• Gujarati News
  • Lifestyle
  • Health
  • Scientists In The United States Have Developed Antibodies That Prevent Pregnancy, Blocking Sperm By Up To 99%; The Risk Of Side Effects Is Negligible

નવો વિકલ્પ:અમેરિકાના વૈજ્ઞાનિકોએ પ્રેગ્નન્સી રોકતી એન્ટિબોડીઝ ડેવલપ કરી, તે સ્પર્મને 99% સુધી બ્લોક કરે છે; આડઅસરનું જોખમ નહિવત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્ટિબોડીઝનું ટ્રાયલ ઘેટીઓ પર કરવામાં આવ્યો
  • પશુઓમાં એન્ટિબોડીઝ સ્પર્મ રોકવામાં 99.9% સફળ રહી
  • આ એન્ટિબોડીઝથી ગર્ભનિરોધક દવાની જેમ કોઈ આડઅસર જોવા મળી નહિ

અમેરિકાના વૈજ્ઞાનિકોએ ગર્ભનિરોધક દવાનું કામ કરતી એન્ટિબોડીઝ ડેવલપ કરી છે. તે પ્રેગ્નન્સી રોકવા માટે નોન હોર્મોનલ રીત એન્ટિબોડીઝની મદદ લે છે. તેનાથી હોર્મોન પર અસર થતી નથી. આ એન્ટિબોડીઝ તૈયાર કરનાર નોર્થ કેરોલિના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ મહિલાઓ માટે ગર્ભનિરોધકની નવી રીત છે. તેનાથી ગર્ભનિરોધક દવાની આડઅસરથી મહિલાઓ બચી શકશે.

99% સુધી સ્પર્મ નિષ્ક્રિય કરવામાં સફળ

સંશોધકોએ ઘેટીઓ પર ટ્રાયલ કર્યું. ઘેટી અને મહિલાઓનો રીપ્રોડક્ટિવ ટ્રેક્ટ એકસરખો હોવાથી તેમનાં પર ટ્રાયલ કરવામાં આવ્યું. તેમને એન્ટિબોડીઝની 333 માઈક્રોગ્રામનો હાઈ ડોઝ અપાયો. ડોઝ અપાયા બાદ શરીરમાં રહેલી નેચરલ એન્ટિબોડીઝ અને નવી એન્ટિબોડીઝે સ્પર્મને એગ્સ સુધી પહોંચવા દીધા નહિ. બીજા ટ્રાયલમાં સંશોધકોએ 33.3 માઇક્રોગ્રામનો બીજો ડોઝ ઘેટીને આપ્યો. આ ડોઝ આપ્યા બાદ સ્પર્મ રોકવામાં 97થી 99% સુધી સફળતા મળી.

એન્ટિબોડીઝ આ રીતે ગર્ભનિરોધક દવાનું કામ કરે છે
પુરુષના સ્પર્મ મહિલાના સ્ત્રીબીજ સાથે મળ્યા બાદ જ ભ્રૂણનો વિકાસ થાય છે. વૈજ્ઞાનિકોએ એવી સ્ટ્રોન્ગ એન્ટિબોડીઝ બનાવી જે સ્પર્મને નબળા કરી દે અને બીજ પાસે પહોંચતા રોકે છે.

સંશોધકોનું કહેવું છે કે, પ્રેગ્નન્સી રોકવા માટે પ્રથમ ટ્રાયલ ઘેટી પર કરવામાં આવ્યો છે. તે સફળ રહ્યો છે. પશુઓમાં એન્ટિબોડીઝ સ્પર્મ રોકવામાં 99.9% સફળ રહી છે.

દવાઓ કરતાં શા માટે ચઢિયાતી આ એન્ટિબોડીઝ

સંશોધક સેમ્યુઅલ લાઈનું કહેવું છે કે, ગર્ભનિરોધક દવાઓ લીધા બાદ મહિલાઓમાં માથાનો દુખાવો, વજન વધી જવું, ડિપ્રેશન અને બ્લીડિંગ જેવી આડઅસરો જોવા મળે છે. તેથી ઘણી મહિલાઓ ગર્ભનિરોધક દવાઓ લેતી નથી અને અનવોન્ટેડ પ્રેગ્નન્સીનું જોખમ રહે છે. આવાં જોખમથી બચવાં માટે નવા અને નોન હોર્મોનલ ગર્ભનિરોધક વિકલ્પની આવશ્યકતા હતી જેને એન્ટિબોડીઝના રૂપે તૈયાર કરવામાં આવ્યો છે.