હેલ્થ ફર્સ્ટ:પીરિયડ્સ દરમિયાન વેક્સિંગ કરાવવું જોઈએ કે નહીં? એક્સપર્ટ પાસેથી જાણો તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીરિયડ્સ દરમિયાન સ્કિન ઘણી સેન્સિટિવ હોય છે
  • શક્ય હોય તો પીરિયડ્સ દરમિયાન વેક્સિંગ ના કરાવવું જોઈએ

ઘણી છોકરીના મનમાં એક મૂંઝવણ હોય છે કે, પીરિયડ્સ દરમિયાન વેક્સિંગ કરાવવું જોઈએ કે નહીં. આ ટાઈમમાં વેક્સ કરાવવાથી સ્કિનને નુકસાનને થશે કે નહીં? પીરિયડ્સમાં વેક્સિંગ કરાવવું વધારે પેઈનફુલ તો નથી ને? આ વિશે દિલ્હીની ડૉક્ટર જ્યોત્સ્ના ગુપ્તા પાસેથી પ્રશ્નોના જવાબ જાણીએ...

ડૉ. જ્યોત્સ્ના ગુપ્તા
ડૉ. જ્યોત્સ્ના ગુપ્તા

ડૉ.જ્યોત્સનાએ કહ્યું, પીરિયડ્સ દરમિયાન સ્કિન ઘણી સેન્સિટિવ હોય છે. આ ટાઈમમાં વેક્સિંગ કરાવવાથી તીવ્ર દુખાવો અને ત્વચામાં બળતરા થાય છે. ઘણી મહિલાઓને રેશિઝ થઈ જાય છે. શક્ય હોય તો પીરિયડ્સ દરમિયાન વેક્સિંગ ના કરાવવું જોઈએ.

જો ઇમર્જન્સીમાં વેક્સિંગ કરાવવું પણ પડે તો આટલી વસ્તુઓનું ધ્યાન રાખો:

  • વેક્સિંગ પછી બોડી પર ક્રીમ લગાવો. આમ કરવાથી રાહત મળશે.
  • વેક્સિંગ પછી ટ્રી ઓઇલ પણ લગાવી શકો છો. તેલમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણો હોય છે. તેનાથી ખંજવાળ અને સોજામાં રાહત મળે છે.
  • જો વેક્સિંગ પછી ખંજવાળ આવે તો તમે અડધા કપ નારિયેળ તેલમાં 1 કપ ખાંડ ઉમેરો. આ મિશ્રણને સ્ક્રબની જેમ ઉપયોગમાં લો.
  • જો અમુક જગ્યાએ વધારે બળતરા થાય તો તમે આઈસક્યૂબ રબ કરી શકો છો અથવા તો પાણીમાં ગુલાબજળ મિક્સ કરીને લગાવી શકો છો.