વોશેબલ માસ્ક:ચેન્નાઈના વૈજ્ઞાનિકોએ 20 વાર ધોઈ શકાય તેવું પોલિસ્ટરનું માસ્ક બનાવ્યું, એક માસ્કની કિંમત ₹ 30

ચેન્નાઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વોશેબલ માસ્ક તૈયાર કર્યું
  • આ માસ્ક પોલિસ્ટર ફેબ્રિકથી બનાવવામાં આવ્યું છે
  • નવા માસ્કને ટ્રાયલ માટે સ્વાસ્થ્ય વિભાગને સોંપવામાં આવ્યાં, મંજૂરી મળવા મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે

હેલ્થ ડેસ્ક: કોરોનાવાઈરસના કહેર વચ્ચે દેશમાં તેની માગ વધી રહી છે. વધતી જતી માગને પૂરે કરે તેટલા માસ્કનું ઉત્પાદન નથી થઈ રહ્યું છે. તેથી ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વોશેબલ માસ્ક તૈયાર કર્યું છે. એક માસ્કને ધોઈને 20 વાર તેનો ઉપયોગ કરી શકાય છે. આ માસ્કને પોલિસ્ટર ફેબ્રિકથી તૈયાર કરવામાં આવ્યા છે.

એક માસ્કને 20 વાર ધોઈ ફરી ઉપયોગમાં લઈ શકાય છે
રિસર્ચ ટીમના પ્રમુખ એસ. સુબ્રમણિયમના જણાવ્યા અનુસાર, આ નવા ફેસમાસ્કને 20 વાર ધોઈ શકાય છે. એક માસ્કની કિંમત 30 રૂપિયા છે. ઘણા બધા મટિરિયલનાં પરિક્ષણ પછી પોલિસ્ટરથી વોશેબલ માસ્ક બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ માસ્કથી સરળતાથી શ્વાસ લઈ શકાય છે અને ધોઈ તેનો ફરી ઉપયોગ કરી શકાય છે.


એસ સુબ્રમણિયમના જણાવ્યા અનુસાર, કોટનથી બનેલા માસ્કમાં જલ્દી ભેજ લાગી જાય છે, જ્યારે પોલિસ્ટર ફેબ્રિકમાં તેમ નથી થતું. આ માસ્કને કોઈ પણ સાબુથી ધોઈ શકાય છે. નવા માસ્કને ટ્રાયલ માટે સ્વાસ્થ્ય વિભાગને સોંપવામાં આવ્યા છે. મંજૂરી મળવા પર તેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...