તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Scientists Have Developed A Pain relieving Headset, The Patient Will Be Able To Control The Pain Through The App After Wearing It On The Head; Confirmed In Trial

પેઈનકિલર્સનો વિકલ્પ તૈયાર થશે:વૈજ્ઞાનિકોએ દુખાવો દૂર કરતું હેડસેટ તૈયાર કર્યું, તેને માથામાં પહેર્યા બાદ દર્દી એપ દ્વારા દુખાવાને કંટ્રોલ કરી શકશે; ટ્રાયલમાં પુષ્ટિ થઈ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
હેડસેટ પહેરીને દર્દી દુખાવો આપતી બ્રેનવેવ્સને  જોઈ શકે છે. - Divya Bhaskar
હેડસેટ પહેરીને દર્દી દુખાવો આપતી બ્રેનવેવ્સને જોઈ શકે છે.
  • વૈજ્ઞાનિકોનો દાવો છે કે, તેને 8 સપ્તાહ સુધી પહેર્યા બાદ ઊંઘ, મૂડ અને ક્વોલિટી ઓફ લાઈફમાં સુધારો થાય છે
  • આ હેડસેટ ઈલેક્ટ્રો-એન્સેફાલોગ્રામ (EEG) ટેક્નિકની મદદથી કામ કરે છે
  • સંશોધકોનું કહેવું છે કે, આગામી વર્ષ સુધી આ હેડસેટ માર્કેટમાં ઉપલબ્ધ થશે

વૈજ્ઞાનિકોએ દુખાવો ઓછો કરવા માટે હેડસેટ તૈયાર કર્યું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, તેને 8 સપ્તાહ સુધી પહેર્યા બાદ ઊંઘ, મૂડ અને ક્વોલિટી ઓફ લાઈફમાં સુધારો થાય છે. ચિંતા અને ડિપ્રેશનમાં પણ ઘટાડો આવે છે.

રિસર્ચના જણાવ્યા પ્રમાણે, દુખાવાને ઓછો કરવા માટે ફિઝિયોથેરપી અને પેઈનકિલર્સનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તે દરેક દર્દી માટે અસરકારક સાબિત નથી થતી. કેટલાક કેસમાં આડઅસર અને કેટલાક કિસ્સામાં તેની આદત પણ થઈ જાય છે.

આ રીતે કામ કરે છે હેડસેટ, 4 પોઈન્ટમાં સમજો

  • સંશોધકોના જણાવ્યા મુજબ, એક નાના ટ્રાયલમાં સામે આવ્યું કે આ ડિવાઈસને માથામાં પહેર્યા બાદ દુખાવો ઓછો થાય છે. હકીકતમાં, આ હેડસેટ મગજના બ્રેનવેવ્સને વાંચે છે. પછી બ્રેનને દુખાવાનો સામનો કરવા માટે તૈયાર કરે છે. આ રીતે લક્ષણો ઓછા થાય છે.
  • આ હેડસેટ ઈલેક્ટ્રો-એન્સેફાલોગ્રામ (EEG) ટેક્નિકની મદદથી કામ કરે છે. હેડસેટમાં લાગેલા 8 ઈલેક્ટ્રોડ માથાની સ્કિન (સ્કેલ્પ) પર રાખવામાં આવે છે. આ ઈલેક્ટ્રોડ મગજની ઈલેક્ટ્રિકલ એક્ટિવિટી પર ધ્યાન રાખે છે. આ EEG મશીનથી વાઈ જેવા રોગો વિશે પણ જાણી શકાય છે.
  • તેને ન્યૂરોફીડબેક થેરપી સાથે પણ જોડી શકાય છે. આવું થવા પર બ્રેન સાથે સંબંધિત ડેટાને દર્દી એપ પર જોઈ શકે છે. તેની મદદથી બ્રેનની એક્ટિવિટીને કંટ્રોલ કરી શકાય છે.
  • આર્થરાઇટિસ જેવી બીમારીમાં તીવ્ર દુખાવો થવા પર મગજને સતત નર્વથી સિગ્નલ મળે છે. EEG ન્યૂરોફીડબેક દ્વારા આદુખાવો થતા બ્રેનવેવ્સને દબાવે છે અને દુખાતો ન થતો હોય તેવા બ્રેનવેવ્સને વધારે છે.

એટલા માટે મનુષ્ય દુખાવો અનુભવે છે
નોર્થમ્પ્ટનશાયરના ઈસ્ટ મિડલેન્ડ સ્પાઈન ક્લિકિનકના સ્પાઈન સર્જન અને સંશોધક નિક વિર્ચેના જણાવ્યા મુજબ, બ્રેન જે દુખાવા સાથે સંબંધિત સિગ્નલ મોકલે છે તેને EEG ન્યૂરોફીડબેકની મદદથી બદલી શકાય છે. આપણને દુખાવો ત્યારે અનુભવીએ છીએ જ્યારે, સ્કિન, જોઈન્ટ અને અંગમાં ખાસ પ્રકારના રિસેપ્ટર નર્વ દ્વારા બ્રેન સુધી દુખાવાના સિગ્નલ મોકલે છે.

હેડસેટમાં રહેલા 8 ઇલેક્ટ્રોડ મગજની ઈલેક્ટ્રિક એક્ટિવેટી પર નજર રાખે છે.
હેડસેટમાં રહેલા 8 ઇલેક્ટ્રોડ મગજની ઈલેક્ટ્રિક એક્ટિવેટી પર નજર રાખે છે.

તમામ દર્દીઓના દુખાવામાં સુધારો જોવા મળ્યો
સંશોધકના જણાવ્યા પ્રમાણે, જ્યારે બ્રેનના દુખાવાની જાણકારી દર્દીને એપ પરથી મળવા લાગે છે તો તે આ બ્રેનવેવ્સને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી શકે છે. તીવ્ર દુખાવાનો સામનો કરતા 16 દર્દીઓએ ટ્રાયલ દરમિયાન ઘરે 8 સપ્તાહ સુધી આ હેડસેટનો ઉપયોગ કર્યો. આ દર્દીઓના દુખાવામાં સુધારો જોવા મળ્યો. 90 ટકા દર્દીઓએ કહ્યું, તેની મદદથી ઊંઘ, સ્વભાવ, ક્વોલિટી ઓફ લાઈફ, અને ડિપ્રેશનમાં સુધારો થયો છે.

હેડસેટ આવતા વર્ષે મળે તેવી શક્યતા
સંશોધકોનું કહેવું છે કે, આગામી વર્ષ સુધી આ હેડસેટ માર્કેટમાં ઉપલબ્ધ થશે. આ પહેલા ન્યૂઝીલેન્ડમાં મોટાપાયે ટ્રાયલ કરવામાં આવશે, તેમાં 100થી વધુ લોકોને સામેલ કરવામાં આવશે. લિવરપૂરલમાં ધ વોલ્ટન સેન્ટરના કન્સલ્ટન્ટ ન્યૂરોલોજીસ્ટ ડૉ. નિક સિલ્વર જણાવે છે કે, પોર્ટેબલ EEG-ન્યૂરોફીડબેક ડિવાઈસ એક સારું ડેવલપમેન્ટ છે.