N95 માસ્ક:અમેરિકાના વૈજ્ઞાનિકોએ N95 માસ્કને 50 વખત રિયુઝ કરી શકાય તેવી પદ્ધતિ વિકસાવી

અમેરિકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • N95 માસ્કને ‘વેપરાઈઝ્ડ હાઈડ્રોજન પેરોક્સાઈડ’થી સાફ કરવામાં આવે છે
  • ડ્યુક યુનિવર્સિટીના રિઝનલ બાયોકન્ટેનમેન્ટ લેબોરેટરી ટીમ દ્રારા માસ્કને રિયુઝેબલ કરાય છે
  • N95 માસ્ક કોરોનાવાઈરસને રોકવામાં સુરક્ષિત ગણાય છે

વોશિંગ્ટન: દુનિયાભરમા કોરોનાવાઇરસ પોતાનો કહેર વરસાવી રહ્યો છે. 30 હજારથી વધુ  લોકો તેનો ભોગ બની ચૂક્યા છે. તેમાં સારવાર કરી રહેલાં ડોક્ટર્સ અને નર્સ પણ સામેલ છે. કોરોનાના ચેપિત લોકોના સારવાર માટે સુરક્ષિત ગણાતા N95 માસ્કના માગ વધી છે પરંતુ તેની અછત વર્તાઈ રહી છે. આ અછતને પૂરી કરવા માટે અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક ઉકેલ શોધ્યો છે. નવા માસ્ક બનાવવાની જગ્યાએ જૂના માસ્કને સાફ કરી 50 વખત ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવસ્થા કરી છે.

ડ્યુક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માસ્ક ફરી સાફ કરી ઉપયોગમાં લઈ શકાય તેવી લેબ વિકસાવી
એક વખત ઉપયોગ થયેલાં માસ્કના ફરી ઉપયોગ માટે ડ્યુક યુનિવર્સિટીના રિઝનલ બાયોકન્ટેનમેન્ટ લેબોરેટરી ટીમ આ માસ્કને સાફ કરી રહી છે. આ ટીમ અમેરિકાના અનેક હેલ્થ વર્કર્સને ઉપયોગ થયેલાં N95 માસ્ક સાફ કરીને ફરી ઉપયોગ માટે આપી ચૂકી છે. આ લેબોરેટરી હોસ્પિટલ્સને પણ માસ્કનો પુન: ઉપયોગ કેમ કરી શકાય તેની પદ્ઘતિ બતાવી રહી છે.

વેપરાઈઝ્ડ હાઈડ્રોજન પેરોક્સાઈડથી માસ્ક સાફ કરાય છે
N95 માસ્કને ‘વેપરાઈઝ્ડ હાઈડ્રોજન પેરોક્સાઈડ’થી સાફ કરવામાં આવે છે. તેનાથી માસ્ક એકદમ જંતુમુક્ત થઈ જાય છે. આ પદ્ઘતિથી માસ્કને 50 વખત સુધી ફરી ઉપયોગમાં લઈ શકાય છે અને તે બધી વખત એટલા જ સુરક્ષિત રહે છે. લેબોરેટરીના ડિરેક્ટર વાયને થોમેનના જણાવ્યા અનુસાર, આ પદ્ધતિનો ઉપયોગ અનેક દશકોથી કરવામાં આવી રહ્યો છે. હવે તેમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે.

માસ્ક સાફ કરવા માટે 4 કલાકનો સમય લાગે છે
વાયને થોમેનના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં લેબમાં એકસાથે 500 માસ્ક સાફ કરવામાં આવતા હતા. આ પ્રોસેસમાં 4 કલાક લાગે છે. આ દરમિયાન માસ્કનો શેપ ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો માસ્કનો શેપ બગડી જાય તો તેને પહેરવામાં મુશ્કેલી થાય છે. માસ્કના ફરી ઉપયોગની આ પદ્ધતિ અન્ય દેશોને પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...