વધુ મીઠું ખાવું જીવલેણ:ખોરાકમાં અલગથી મીઠું ઉમેરવાથી પુરુષોની ઉંમર 2 વર્ષ અને સ્ત્રીઓની ઉંમર 1.5 વર્ષ ઘટે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભોજનમાં મીઠું અલગથી ઉમેરવાથી પુરુષોની ઉંમર 2 વર્ષ અને સ્ત્રીઓનું આયુષ્ય 1.5 વર્ષ જેટલું ઘટી જાય છે. બ્રિટનમાં 50 વર્ષની આસપાસના 5 લાખ લોકો પર નવ વર્ષથી ચાલી રહેલાં સંશોધનમાં આ વાત સામે આવી છે.

મૃત્યુનાં જોખમમાં 28% વધારો
જે લોકો ખોરાકમાં ઓછું મીઠું ઉમેરે છે અથવા તો ક્યારેય મીઠું ઉમેર્યુ જ ના હોય તેમની સાપેક્ષે મીઠું ઉમેરનારાં લોકોની સંખ્યામાં મૃત્યુનું જોખમ 28% વધી જાય છે. અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં ટ્યુલેન્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર લુ કિએ દાવો કર્યો છે, કે આ પ્રકારનો અભ્યાસ પહેલીવાર થયો છે, જેમાં ખોરાકમાં મીઠું અલગથી ઉમેરવા અને વહેલાં મૃત્યુ વચ્ચેનો સંબંધ જોવા મળ્યો છે.

5 લાખ લોકો પર 9 વર્ષનો અભ્યાસ
યુકે બાયો બેંક સ્ટડીમાં 5 લાખ લોકોને સરેરાશ નવ વર્ષ સુધી ટ્રેક કરવામાં આવ્યા હતાં. વર્ષ 2006 અને 2010ની વચ્ચે જ્યારે તેઓએ આ અભ્યાસમાં ભાગ લીધો હતો, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું, કે શું તેઓએ તેમનાં ખોરાકમાં અલગથી મીઠું ઉમેર્યું છે? અને કેટલીવાર તેઓએ આમ કર્યું છે? સંશોધનમાં રસોઈ બનાવતાં સમયે મીઠું ઉમેરવામાં આવ્યું ન હતું. આ અભ્યાસમાં અન્ય પરિબળોને પણ નકારી કાઢવામાં આવ્યાં નથી. તંદુરસ્ત જીવનશૈલી ન હોવાને કારણે વ્યક્તિનું આયુષ્ય ઘટી શકે છે, પરંતુ સંશોધન ટીમનું કહેવું છે કે લોકોએ ભોજનમાં અલગથી મીઠું ઉમેરવાની આદત વિશે વિચારવું જોઈએ.