કોરોનાવાઈરસ / COVID-19 વાઈરસ અંગે વૈજ્ઞાનિકોએ વર્ષ 2007માં જ ચેતવણી આપી હતી

Scientists warned of novel coronavirus outbreak in China in 2007
X
Scientists warned of novel coronavirus outbreak in China in 2007

  • ‘ક્લિનિકલ માઈક્રોબાયોલોજી રિવ્યૂ’ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે
  • રિસર્ચ મુજબ, SARS વાઈરસનું મ્યૂટેશન થશે અને આગામી વર્ષોમાં ફરી વાઈરસ ફાટી નીકળશે
  • ચીનમાં ચામડચિડિયાં સહિતનાં સસ્તન પ્રાણીઓનો ભોજન રીતે ઉપયોગ થતો હોવોથી  વાઈરસનું મ્યૂટેશન થવાની વાત કહેવામાં આવી હતી
  • SARS પ્રકારનો કોરોનાવાઈરસ જ છે. તે 30 દેશોમાં ફેલાયો હતો

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 04:05 PM IST

હેલ્થ ડેસ્ક: દુનિયાભરમાં કોરોનાવાઈરસ પોતાનો કહેર વરસાવી રહ્યો છે. અત્યાર સુધી 21 હજારથી વધારે લોકો તેનો ભોગ બની ચૂક્યા છે. આ વાઈરસના ફેલાવાની ચેતવણી વૈજ્ઞાનિકોએ વર્ષ 2007માં જ આપી હતી. ‘ક્લિનિકલ માઈક્રોબાયોલોજી રિવ્યૂ’ નામની મેડિકલ જર્નલમાં વર્ષ 2007માં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ (https://cmr.asm.org/content/20/4/660)માં આ વાત સામે આવી છે.

રિસર્ચ

  • રિસર્ચ મુજબ, ચામડચિડિયાં સહિતના પ્રાણીઓ SARS-CoV વાઈરસના રિઝર્વિઅર અર્થાત આ વાઈરસને તેઓ પોતાના શરીરમાં સંગ્રહ કરે છે અને તે આગામી વર્ષોમાં મ્યૂટેટ થઈને ફરી ફેલાશે.
  • આ રિસર્ચમાં વૈજ્ઞાનિકો દ્વારા વર્ષ 2002માં ચીનમાંથી જ ફાટી નીકળેલાં SARS (સિવિઅર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) વાઈરસ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ પણ એક પ્રકારનો કોરોનાવાઈરસ જ છે. કુલ 36 પ્રકારના કોરોનાવાઈરસ છે. તેમાંથી SARS-CoV એક છે. રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ આ વાઈરસના મ્યૂટેશન પર રિસર્ચ કર્યું હતું.
  • આ રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે ચીનમાં ચામડચિડિયાં સહિતનાં સસ્તન પ્રાણીઓનો ભોજન રીતે ઉપયોગ થતો હોવોથી  SARS વાઈરસનું મ્યૂટેશન થશે અને આગામી વર્ષોમાં ફરી વાઈરસ ફાટી નીકળશે. તેથી તેની અવગણના ન થવી જોઈએ.

SARS-CoV વાઈરસ

SARS વાઈરસ 30 દેશોમાં ફેલાયો હતો અને તેને લીધે વિશ્વભરમાં 700થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ વાઈરસ વર્ષ 2002માં ફાટી નીકળ્યો હતો. આ રિસર્ચ મુજબ, SARS વાઈરસ કેટલાક પક્ષી, ઘેટું, ઉંદરોમાં જોવા મળ્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી