• Gujarati News
  • Lifestyle
  • Health
  • Scientists Have Developed An 'artificial Pancreas' That Will Control Blood Sugar And Get Rid Of The Hassle Of Repeated Insulin Injections.

રિસર્ચ:વૈજ્ઞાનિકોએ 'કૃત્રિમ પેન્ક્રિયાઝ' તૈયાર કર્યું, તે બ્લડ સુગરને કંટ્રોલ કરશે અને વારંવાર ઇન્સ્યુલિનના ઈન્જેક્શન લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃત્રિમ પેન્ક્રિયાઝની મદદથી દર્દી તેમના શરીરમાં હાઈ અને લો બ્લડ સુગરને કંટ્રોલ કરી શકશે

ડાયાબિટીસના દર્દીઓને રાહત આપવા માટે વૈજ્ઞાનિકો કૃત્રિમ પેન્ક્રિયાઝનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. આ ખાસ કરીને તે દર્દીઓને રાહત આપશે જે ટાઈપ-2 ડાયાબિટીસના દર્દી છે અને કિડની ડાયાલિસિની જરૂર છે. કૃત્રિમ પેન્ક્રિયાઝની મદદથી દર્દી તેમના શરીરમાં હાઈ અને લો બ્લડ સુગરને કંટ્રોલ કરી શકશે. દર્દીને અલગથી ઇન્સ્યુલિનના ઈન્જેક્શન લેવાની જરૂર નહીં પડે.

આ ટેસ્ટ કેમ્બ્રિજ યુનિવર્સિટી અને સ્વિટ્ઝરલેન્ડની યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ બર્નના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.

26 દર્દીઓ પર 13 મહિના સુધી રિસર્ચ થયું

  • સંશોધક ડૉ. શેરલોટ બોગટનના જણાવ્યા પ્રમાણે, શરીરમાં હાઈ અને લો બ્લડ સુગરની સ્થિતિમાં સૌથી વધુ જોખમ ડાયાબિટીસ અને કિડનીના દર્દીઓને રહે છે. તેનો સામનો કરવા માટે કૃત્રિમ પેન્ક્રિયાઝ તૈયાર કરવામાં આવ્યું છે.
  • તેના ટ્રાયલ માટે ઓક્ટોબર 2019 અને નવેમ્બર 2020ની વચ્ચે ડાયાબિટીસના 26 એવા દર્દીઓની પસંદ કરવામાં આવી જે ડાયાલિસિ પર હતા. તેમાંથી 13 દર્દીઓમાં કૃત્રિમ પેન્ક્રિયાઝ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. તેમજ અન્ય 13ને ઇન્સ્યુલિન થેરપી આપવામાં આવી.
  • બંને પ્રકારના દર્દીઓની તુલના કરવામાં આવી. 20 દિવસ બાદ તે જોવામાં આવ્યું કે કેટલા સમય સુધી બ્લડ સુગરની ટાર્ગેટ રેન્જ (5.6થી 10.0mmol/L) હતી. રિઝલ્ટમાં સામે આવ્યું કે દર્દીઓમાં વધેલું બ્લડ સુગર કંટ્રોલ થયું.

આ રીતે કામ કરે છે કૃત્રિમ પેન્ક્રિયાઝ

  • જર્નલ નેચર મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચના અનુસાર, કૃત્રિમ પેન્ક્રિયાઝને એક સોફ્ટવેરની મદદથી ઓપરેટ કરવામાં આવે છે. આ સોફ્ટવેર યુઝરના સ્માર્ટફોનમાં રહે છે અને દર્દીમાં ઇન્સ્યુલિન કંટ્રોલ કરવા માટે કૃત્રિમ પેન્ક્રિયાઝને સિગ્નલ મોકલે છે.
  • ગ્લુકોઝ મોનિટરની મદદથી દર્દીમાં બ્લડ સુગરનું લેવલ ચેક કરવામાં આવે છે અને તેના અનુસાર સિગ્નલ મોકલવામાં આવે છે.

હવે સ્વસ્થ કિડનીવાળા દર્દીઓમાં ટ્રાયલ થઈ રહ્યું છે
યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ બર્નના સંશોધક ડૉ. લિયા બેલીના જણાવ્યા પ્રમાણે, કૃત્રિમ પેન્ક્રિયાઝની મદદથી દર્દી ગંભીર બીમારીને આપમેળે કંટ્રોલ કરી શકશે. હવે તેનું ટ્રાયલ એવા લોકો પર કરવામાં આવી રહ્યું છે જે ડાયાબિટીસથી પીડિત છે, પરંતુ તેમને ડાયાલિસિની જરૂર નથી. ટૂંક સમયમાં તેના પરિણામ જાહેર થઈ શકે છે.