ઇન્જેક્શનનો ડર દૂર કરવાના પ્રયત્નો:છોડ ચાવતાની સાથે જ શરીરમાં કોરોના વેક્સિન પહોંચી જશે, અમેરિકાના વૈજ્ઞાનિકો બનાવી રહ્યા છે આવો હટકે છોડ

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોડની મદદથી કોરોનાની mRNA વેક્સિન મનુષ્યના શરીરમાં પહોંચાડવામાં આવશે
  • વેક્સિનેટ થવા એક વ્યક્તિને એક છોડની જરૂર પડશે

વેક્સિનનું નામ સાંભળતાની સાથે જ ઘણા લોકોને ઇન્જેક્શનની સોયની બીક લાગે છે. અમેરિકાના વૈજ્ઞાનિકો આવા લોકોનો ડર પૂરો કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એક એવો છોડ વિકસિત કરી રહ્યા છે, જે ખાધા પછી વ્યક્તિના શરીરમાં વેક્સિન પહોંચી જશે. તેની શરૂઆત કોવિડ વેક્સિનથી થશે. સરળ ભાષામાં સમજીએ તો લોકોને છોડ ખવડાવીને વેક્સિન આપવામાં આવશે.

અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા રિવરસાઈડના સંશોધકો આ વેક્સિનવાળો છોડ વિકસિત કરી રહ્યા છે. છોડની મદદથી કોરોનાની mRNA વેક્સિન મનુષ્યના શરીરમાં પહોંચાડવામાં આવશે.

વેક્સિન છોડમાં કેવી રીતે પહોંચશે? કેટલી સ્ટોર થશે? વેક્સિનની નવી રીતથી શું ફાયદા થશે અને શું બદલાશે, જાણો આ બધા પ્રશ્નોના જવાબ...

સૌપ્રથમ જાણો, mRNA ટેક્નોલોજીથી યૈયાર કોવિડ વેક્સિન કેવી રીતે કામ કરે છે?
ફાઇઝર અને મોડર્નાએ તેમની વેક્સિન બનાવવા માટે mRNA ટેક્નિકની મદદ લીધી છે. આની પહેલાં આ ટેક્નિકનો ઘણો ઓછો ઉપયોગ થતો હતો. હાલમાં કોવિડ વેક્સિન બનાવવામાં આ ટેક્નોલોજીનો ઉપયોગ વધી ગયો છે. ઘણી કંપનીઓ ફ્લૂની રસી બનાવવા માટે mRNA ટેક્નિક વાપરી રહી છે.

આ ટેક્નોલોજીથી તૈયાર કોવિડ વેક્સિન રોગો સામે લડનારી ઇમ્યુન સિસ્ટમને ટ્રેનિંગ આપે છે કે કોરોના વાઇરસનો સ્પાઇક પ્રોટીન કેવો હોય છે. ટ્રેનિંગ પછી શરીર સ્પાઇક પ્રોટીન સમજવા લાયક બને છે. જ્યારે પણ શરીર કોરોના સંક્રમિત થાય છે ત્યારે ઇમ્યુન સિસ્ટમ તે વાઇરસના સ્પાઇક પ્રોટીનને ઓળખી લે છે અને તેને પૂરો કરવાના પ્રયત્નો કરે છે.

આવી વેક્સિનથી શું ચેન્જ આવશે, અહીં સમજો
સંશોધકોએ કહ્યું કે, જે ટેક્નોલોજીથી ફાઇઝર-બાયોટેક અને મોડર્નાની વેક્સિન રેડી કરી છે અમે એ જ ટેક્નોલોજી વાપરીને છોડ દ્વારા માણસો સુધી વેક્સિન પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. છોડ સરળતાથી પચી જાય છે જ્યારે સિરિંજથી વેક્સિન લીધા પછી સાઈડ ઈફેક્ટનું જોખમ રહે છે. ઓછા તાપમાનમાં છોડ રાખવાથી તેમાં હાજર વેક્સિન ખરાબ થવાની પણ કોઈ બીક નહીં રહે.

જો આ પ્રયોગ સફળ રહેશે તો ઓછી આવકવાળા દેશ માટે વેક્સિનવાળો છોડ એક વરદાન બનશે. હાલ કોવિડની વેક્સિનની સરખામણીએ આ છોડનું સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન પણ સરળ હશે અને ખર્ચો પણ ઓછો આવશે.

એક વ્યક્તિને કેટલા છોડ જોઈશે?
જવાબ છે, માત્ર એક. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધક જુઆન પાબ્લોએ કહ્યું કે, એક છોડ એક વ્યક્તિ માટે પર્યાપ્ત પર્યાપ્ત mRNAનું નિર્માણ કરશે અને તેને વેક્સિનેટ કરી શકશે. અમારો લક્ષ્ય છોડ દ્વારા વેક્સિન પહોંચાડવાનો છે આથી અમે અમારા બગીચામાં પાલક અને લેટ્ટયુસ વાવી રહ્યા છીએ. ખેડૂતો પણ તેને આખા ખેતરમાં વાવી શકશે.

વૈજ્ઞાનિકો છોડના ક્લોરોપ્લાસ્ટમાં mRNA પહોંચાડશે
સંશોધકોનું માનવું છે કે, છોડમાં હાજર ક્લોરોપ્લાસ્ટ mRNA સંભાળી શકે છે. ક્લોરોપ્લાસ્ટ શું છે, તે પણ સમજીએ.

છોડમાં જે પિગ્મેન્ટને લીધે તેનો રંગ લીલો હોય છે, તેને ક્લોરોપ્લાસ્ટ કહેવાય છે. mRNAને ક્લોરોપ્લાસ્ટમાં કેવી રીતે પહોંચાડવામાં આવે અને કેવી રીતે લાંબા સમય સુધી સુરક્ષિત રાખવી તેનું રિસર્ચ ચાલુ છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આ ઓરલ વેક્સિનની જેમ કામ કરશે.

-130 ડિગ્રી પર વેક્સિન સ્ટોર કરવાની જરૂર નહીં પડે હાલના સમયમાં mRNA વેક્સિનને સ્ટોર કરવા માટે -130 ડિગ્રી તાપમાન અને ડ્રાય આઈસની જરૂર પડે છે. આ બધાને લીધે વેક્સિનની કિંમત વધી જાય છે અને ગ્રામીણ વિસ્તારોમાં વેક્સિન પહોંચાડવી પણ મુશ્કેલ બને છે, પરંતુ વેક્સિનવાળા છોડ સરળતાથી વિકસિત કરી શકાશે. આ છોડને બીજી જગ્યાએ પણ મોકલી શકાશે.