હેલ્થ ટિપ્સ:ઉનાળામાં મીઠું વધારે ખાવું જોઈએ કે ઓછું? જાણો, શું કહે છે એક્સપર્ટ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મીઠું ખાવાનો સ્વાદ વધારે છે. આ સાથે જ આપણા શરીરમાંથી ઝેરી પદાર્થો પણ બહાર કાઢે છે. તો સામાન્ય રીતે લોકો કહે છે કે, ઉનાળામાં પરસેવો વધારે થાય છે તેથી મીઠું વધારે ખાવું જોઈએ. જે લોકો આ સલાહનો અમલ કરે છે, તે સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

ઉનાળો હોય કે શિયાળો બધી જ ઋતુમાં મીઠાનું પ્રમાણ એક સરખું જ હોવું જોઈએ. તો ઘણા લોકોને જમવા બેસે ત્યારે ઉપરથી મીઠું લેવાની આદત હોય છે. જમવામાં ઉપરથી મીઠું નાખવું ઝેર સમાન છે, જેના કારણે અનેક બીમારીઓ થાય છે. જે લોકો વર્કઆઉટ કરે છે તે લોકોને વધુ પરસેવો થાય છે તે વધુ પ્રમાણમાં મીઠું લઇ શકે છે.

એસીમાં રહો છો તો આટલા પ્રમાણમાં જ લો.
એઈમ્સ દિલ્હીના ચીફ ડાયટિશિયન ડો.પરમજીત કૌરનું જણાવે છે કે, એસીમાં રહેતા લોકોને વધુ પરસેવો નથી થતો. આ સ્થિતિમાં તેમના શરીર માટે સોડિયમનું પ્રમાણ પણ ઓછું હોવું જોઈએ. આ લોકોને 3.75 ગ્રામ એટલે કે 1.5 ગ્રામ સોડિયમની જરૂર પડે છે.

ઉંમર મુજબ સોડિયમનું પ્રમાણ

ઉંમરસોડિયમ પ્રતિ દિવસ (ગ્રામમાં)
1-31.5
4-81.9
9-132.2
14થી વધુ2.3

ઉપરથી મીઠું લેવું જોઈએ
છાશ , દહીં, સલાડ, જ્યુસ, રાયતું કે લીંબુ પાણીમાં ઉપરથી મીઠું ઉમેરવું જોઈએ નહીં. ઉપરથી મીઠું નાખીને આપણું શરીર પચાવી નથી શકતું. શરીરમાં સોડિયમનું પ્રમાણ વધશે તો અનેક પ્રકારની બીમારીઓનો શિકાર થઇ શકો છો.