• Home
  • Lifestyle
  • Health
  • Scientists in the United States identified 69 drugs useful in the treatment of coronavirus

અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોનાવાઈરસની સારવારમાં ઉપયોગી 69 દવાની ઓળખ કરી

Scientists in the United States identified 69 drugs useful in the treatment of coronavirus
X
Scientists in the United States identified 69 drugs useful in the treatment of coronavirus

  • BioRxiv વેબસાઈટ પર આ તમામ દવાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું
  • દવાની ઓળખ કરવા માટે વૈજ્ઞાનિકોની ટીમ દ્રારા કોરોનાવાઈસના જનીન પર પ્રયોગ કરવામાં આવ્યો હતો
  • આ દવાઓ કેન્સર અને હાઈપરટેન્શનની સારાવારમાં ઉપયોગી છે

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 07:17 PM IST

હેલ્થ ડેસ્ક: કોરોનાવાઈરસની દવા અને વેક્સીન શોધવા માટે દુનિયાભરમા પ્રયાસ ચાલી રહ્યા છે. તેવામાં અમેરિકાના વૈજ્ઞાનિકોએ 69 દવાની ઓળખ કરી છે, જે કોરોનાવાઈરસ સામે ઉપયોગી છે.  આ તમામ દવાઓ અલગ અલગ રોગોની સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે. BioRxiv વેબસાઈટ પર આ તમામ દવાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.


રિસર્ચ

  • આ દવાની ઓળખ કરવા માટે વૈજ્ઞાનિકોની ટીમ દ્રારા કોરોનાવાઈસના જનીન પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમાં  કોરોનાવાઈરસના 29માંથી 26 જનીનનું અવલોકન કરવામાં આવ્યુ હતું. આ એવા જનીન હતા જે વાઈરસનાં પ્રોટીનનું નિર્માણ કરે છે. રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ માણસના શરીરનાં 332 જનીનની ઓળખ કરી જે આ પ્રોટન પર હુમલો કરે છે.
  • રિસર્ચમાં પુરવાર થયું કે કોરોના વાઈરસના કેટલાક પ્રોટીન માણસના એક જ પ્રોટીન પર હુમલો કરે છે, જ્યારે કેટલાક પ્રોટીન એકસાથે ડઝન પ્રોટીન પર હુમલો કરે છે.
  • રિસર્ચમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્રારા મંજૂરી અપાયેલા 24 દવાની ઓળખ થઈ જે વાઈરસ સામે માણસોના પ્રોટીનનું રક્ષણ કરે છે. આ દવાઓ કેન્સર અને હાઈપરટેન્શનની સારાવારમાં ઉપયોગી છે.

કોરોનાવાઈરસની સારવાર માટે ક્લોરોક્વીન દવા ઘણી ચર્ચામાં છે. આ દવાનો ઉલ્લેખ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યો છે પરંતુ કેટલાક ડોક્ટર્સ પ્રમાણે તે એટલી અસરકાર નથી અને તેના સાઈડ ઈફેક્ટ પણ છે. નેશનલ ઈનસ્ટિટિયૂટ ઓફ એલ્રી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીધના ડિરેક્ટર ડો. એન્થની ફૉસીના જણાવ્યા અનુસાર આ દવા અમુક કેસમાં જ અસરકારક છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના બાયોલોજિસ્ટ નેવન ક્રોગનના જણાવ્યા અનુસાર, ક્લોરોક્વીન દવા માણસના કોષોના પ્રોટીન પર ટાર્ગેટ કરતી હોવાથી તેની આડઅસર પણ છે. તેથી તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેની ખાસ કાળજી લેવાની જરૂર છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી