• Gujarati News
  • Lifestyle
  • Health
  • Scientists Have Developed A Contraceptive Antibody To Prevent Pregnancy, Weakening And Inactivating Sperm In 15 Seconds

હ્યુમન કૉન્ટ્રાસેપ્શન એન્ટિબોડી:વૈજ્ઞાનિકોએ પ્રેગ્નન્સી રોકવા માટે ગર્ભનિરોધક એન્ટિબોડી ડેવલપ કરી, તે સ્પર્મને 15 સેકન્ડમાં નબળા કરી નિષ્ક્રિય કરે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગર્ભનિરોધક એન્ટિબોડીઝ સ્પર્મને 15 સેકન્ડની અંદર એક ગુચ્છાના રૂપમાં ગૂંચવીને નબળા અને નિષ્ક્રિય બનાવી દે છે - Divya Bhaskar
ગર્ભનિરોધક એન્ટિબોડીઝ સ્પર્મને 15 સેકન્ડની અંદર એક ગુચ્છાના રૂપમાં ગૂંચવીને નબળા અને નિષ્ક્રિય બનાવી દે છે
  • તેને બૉસ્ટન યુનિવર્સિટી અને સેનડિએગોની કંપની જેબબાયોએ મળીને તૈયાર કરી
  • અમેરિકાના વૈજ્ઞાનિકોએ તેને હ્યુમન કૉન્ટ્રાસેપ્શન એન્ટિબોડી નામ આપ્યું
  • એન્ટિબોડીનું માણસો પર પ્રથમ ફેઝનું ટ્રાયલ ચાલી રહ્યું છે

અમેરિકાના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારની ગર્ભનિરોધક એન્ટિબોડી વિકસિત કરી છે. તે સ્પર્મને નબળા કરે છે જેથી જન્મ દર કન્ટ્રોલ કરી શકાય. તેને બૉસ્ટન યુનિવર્સિટી અને સેનડિએગોની કંપની જેબબાયોએ મળીને તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોએ તેને 'હ્યુમન કૉન્ટ્રાસેપ્શન એન્ટિબોડી' નામ આપ્યું છે.

ગર્ભનિરોધક એન્ટિબોડીનું માણસની અલગ અલગ ક્વોલિટીના સ્પર્મ પર ટ્રાયલ કરવામાં આવ્યું. ટ્રાયલમાં સામે આવ્યું કે, તે 15 સેકન્ડમાં સ્પર્મને નબળા કરી તેને નિષ્ક્રિય કરે છે.

દાવો: સોજાનું જોખમ નહિ
બૉસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર દેબોરહ એન્ડરસન કહે છે કે, આ ગર્ભનિરોધક એન્ટિબોડીને મહિલાની ડિમાન્ડ પર તેમની વજાઈનામાં ઈન્જેક્ટ કરવામાં આવી શકે છે. આ એન્ટિબોડી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં કોઈ પ્રકારનો સોજો લાવતી નથી. આ એન્ટિબોડીનું માણસો પર પ્રથમ ફેઝનું ટ્રાયલ પણ થઈ રહ્યું છે.

એક રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં 15થી 49 વર્ષની 65% મહિલાઓ કોઈને કોઈ ગર્ભનિરોધક રીતને અપનાવે છે. આ નવી રીતને એ મહિલાઓ અપનાવી શકે છે જે વર્તમાનમાં કોઈ ગર્ભનિરોધક રીતનો ઉપયોગ ન કરતી હોય.

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ બીમારીઓ રોકી શકાશે
સંશોધકોનું કહેવું છે કે, એવી ઘણી બીમારીઓ છે જે સંભોગ કરવા પર સ્વસ્થ વ્યક્તિમાં ફેલાય છે. HIV વાઈરસ અને હર્પીસ સિમ્પ્લેક્સ વાઈરસ જેવી બીમારીઓને આ એન્ટિબોડીઝથી રોકી શકાય છે. આવી બીમારીઓમાં ગર્ભ નિરોધક એન્ટિબોડીઝને અન્ય એન્ટિબોડીઝ સાથે ઉમેરી ઉપયોગ કરી શકાય છે. આમ કરવા પર શારીરિક સંબંધનાં માધ્યમથી ફેલાતી બીમારીઓ રોકી શકાય છે.

સંશોધકનું કહેવું છે કે ગર્ભનિરોધક ઉપાયોમાં કોન્ડમ સિવાય મોટા ભાગના ઉપાય મહિલાઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે. હાલ નેસ્ટૉરવનનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. તે પ્રથમ હોર્મોન કૉન્ટ્રાસેપ્ટિવ છે જેનો ઉપયોગ પુરુષ કરી શકે છે. તેને દવા નહિ બલકે એક જેલ તરીકે ડેવલપ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...