મળે છે, હોર્મોન્સ સંતુલિત રહે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરસાદનાં ઝાપટામાં પલળવાની મજા જ અલગ હોય છે અને તેનાથી આપણાં સ્વાસ્થ્યને પણ અનેક ગણાં ફાયદા પહોંચે છે. તે માત્ર હોર્મોન્સને જ સંતુલિત નથી કરતું, પરંતુ ત્વચાની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. જો તમે ગરમી સાથે જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો મેળવવા ઈચ્છતાં હોવ તો એક જ મોકો છે, વરસાદમાં પલળી જાવ. દિલ્હીની પંચકર્મ હોસ્પિટલનાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. આર.પી.પારાશર પાસેથી વરસાદમાં પલળવાનાં લાભો વિશે જાણીએ.

ગુણોથી ભરપૂર હોય છે વરસાદનું પાણી
ડૉ. પારાશર કહે છે, કે વરસાદનું પાણી એકદમ હળવું હોય છે અને તેમાં પીએચ આલ્કલાઇન હોય છે. તેનો ઉપયોગ ‘વોટર થેરાપી’ માટે પણ થઈ શકે છે. તેનાથી બ્લડ પ્રેશર અને શુગર નોર્મલ રહે છે તથા હૃદયનાં રોગોથી છુટકારો મળે છે, ત્વચાની કોઈ સમસ્યા નથી હોતી. વરસાદનાં પાણીને માટીનાં વાસણમાં સંગ્રહ કરીને પીવામાં આવે તો તે અમૃત છે, કારણ કે તેનાં ઝેરી તત્વો માટીમાં ખત્તમ થઈ જાય છે. તે શરીર અને મનને તાજગી આપે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે, કે તેમાં માટીમાં સામેલ મિનરલ્સ અને બેક્ટેરિયા નથી હોતા, જેથી તે સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક છે.

વરસાદમાં પલળવાથી થતાં ફાયદા
કુદરત બીમારી આપે તો તે સાથે તેનું નિરાકરણ પણ આપે છે. ગરમીમાં ત્વચાને અને વાળને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે અને આ બધી જ સમસ્યાઓનો ઈલાજ એક જ છે વરસાદમાં પલળવું. હા પણ એ જરુરી છે કે, શરુઆતનાં બે-ત્રણ વરસાદ જાય પછી જ પલળવું.

વરસાદનો ઉપયોગ એક રીતે ‘વોટર થેરાપી’ તરીકે થઈ શકે છે
વરસાદનો ઉપયોગ એક રીતે ‘વોટર થેરાપી’ તરીકે થઈ શકે છે

હોર્મોન્સને નિયંત્રિત કરવામાં મદદરુપ સાબિત થાય છે
એવું માનવામાં આવે છે કે, વરસાદનાં પાણીમાં ન્હાવાનાં કારણે શરીરનાં હોર્મોન્સ પણ નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત જો કોઈ કાન સાથે જોડાયેલ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે તો વરસાદમાં ન્હાવાના કારણે તેની આ સમસ્યાનું તો નિવારણ થાય જ છે સાથે અન્ય ઈન્ફેક્શનમાંથી પણ તમને રાહત મળે છે.

વરસાદના પાણીમાં ન્હાવાથી શરીરમાં હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે છે
વરસાદના પાણીમાં ન્હાવાથી શરીરમાં હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે છે

ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે
વરસાદનું પાણી શરીર, ત્વચા અને ચહેરાંને સાફ કરવાની સાથે જ ચહેરાં પર રહેલાં હાનિકારક બેક્ટેરિયાને પણ દૂર કરે છે, જે ચહેરાં પર ફોલ્લીઓ અને ખીલ માટે જવાબદાર હોય છે. વરસાદનાં પાણીમાં આલ્કલાઈન ગુણ હોવાને કારણે તેનાથી ખીલ, ચહેરાં પરનો સોજો અને દુખાવામાં રાહત મળે છે.

ખંજવાળ દૂર થઈ જશે
ઉનાળામાં બાળકો ઘણીવાર અસ્વસ્થ થઈ જાય છે. તે ત્વચા પર ઠંડી અને ગરમીની અસરને કારણે થાય છે. બાળકો રમત-ગમત કરે છે, તેથી તેમને ખૂબ જ પરસેવો વળે છે, આને કારણે તેમની ત્વચા પર નાની-નાની ફોલ્લીઓ થાય છે. ગરમી વધવાની સાથે જ આ નાની-નાની ફોલ્લીઓમાં ખંજવાળ આવવા લાગે છે. આ ખંજવાળમાંથી મુક્તિ મેળવવા માટે બાળકોએ વરસાદમાં સ્નાન કરવું જોઈએ. આને કારણે ત્વચાનું ટેમ્પરેચર સંતુલિત રહે છે, જેનાથી ખંજવાળમાં પણ રાહત મળે છે.

વરસાદના પાણીમાં ન્હાવાથી વાળ રેશમ જેવા નરમ બને છે
વરસાદના પાણીમાં ન્હાવાથી વાળ રેશમ જેવા નરમ બને છે

વાળ રેશમ જેવાં નરમ બનશે
વાળમાં જમા થયેલી ધૂળ અને ગંદકીને પૂરી રીતે સાફ કરવામાં વરસાદનું પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનું પીએચ આલ્કલાઇન હોવાને કારણે વાળમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય વરસાદના પાણીમાં માટીમાંથી ઓગળેલાં મિનરલ્સનો અભાવ હોય છે, તેથી તે વાળને સાફ કરવામાં પણ મદદરૂપ થાય છે.

વરસાદનું પાણી સારું એવું ક્લીન્ઝર
તમે ઈચ્છો તો એક બોટલમાં વરસાદનું પાણી નાખો. આ પાણીને સૂતાં પહેલાં ત્વચા પર લગાવો અથવા તેનાથી ત્વચા સાફ કરો. થોડાં દિવસોમાં ત્વચા નરમ અને દાગ વગરની બની જશે. સવારે ઊઠીને આ પાણીથી ચહેરો ધોવાથી ત્વચાનો રંગ એકદમ સફેદ બની જાય છે. ફ્રીકલ્સ અને દાગ પણ દૂર કરવામાં આવે છે.