• Gujarati News
  • Lifestyle
  • Health
  • Sickness Can Infest Mosquitoes In Heavy Rains,Know What Precautions You Need To Take At Home To Prevent Illness?

વરસાદનાં પાણીથી રહેજો સાવચેત!:ભારે વરસાદમાં મચ્છરોનો ઉપદ્રવ કરી શકે છે બીમાર, જાણો બીમારીથી બચવા માટે ઘરમાં કઈ-કઈ સાવચેતીઓ રાખવી જરુરી?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં હવામાન પલટાયું છે. ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ છે અને ઘણી જગ્યાએ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ઘણાં રાજ્યોમાં રેડ એલર્ટ પણ ચાલુ છે. વરસાદનું પાણી તમારા ઘરમાં તબાહી ન મચાવે તે માટે તમારે સાવચેત રહેવાની જરૂર છે.

દિલ્હીની કોલંબિયા એશિયા હોસ્પિટલનાં જનરલ ફિઝિશ્યન ડૉક્ટર મંજીતા નાથ દાસનું કહેવું છે કે, વરસાદની ઋતુમાં થતી બીમારીઓ ઝડપથી મટતી નથી. જ્યાં સુધી વરસાદ પડે છે ત્યાં સુધી ક્યાંકને ક્યાંક પાણી ભરેલું હોય છે ને તેનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ ઘટતો નથી અને તે ઘરમાં પ્રવેશીને આરામથી આપણને બીમાર કરી શકે છે.

શુધ્ધ પાણી ન મળી શકવાને કારણે લૂઝ મોશન, ડાયેરિયા, કોલેરા જેવી સમસ્યાઓ થાય છે. ટાઇફોઇડ એ એક એવો રોગ છે જેની જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો તે એક વર્ષ સુધી મટતો નથી. મચ્છરનાં એક વેરિઅન્ટથી છ મહિના સુધી બચી શકાય છે, પરંતુ જેવો નવો વેરિઅન્ટ આવે છે કે તરત જ નવી બીમારી શરૂ થઈ જાય છે.

રસ્તા પર સંગ્રહિત પાણીમાં ગટરનું પાણી પણ ભળે છે, આવી રીતે ચામડીની બીમારી પણ થઇ શકે છે. પાક નિષ્ફળ જવાને કારણે શરીરમાં પોષક તત્વોની કમી રહે છે. જ્યાં સુધી વરસાદનું પાણી સુકાઈ ન જાય ત્યાં સુધી બીમારીઓ પણ તેમનો સાથ છોડતી નથી. આવી સ્થિતિમાં, તે મહત્વનું છે કે તમે તમારા ઘરમાં પાણી એકત્રિત ના થાય તેનું ધ્યાન રાખો. તમારાં શરીરને સ્વચ્છ રાખો અને આરોગ્યપ્રદ આહાર લો. ડેટોલથી ઘરની સાફ-સફાઈ કરો અને ન્હાવાના પાણીમાં પણ ડેટોલ ઉમેરીને પછી સ્નાન કરો.