• Home
  • Lifestyle
  • Health
  • Selfie video will measure blood pressure, researchers claim up to 96% accurate information

કેનેડા / સેલ્ફી વીડિયો કહી માપી આપશે બ્લડ પ્રેશર, સંશોધકોનો દાવો 96% સુધી સચોટ જાણકારી મળશે

Selfie video will measure blood pressure, researchers claim up to 96% accurate information

  • ચીન અને કેનેડાના 1,328 લોકો પર થયું પરીક્ષણ, સચોટ જાણકારી સાથે ત્રણ પ્રકારનાં બ્લડ પ્રેશર માપવામાં સફળતા મળી
  • ચહેરાની સ્કિનની નીચે હિમોગ્લોબિનથી પરાવર્તિત લાઈટને કેપ્ચર કરવા માટે સ્માર્ટફોનના ઓપ્ટિકલ સેન્સરનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. 

Divyabhaskar.com

Aug 10, 2019, 06:40 PM IST

હેલ્થ ડેસ્ક. બ્લડ પ્રેશર કેટલું છે, તે જાણવા માટે તમારે હવે ડોક્ટર પાસે જવાની જરૂર નથી. ટોરન્ટો યુનિવર્સિટીના સંશોધકોએ મોબાઈલ ફોનના કેમેરાથી બીપી તપાસવાની રીત વિકસિત કરી છે. સેલ્ફી વીડિયોની મદદથી બ્લડ પ્રેશર જાણી શકાય છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, ચીન અને કેનેડાના 1,328 લોકો પર પરીક્ષણ દરમિયાન 95-96% સચોટ માહિતીની સાથે ત્રણ પ્રકારના બ્લડ પ્રેશર માપવામા સફળતા મળી છે.

આવી રીતે કામ કરે છે ટેકનિક

ટોરન્ટો યુનિવર્સિટીના સંશોધક પોલ ઝેંગે ટ્રાન્સડર્મલ ઓપ્ટિકલ ઈમેજિંગ ટેકનિક વિકસિત કરી છે. આ ટેકનિકની મદદથી ચહેરાની સ્કિનથી બ્લડ પ્રેશર જાણી શકાય છે. સંશોધકોને તેને સમજવા માટે બે મિનિટનો સેલ્ફી વીડિયોનો ઉપયોગ કર્યો. વીડિયો બનાવતી વખતે, મોબાઈલ કેમેરામાં લગાવવામાં આવેલાં ઓપ્ટિકલ સેન્સર ચહેરા પર પડતાં લાલ કિરણોને કેપ્ચર કરે છે જે સ્કિનની નીચે હિમોગ્લોબિનના કારણે રિફ્લેક્ટ થાય છે. ટ્રાન્સડર્મલ ઓપ્ટિકલ ઈમેજિંગ ટેકનિક પરાવર્તિત કિરણોની મદદથી શરીરમાં લોહીના દબાણની જાણકારી આપે છે.સંશોધકોનો દાવો છે કે આ ટેકનિક 96 ટકા સચોટ પરિણામ આપે છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર, ટ્રાન્સડર્મલ ઓપ્ટિકલ ઈમેજિંગ દુનિયામાં વધતા ઈપરટેન્શન (હાઈ બીપી)ના કેસો ઓછા કરવામાં મદદ કરશે. ખાસ કરીને એવી જગ્યા જ્યાં સ્વાસ્થ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ ન હોય. જો તમારી પાસે ફોન કે કોમ્પ્યૂટર છે તો જાણકારી સામે આવ્યા બાદ ડોક્ટરો સાથે સીધી વાત કરી શકો છો. આ રીતે લોકોમાં જાગૃતિ વધારી શકાય છે.

‘ન્યૂરોલોજિક્સ’ નામની ટેક કંપનીએ ‘એનુરા’ નામની એપ રિલીઝ કરી છે જે 30 મિનિટના સેલ્ફી વીડિયોથી હૃદયના ધબકારા અને સ્ટ્રેસના સ્તરની જાણકારી આપે છે. કંપની આગામી થોડા સમયમાં આ એપમાં બ્લડ પ્રેશરની જાણકારી મેળવવાનું ફીચર સામેલ કરશે જે પહેલાં ચીન માટે રિલીઝ કરવામાં આવ્યું હતું. કંપનીના ફાઉન્ડર લીનું કહેવું છે કે, યૂઝરના સ્વાસ્થ્યના આંકડા એપ ક્લાઉડ પર અપલોડ કરવામાં આવશે. તેની મદદથી કોલેસ્ટેરોલ, હિમોગ્લોબિન અને બ્લડ ગ્લૂકોઝ લેવલની માહિતી મળી શકશે..

X
Selfie video will measure blood pressure, researchers claim up to 96% accurate information
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી