• Gujarati News
  • Lifestyle
  • Health
  • Scientists Have Developed A Special Variety Of Genetically Modified Wheat, From Which The Cancer causing Element Has Been Removed.

કેન્સરનું જોખમ ઘટાડવાનો પ્રયાસ:વૈજ્ઞાનિકોએ જેનેટિકલી મોડિફાઈડ ઘઉંની ખાસ જાત વિકસિત કરી, તેમાંથી કેન્સરનું કારણ બનતા તત્ત્વને દૂર કરવામાં આવ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈજ્ઞાનિક હાર્ટફોર્ડશારયરમાં ઘઉંની જેનેટિકલી મોડીફાઈડ જાત ઉગાડી રહ્યા છે

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કેન્સરનું જોખમ ઘટાડવા માટે ઘઉંની નવી જાત વિકસિત કરી છે. વૈજ્ઞાનિકોએ જનીન એડિટિંગ ટેક્નિકથી ઘઉંની નવી જાતમાંથી એસ્પર્જિન નામના એમીનો એસિડની માત્ર ઘટાડી દીધી છે.

બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હાર્ટફોર્ડશારયરમાં ઘઉંની જેનેટિકલી મોડીફાઈડ જાત ઉગાડી રહ્યા છે. આ પ્રોજેક્ટ 5 વર્ષ સુધી ચાલશે. આ પહેલી વખત છે જ્યારે જનીન એડિટિંગ (CRISPR) ટેક્નિકથી યુકે અથવા યુરોપમાં ઘઉંની નવી જાત ઉગાડવામાં આવી છે. ચીન અને અમેરિકામાં આવું પહેલા થઈ ગયું છે.

કેન્સરને કેવી રીતે અટકાવશે, આ રીતે સમજો
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જ્યારે સામાન્ય ઘઉંમાંથી બ્રેડને બેક્ડ અથવા રોસ્ટ કરવામાં આવે છે તો તેમાં રહેલા એસ્પર્જિન કેન્સર ફેલાવતા તત્ત્વ એક્રીલામાઈડમાં ફેરવાઈ જાય છે. તે કેન્સરનું કારણ બની શકે છે. સંશોધકોએ જનીન એડિટિંગ કરતી ઘઉંની નવી જાતમાંથી આ એસ્પર્જિનને દૂર કરી દીધું છે.

બ્રિસ્ટલ યુનિવર્સિટીના સંશોધકો 1990થી જેનેટિકલી મોડિફાઈડ પાક ઉગાડી રહ્યા છે. સંશોધકો આ પહેલા આવા ઘણા પાક ઉગાડી ચૂક્યા છે. સંશોધક નિગેલ હાફોર્ડ જણાવે છે કે, 2002માં એક્રીલામાઈડની શોધ થઈ હતી. ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગથી સાબિત થઈ ગયું છે કે તે કેન્સરનું કારણ બને છે. મનુષ્યમાં પણ તેનાથી કેન્સરનું જોખમ જણાવવામાં આવ્યું છે. ઘઉંના નવા પાકની ગુણવત્તાના સ્તર પર કોઈ ફેરફાર નથી થયો.

વૈજ્ઞાનિકોએ ઘઉંમાંથી એસ્પર્જિન સાથે સંબંધિત જનીન દૂર કર્યું, જે એક્રીલામાઈડ બનવાનું કારણ બને છે
વૈજ્ઞાનિકોએ ઘઉંમાંથી એસ્પર્જિન સાથે સંબંધિત જનીન દૂર કર્યું, જે એક્રીલામાઈડ બનવાનું કારણ બને છે

એમીનો એસિડ કે જે કેન્સરનું કારણ બને છે તે 90% ઓછું
પ્રો. હાફોર્ડના જણાવ્યા પ્રમાણે, નવી જાતની તપાસ કરવા પર તેમાંથી એક્રીલામાઈડની માત્ર બીજા સામાન્ય ઘઉંની જાત કરતા 90 ટકા ઓછી હતી. નવી જાતની મદદથી ધીમે ધીમે લોકોની ખાણીપીણી અને પેકેજ ફૂડથી એક્રીલામાઈડનું જોખમ ઓછું થશે. જો કે તેમાં ઘણો સમય લાગશે.

સંશોધક ડૉ. સારાહ રફાનના અનુસાર, આ પ્રોજેક્ટ 2026 સુધી ચાલશે. લેબમાં તૈયાર જેનેટિકલી મોડિફાઈડ છોડની વાવણી દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કરવામાં આવશે. ટ્રાયલમાં સામેલ લોકો આ પાકમાંથી તૈયાર કરેલા ઘઉંનું પરીક્ષણ કરશે. તેનાથી ક્વોલિટી અને એસ્પર્જિનનું લેવલ ચેક કરી શકાશે.

આ ફૂડ કેન્સરનું જોખમ વધારે છે
ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના કેન્સર એક્સપર્ટ ડૉ. પ્રવીણ ગર્ગના જણાવ્યા પ્રમાણે, આપણી ખોટી ખાણીપીણીથી પણ કેન્સરનું જોખમ વધે છે. અમુક ખાસ પ્રકારની વસ્તુને ડાયટમાંથી દૂર કરીને આ જોખમને ઘટાડી શકાય છે. જાણો એવી 5 વસ્તુ જે કેન્સરનું જોખમ વધારે છે...

1. પ્રોસેસિંગ મીટઃ મીટને પ્રોસેસિંગ દ્વારા લાંબા સમય સુધી ખાવા લાયક બનાવવામાં આવે છે. તેના માટે મીટમાં ઘણા પ્રકારના ફ્લેવર અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે કોલોન કેન્સરનું જોખમ વધે છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જો ડાયટમાં આ પ્રકારનો ખોરાક ઓછો કરીએ તો કેન્સરનું જોખમ ઘટે છે. તે ઉપરાંત વધારે મીઠાવાળો ખોરાક ખાવાનું ટાળવું.

2. મેંદોઃ આ એક એવી વસ્તુ છે જેનો ઘરમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેની તૈયારીમાં ફૂગને દૂર કરતી ફંગિસાઈડ અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં મેંદો સફેદ રાખવા માટે ક્લોરિન ઓક્સાઈડ ઉમેરવામાં આવે છે. આ તમામ કેમિકલ કેન્સરનું જોખમ વધારે છે.

3. સોડાઃ તેમાં વધારે પ્રમાણમાં સુગર હોય છે જે વજન વધારવાની સાથે શરીરમાં સોજાનું કારણ પણ બને છે. તે ઉપરાંત તેમાં ઘણા પ્રકારના કેમિકલ અને આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે જે કેન્સરનું જોખમ વધારે છે.

4. હાઈડ્રોજેનેટેડ ઓઈલ્સઃ વનસ્પતિ તેલમાં સામાન્ય રીતે હાઈડ્રોજેનેટેડ ઓઈલ ઉમેરવામાં આવે છે. તેનો કેન્સર સાથે સીધો સંબંધ છે. તેમાં ટ્રાન્સ-ફેટ વધારે પ્રમાણમાં હોય છે. તે મેદસ્વિતા વધારે છે અને બીમારી સામે લડવાની ક્ષમતા ઘટાડે છે. ઘણા રિસર્ચમાં એ સાબિત થયું છે કે મેદસ્વિતાથી કેન્સરનું જોખમ વધે છે.

5. માઈક્રોવેવ પોપકોર્નઃ આ એવા પોપકોર્ન હોય છે જે કેમિકલવાળા પેકેટમાં આવે છે. તેને માઈક્રોવેવમાં તૈયાર કરવામાં આવે છે. તેને જે બેગમાં રાખવામાં આવે છે તેમાં પરફ્લોરો-એક્ટેનાયક એસિડ હોય છે જે લિવર, બ્લેડર, કિડની અને ટેસ્ટિસના કેન્સરનું જોખમ વધારે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચના અનુસાર, આ કેમિકલ મહિલાઓની ફર્ટિલિટી પર ખરાબ અસર પહોંચાડે છે.