હેલ્થ ટિપ્સ:તડકામાં બેસીને શરીરની ઘડિયાળને કરો રીસેટ, વજન પણ ઘટશે અને સેક્સ લાઇફમાં પણ નહીં આવે મુશ્કેલી

21 દિવસ પહેલાલેખક: ઐશ્વર્યા શર્મા
  • કૉપી લિંક

જે રીતે ઘડિયાળના કાંટા આપણને સમય બતાવે છે તે જ રીતે આપણા શરીરની ઘડિયાળ પણ જૈવિક ક્રિયાઓ વિશે જણાવે છે. જેને મેડિકલ ભાષામાં 'બોડી ક્લોક' કહેવામાં આવે છે. આ હોર્મોન્સનું બેલેન્સ, વજનને ઓછું કરવા અને સેક્સ લાઈફને સારી બનાવવાં માટે મદદગાર સાબિત થઇ શકે છે.

કેવી રીતે કામ કરે છે બોડી ક્લોક
બોડી ક્લોક આપણા શરીરનાં 24 કલાકની લયને નિર્ધારિત કરે છે. આપણા શરીરમાં હજારો જીન્સ કામ કરતા હોય છે. પ્રોટીન, એન્જાઈમ, ફેટ, કાર્બોહાઇડ્રેટ અને હોર્મોન્સ બને છે, તૂટી જાય છે અને ઓગળી પણ જાય છે. જેનાંથી આપણી વૃદ્ધિ, પ્રજનનક્ષમતા, મેટાબોલિઝમ, યાદશક્તિ અને ઘણી વસ્તુઓને અસર કરે છે. શરીરમાં આ તમામ કામો સમયસર થાય છે.

દિલ્લીના રાજેન્દ્ર નગરમાં આવેલી સર ગંગારામ હોસ્પિટલનાં ન્યુરોલોજીસ્ટ ડોક્ટર અંશુ રોહતગીએ વુમન ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આપણી બોડી ક્લોકની એટલે કે સર્કેડિયન રિધમ માસ્ટર ક્લોક સુપ્રાચૈસ્મેટિક ન્યુક્લી (SCN) છે જે મગજમાં હોય છે. આ ઉપરાંત, આપણા લીવર, સ્નાયુ અને સ્વાદુપિંડના કોષોની અંદર ઘડિયાળો પણ છે જે માસ્ટર ક્લોક (SCN) સાથે મળીને કામ કરે છે. જો કોઈ એક કોષની લય બગડે છે તો શરીરની આખી સિસ્ટમમાં ગડબડ થઈ જાય છે અને વ્યક્તિ બીમાર પડે છે.

સૂર્યપ્રકાશ મુજબ સેટ કરો બોડી ક્લોક
આપણા વડીલો હંમેશા કહેતા હતા કે સૂર્યોદય પહેલા સવારે ઉઠો. આયુર્વેદમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં સૂરજ મુજબ જ બ્રહ્માંડ અને આખું વિશ્વ ચાલે છે. આપણું શરીર પણ તેના આધારે ચાલે છે. આપણી આંખો શરીરની બોડી ક્લોક માટે સેન્સર તરીકે કામ કરે છે. સવારે અને સાંજ જોતી વખતે આંખો સર્કેડિયન ઘડિયાળને સાચો સમય જણાવે છે. તેને દરરોજ રીસેટ કરવું પડશે. ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્તની આસપાસ તે શરીરમાં પુનઃસ્થાપિત થાય છે. તેને રીસેટ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે સૂર્યોદય પછી અને આથમતાં પહેલાં 30 થી 60 મિનિટ સુધી કુદરતી પ્રકાશમાં રહેવું.

સેક્સલાઈફમાં નહીં આવે મુશ્કેલી
ઓક્સફોર્ડના પ્રોફેસર રસેલ ફોસ્ટરએ લેખમાં લખ્યું હતું કે, કપલે રાતનાં સમયે ઝઘડો ના કરવો જોઈએ. આખો દિવસ કામ કર્યા બાદ જયારે તમે તમારાં પાર્ટનર સાથે રાતે સમય વિતાવો છો તો ત્યારે એવી કોઈ વાત ના કરવી જોઈએ જેનાથી બંને વચ્ચે ઝઘડો થાય. ઝઘડાને કારણે કોર્ટિસોલ અને એડ્રેનાલાઈન જેવા સ્ટ્રેસ હોર્મોન્સ વધારી દે છે. જેનાથી તમારી નીંદરને પણ અસર થાય છે, જેની ખરાબ અસર તમારા બોડી ક્લોક પર પડે છે. કોઈપણ વાતચીત દિવસ દરમિયાન કરો રાતે ફક્ત પાર્ટનરને જ સમય આપો. સેક્સ કરવાથી કોર્ટિસોલ હોર્મોન્સ ઓછું કરે છે અને સારી ઊંઘ આવે છે.

બ્લૂ લાઈટથી થાય છે નુકસાન
ઘણાં લોકો રાતનાં સમયે સુતા પહેલા મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. મોબાઈલનો ઉપયોગ કરવાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે. ટીવી, લેપટોપ, આઇપેડ, મોબાઈલ જેવા તમામ ડિવાઇસમાંથી બ્લુ લાઈટ નીકળે છે. જે આપણી એલર્ટનેસને વધારે છે જેનાંથી નીંદર મોડી આવે છે અને બોડી ક્લોક બગડી જાય છે.

સાંજે 4થી6 સુધી કેલેરી સૌથી વધુ બર્ન થાય છે
તમે જેટલા એક્ટિવ રહો છો તમારા શરીરમાં રહેલું ગ્લુકોઝ ઊર્જામાં બદલી જાય છે. સાંજે 4 થી 6 દરમિયાન શરીરનું તાપમાન સૌથી વધુ હોય છે. આ સમય તમારા મેટાબોલિક રેટ અને મસલ પાવરને વધારે છે. જો તમે આ સમય દરમિયાન કસરત કરો છો, તો વધુ કેલરી બર્ન થાય છે, જેના કારણે વજન ઝડપથી ઘટે છે.

બીમારીનો હોય છે પીક ટાઈમ

  • હાર્ટના રોગો : સવારનાં સમયે હાર્ટ એટેક વધુ આવે છે કારણકે તે સમયે બ્લડ પ્રેશર હાઈ હોય છે.
  • તાવ : એક સંશોધન મુજબ સાંજે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને સવારે વાઇરલ ઇન્ફેક્શન વધારે થાય છે.
  • શરદી : સવારે 4થી 5 ના સમય દરમિયાન શરીર ઠંડું હોય છે જેના કારણે શરદી વધી જાય છે, બપોર ઓછી અને સાંજે ફરી વધી જાય છે.
  • અસ્થમા : આ બીમારીમાં દર્દી દિવસની સરખામણીએ રાતે વધુ હેરાન થાય છે કારણકે રાતનાં સમયે ફેફસા બરાબર કામ નથી કરતા.