તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલર્ટ:અમેરિકામાં અલ્ટ્રાવાયોલેટ લેમ્પથી ઘર-ઓફિસને સેનિટાઈઝ કરવામાં 7લોકોની આંખો ડેમેજ થઈ, જાણો તેના ઉપયોગની યોગ્ય રીત

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલ્ટ્રાવાયોલેટ લેમ્પના પ્રકાશથી સ્કિન કેન્સર અને મોતિયો થવાનું જોખમ
  • આંખમાં લાલાશ, દુખાવો, બ્લર વિઝન અને માથાનો દુખાવો થાય તો ડૉક્ટરની સલાહ લો

અમેરિકામાં અલ્ટ્રાવાયોલેટ લેમ્પથી ઘર અને ઓફિસ સેનિટાઈઝ કરતી વખતે 7 લોકોની આંખ ડેમેજ થઈ છે. દર્દીઓના કોર્નિયામાં સોજો અને દુખાવો જોવા મળ્યો છે. આ વાત માયામી મિલસ સ્કૂલ ઓફ મેડિસિન યુનિવર્સિટીના રિસર્ચમાં સામે આવી છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, દર્દીઓ રિકવર થઈ રહ્યા છે, પરંતુ UV (અલ્ટ્રાવાયોલેટ) લેમ્પના ઉપયોગની યોગ્ય જાણકારી હોવી જરૂરી છે. આ પ્રકારની બેદરકારીથી યુઝર હંમેશ માટે દૃષ્ટિ પણ ગુમાવી શકે છે.

આઈ એક્સપર્ટ ડૉ. જસ્સી સિંગિલો જણાવે છે કે, મહામારીની શરૂઆતમાં અમારી પાસે આવનારા એવા દર્દીઓની સંખ્યા વધવા લાગી, જેમની આંખોમાં બળતરા અને દુખાવો થતો હતો. આ દર્દીઓ સામાન્ય પ્રકાશના સંપર્કમાં આવે તો પણ સેન્સિટિવ થઈ જતા હતા. અર્થાત્ આ દર્દીઓને વધારે પીડા થતી હતી. ધીરે ધીરે વધતા જતા કેસોમાં સમજાયું કે અલ્ટ્રાવાયોલેટ લેમ્પના પ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી દર્દીઓ આ સમસ્યાથી પીડાતા હતા.

5 પોઈન્ટ્સમાં સમજો આખો કેસ

  • ઓક્યુલર ઈમ્યુનોલોજી એન્ડ ઈન્ફ્લેમેશન જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, 7 દર્દીઓમાં આ કેસ 1 એપ્રિલથી 19 જુલાઈ 2020 વચ્ચે સામે આવ્યા.
  • બેસકોમ પાલ્મર આઈ ઈન્સ્ટિટ્યૂટમાં આ દર્દીઓની તપાસ થઈ. રિપોર્ટમાં સામે આવ્યું કે UV લાઈટના સંપર્કમાં તેઓ 6 કલાક સુધી રહ્યા હતા. તેમની ઉંમર 24થી 59 વર્ષની હતી.
  • 7માંથી 3 દર્દીઓ ઘરમાં UV લેમ્પના સંપર્કમાં આવ્યા તો 3 લોકો ઓફિસમાં UV લેમ્પના સંપર્કમાં આવ્યા હતા. આ લોકોએ તેનાં કિરણોથી આંખ અને સ્કિનને બચાવવા માટે કોઈ પણ તકેદારી રાખી નહોતી.
  • 7મો દર્દી એક ડેન્ટિસ્ટની ઓફિસમાં ગયો હતો. જ્યાં સ્ટાફે UV લાઈટનો ઉપયોગ કર્યો હતો, તેના સંપર્કમાં તે આવ્યો હતો. ડૉક્ટર્સે તમામ દર્દીઓને આંખનાં ટીપાં અને ઓઈન્ટમેન્ટ લગાવવાની સલાહ આપી છે.
  • વૈજ્ઞાનિકોએ કહ્યું કે, UV લેમ્પનો ઉપયોગ કરતાં પહેલાં તેની ગાઈડલાઈન અવશ્ય વાંચી લેવી જોઈએ, જેથી સ્કિન અને આંખોમાં થતાં ડેમેજને રોકી શકાય.

અલ્ટ્રાવાયોલેટ લેમ્પ સાથે જોડાયેલી 4 વાતો જાણો

તેનાથી કેટલું જોખમ છે?
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, અલ્ટ્રાવાયોલેટ લેમ્પનો પ્રકાશ સ્કિન ડેમેજ કરી શકે છે. તે સ્કિન કેન્સર અને મોતિયાનું જોખમ વધારે છે. ફોટોકિરેટાઈટિસ પણ થઈ શકે છે. આમ થવા પર આંખોના કોર્નિયા અને સૌથી ઉપરના લેયર પર ગંભીર અસર પડે છે.

કેવાં લક્ષણો દેખાય તો અલર્ટ થઈ જવું જોઇએ?
આંખોમાં લાલાશ, દુખાવો, બ્લર વિઝન, માથાનો દુખાવો અને વધારે પ્રકાશમાં રહેવા પર આંખોમાં તકલીફ થતી હોય તો તરત ડૉક્ટરની સલાહ લો.

UV લેમ્પનો ઉપયોગ કેવી રીતે કરવો?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે દર્દીઓને UV લેમ્પથી સમસ્યા થઈ છે તેમને તેના ઉપયોગની યોગ્ય રીત ખબર નહોતી. જ્યારે UV લેમ્પનો ઉપયોગ કરો તો તેને ઓન કરી રૂમમાં મૂકી દો અને તે રૂમમાં કોઈને એન્ટ્રી ન આપો.

WHOના જણાવ્યા પ્રમાણે, UV લાઈટમાં એટલો પાવર હોય છે કે તે શરીરની કોશિકાઓને ડેમેજ કરી શકે છે. હાથ સેનિટાઈઝ કરવા માટે ક્યારેય પણ UV લાઈટનો પ્રયોગ ન કરવો.