કેન્સરની નવી સારવાર:વૈજ્ઞાનિકોએ કેન્સરની નવી સારવાર શોધી, હવે ફોટો ઈમ્યુનોથેરપીથી કેન્સરનો ઈલાજ થશે, ઉંદરો પર ટ્રાયલ સફળ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી ટ્રીટમેન્ટ ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરશે

કેન્સરના દર્દીઓ માટે વૈજ્ઞાનિકોએ નવી ટ્રીટમેન્ટ શોધી કાઢવાનો દાવો કર્યો છે. તેમણે કેન્સર માટે ફોટો ઈમ્યુનોથેરપીમાં સફળતા મળી ગઈ છે. આ સર્જરી, કિમોથેરપી, રેડિયોથેરપી અને ઈમ્યુનોથેરપી પછી તે કેન્સરની 5મી ટ્રીટમેન્ટ હશે. તેમાં તે નાનાં-નાનાં સેલ્સને નષ્ટ કરવામાં આવશે, જે અગાઉની થેરપીમાં રહી ગયા હતા.

લંડનના કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોએ થેરપીનો ઉંદરો પર સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. ટ્રાયલ ગ્લિયોબ્લાસ્ટોમા કેન્સરથી પીડિત ઉંદરો પર કરવામાં આવ્યું.

નવી ટ્રીટમેન્ટ ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરશે​​​​​​​​​​​​​​

સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ફોટો ઇમ્યુનોથેરાપી પછી દર્દીની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે.
સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ફોટો ઇમ્યુનોથેરાપી પછી દર્દીની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે.

ગ્લિયોબ્લાસ્ટોમા બ્રેન કેન્સરમાં સૌથી સામાન્ય છે. ફોટો ઈમ્યુનોથેરપીમાં મગજમાં એકદમ નાનાં કેન્સર સેલ્સ પણ સરળતાથી દેખાશે. ડૉક્ટરોએ તેમણે સરળતાથી બહાર કાઢ્યા. જે ન નીકળી શક્યા, તે પણ સારવારની થોડીવાર પછી નષ્ટ થઈ ગયા. દાવો કરવામાં આવ્યો છે કે આ ટ્રીટમેન્ટ પછી પણ દર્દીની ઈમ્યુન સિસ્ટમ મજબૂત થશે. દર્દીમાં ફરી ગ્લિયોબ્લાસ્ટોમાના લક્ષણો દેખાતા જ તેને ફરીથી અટકાવી શકાશે.

ઉંદરો પછી હ્યુમન ટ્રાયલ શરૂ થશે
રિસર્ચમાં સામેલ ડૉ. ગ્રેબિએલા ક્રેમર-મરેકીએ કહ્યું, કેન્સરની આ પ્રકારની ટ્રીટમેન્ટ જટિલ છે. મગજમાં ટ્યુમર હોવાના કારણે આ ટ્રીટમેન્ટ વધુ પડકારરૂપ બની જાય છે. આવી સ્થિતિમાં ટ્યુમર સેલ્સ ઓળખવાની ટેક્નિક મળવી એ પણ એક મોટી સફળતા છે.

ઉંદરો પછી ગ્લિયોબ્લાસ્ટોમાથી પીડિત મનુષ્યો પર પણ વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગ કરવાવામાં આવશે. સફળ થવા પર કેન્સરના બાકીના સ્વરૂપોની પણ તપાસ કરવામાં આવશે. વૈજ્ઞાનિકો હવે ન્યુરોબ્લાસ્ટોમા કેન્સરની ટ્રીટમેન્ટ પર પણ રિસર્ચ કરી રહ્યા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે- અત્યાર સુધી જે થેરપી ઉપલબ્ધ હતી તેમાં કેન્સરના કોષો શરીરમાં રહેતા હતા, પરંતુ દર્દીઓ ફોટો ઇમ્યુનોથેરાપીમાં લાંબું જીવી શકશે.
નિષ્ણાતોનું કહેવું છે કે- અત્યાર સુધી જે થેરપી ઉપલબ્ધ હતી તેમાં કેન્સરના કોષો શરીરમાં રહેતા હતા, પરંતુ દર્દીઓ ફોટો ઇમ્યુનોથેરાપીમાં લાંબું જીવી શકશે.

લાંબા સમય સુધી દર્દીઓ જીવી શકશે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે થેરપીમાં કેન્સરના નાનાં સેલ્સ અંધારામાં ઝડપથી ચમકશે. ડૉક્ટર તેણે જોઈ સરળતાથી કાઢી શકશે. એક્સપર્ટનું કહેવું છે કે, અત્યાર સુધી જે થેરપી હતી, તેમાં કેન્સર સેલ્સ બોડીમાં રહી જતા હતા. તેના કારણે દર્દીઓનું જલ્દી મૃત્યુ થવાનું જોખમ રહેતું હતું, પરંતુ ફોટો ઈમ્યુનોથેરપીની મદદથી દર્દી લાંબા સમય સુધી જીવી શકશે.

અન્ય સમાચારો પણ છે...