• Home
  • Lifestyle
  • Health
  • Scientists make low calorie sugar 'tagatose' from fruit and milk bacteria, beneficial for diabetic patients

રિસર્ચ / વૈજ્ઞાનિકોએ ફળ અને દૂધના બેક્ટેરિયામાંથી ઓછી કેલેરીવાળી ખાંડ 'ટેગાટોઝ' બનાવી, ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો

  • ટેગાટોઝમાં સામાન્ય ખાંડની સરખામણીએ 38.8% ઓછી કેલેરી હોય છે
  • સામાન્ય ખાંડને બદલે ટેગાટોઝનો ઉપયોગ કરવાથી દાંતોમાં કેવિટી થવાનું જોખમ પણ નહીં રહે
  • આ ખાંડને બનાવવા માટે વિશિષ્ટ પ્રકારના એન્ઝાઇમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

Divyabhaskar.com

Nov 28, 2019, 10:44 AM IST

હેલ્થ ડેસ્ક: અમેરિકાના વૈજ્ઞાનિકોએ કેટલાક બેક્ટેરિયાની મદદથી સામાન્ય ખાંડની સરખામણીએ 38.8% ઓછી કેલેરીયુક્ત ખાંડ બનાવી છે. આ ખાડનું નામ ટેગાટોઝ છે. આ ખાંડ બનાવવા માટે અમેરિકાની ટફ્ટસ યુનિવર્સિટીના અસિસ્ટન્ટ પ્રોફેસર નિખિલ નાયર અને તેમના સહયોગી જોસેફ રિસર્ચ કર્યું હતું.

વૈજ્ઞાનિકો મુજબ આ ખાંડનો કોઈ દુષ્પ્રભાવ અત્યાર સુધી સામે આવ્યો નથી. આ ખાંડને અમેરિકાના FDA (ફૂડ એન્ડ ડ્રગ્સ એજન્સી )દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

રિસર્ચમા સામેલ વૈજ્ઞાનિકો અનુસાર આ ખાંડ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થશે. સાથે જ સામાન્ય ખાંડને બદલે આ ખાંડનો ઉપયોગ કરવાથી દાંતોમાં કેવિટી થવાનું જોખમ પણ નહીં રહે.

નેચર કમ્યુનિકેશન નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ મુજબ આ ખાંડનું ઉત્પાદન મોટાપાયે થવામાં હજુ વાર છે. તેને થોડાક જ સમયમાં સુપરમાર્કેટમાં પહોંચાડવામાં આવશે. આ ખાંડને બનાવવા માટે વિશિષ્ટ પ્રકારના એન્ઝાઇમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ગેલેક્ટોઝથી ટેગાટોઝ તૈયાર કરવામાં આવી હતી.

X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી