ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપથી માસ્કની તસવીરો:વૈજ્ઞાનિકોએ બતાવ્યું કે વાઈરસથી ભરેલા ટીપાંને માસ્ક કેવી રીતે ફિલ્ટર કરે છે, વૈજ્ઞાનિકોએ કહ્યું; સિન્થેટિક કરતાં કોટનનો માસ્ક વધુ સારો
કોરોનાની સામે રક્ષણ આપતો માસ્ક ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાંથી કેવો દેખાય છે, તેની ઘણી તસવીરો વૈજ્ઞાનિકોએ બહાર પાડી છે. આ તસવીર ઈપી વિસેન્ઝી અને સ્મિથસોનિયન મ્યુઝિયમ કન્ઝર્વેશન ઈન્સ્ટિટ્યૂટે લીધી છે. વૈજ્ઞાનિકોએ સમજવા માટે આ પ્રયોગ કર્યો કે, વિવિધ કપડાં વાઈરસથી ભરેલાં ટીપાં અને એરોસોલ તરીકે ઓળખાતા કણોને કેટલી સારી રીતે ફિલ્ટર કરે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, કોટન કપડાથી બનેલા માસ્ક સિન્થેટિક કરતાં વધુ સારા છે. જુઓ ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપથી કેવો દેખાય છે માસ્ક...
વૈજ્ઞાનિકોએ વિવિધ કપડાંના માસ્કને ઝૂમ કરીને તેની તસવીર જાહેર કરી.
આ કોટન માસ્કના એક ભાગનો ફોટો છે. તેને 25 માઈક્રોમીટર સ્કેલ પર લેવામાં આવ્યો છે. માસ્કને એકદમ નજીકથી જોઇએ તો કોટનના દોરા કંઈક આવા દેખાય છે.
આ તસવીર રેયોન નામના સિન્થેટિક કપડાંથી બનેલા માસ્કનો એક ભાગ છે. આ કપડાને છોડમાંથી તૈયાર કરવામાં આવે છે. ફોટોને 50 માઈક્રોમીટર સ્કેલથી લેવામાં આવ્યો છે.
આ પોલિસ્ટરના કપડાંથી બનેલો માસ્ક છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ કપડા કરતા કોટનનો માસ્ક પહેરવો વધારે સારો છે. આ તસવીરને 75 માઈક્રોમીટર સ્કેલ પર લેવામાં આવી છે.
આ તસવીરમાં કોટન માસ્કના દોરા એક-બીજાની ઉપર વળેલા દેખાય છે. માસ્કમાં જોવા મળતા દોરા લગભગ મનુષ્યના વાળની પહોળાઈ જેટલા હોય છે. તેને 125 માઈક્રોમીટરના સ્કેલ પર લેવામાં આવી છે.
આ ત્રણ લેયરવાળા માસ્કની તસવીર છે. માસ્કના બે લેયરની વચ્ચે લાગેલા ફિલ્ટરને કલર કરીને સમજાવવામાં આવ્યું છે. આ માસ્કની તસવીરને 250 માઈક્રોમીટરથી લેવામાં આવી છે.
પોલિસ્ટર ફેસ માસ્કની આ તસવીરમાં જોઈ શકાય છે કે દોરા એકબીજાની સાથે ગૂંથીને સ્ક્વેર આકાર બનાવે છે. આ રીતે કપડાંની મજબૂતીને વધારવાનું કામ કરે છે. કપડાની આ તસવીર 250 માઈક્રોમીટર સ્કેલ પરથી લેવામાં આવી છે.