કોરોના પછી નવું જોખમ:વૈજ્ઞાનિકોએ સમુદ્રમાં 5,500 નવા વાઈરસ શોધ્યા; તે ભવિષ્યમાં નવી બીમારીઓનું કારણ બની શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યાં સમગ્ર વિશ્વ છેલ્લા બે વર્ષથી કોરોનાવાઈરસનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે વૈજ્ઞાનિકોએ સમુદ્રમાં 5,500 નવા વાઈરસ શોધી કાઢ્યા છે. અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, કોરોનાની જેમ આ પણ RNA વાઈરસ છે. ચિંતાની વાત એ છે કે શોધાયેલા વાઈરસ ભારતના અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પણ છે.

વિશ્વના તમામ સમુદ્રો પર સ્ટડી થઈ

વાRરસ શોધવા માટે, વૈજ્ઞાનિકોએ વિશ્વના તમામ મહાસાગરોના 121 વિસ્તારોમાંથી નમૂના લીધા.
વાRરસ શોધવા માટે, વૈજ્ઞાનિકોએ વિશ્વના તમામ મહાસાગરોના 121 વિસ્તારોમાંથી નમૂના લીધા.

આ સ્ટડીને તાજેતરમાં સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. વાઈરસ શોધવા માટે વૈજ્ઞાનિકોએ દુનિયાના તમામ સમુદ્રોના 121 વિસ્તારોમાંથી પાણીના 35 હજાર સેમ્પ્લસ લેવામાં આવ્યા. તપાસમાં તેમને લગભગ 5,500 નવા RNA વાઈરસ મળ્યા. તે 5 વર્તમાન પ્રજાતિઓ અને 5 નવી પ્રજાતિઓના હતા.

સંશોધક મેથ્યુ સુલિવાનનું કહેવું છે કે સેમ્પલ અનુસાર નવા વાઈરસની સંખ્યા ઘણી ઓછી છે. થઈ શકે છે કે ભવિષ્યમાં લાખોની સંખ્યામાં વાઈરસ મળે.

નવા વાઈરસથી થતી બીમારીઓની તપાસ થશે

વૈજ્ઞાનિકોના મતે ભવિષ્યમાં લાખો વાઈરસ મળી શકે છે.
વૈજ્ઞાનિકોના મતે ભવિષ્યમાં લાખો વાઈરસ મળી શકે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રિસર્ચ ખાસ RNA વાઈરસ વિશે કરવામાં આવ્યું છે કેમ કે DNA વાઈરસની તુલનામાં વૈજ્ઞાનિકોએ તેના પર સ્ટડી ઓછી કરી છે. સુલિવાનના અનુસાર, આજે આપણે માત્ર તે RNA વાઈરસ વિશે જાણીએ છીએ, જેણાથી વિશ્વ મૃત્યુના જોખમમાં છે. તેમાં કોરોના, ઈન્ફ્લુએન્ઝા અને ઈબોલા વાઈરસ સામેલ છે. એટલા માટે ભવિષ્યમાં નવી બીમારીઓથી બચવા માટે આપણે પહેલાથી તૈયાર રહેવું જરૂરી છે.

ટારાવિરિકોટા નામના વાઈરસની પ્રજાતિ દરેક સમુદ્રમાં છે
રિસર્ચમાં ટારાવિરિકોટા, પોમીવિરિકોટા, પેરાજેનોવિરિકોટા, વામોવિરિકોટા અને આર્કટિવિરિકોટા નામના 5 નવા વાઈરસની પ્રજાતિઓ મળી આવી છે. તેમાંથી ટારાવિરિકોટા પ્રજાતિ દુનિયાના દરેક સમુદ્રમાં મળી છે. તેમજ આર્કટિવિરિકોટા પ્રજાતિના વાઈરસ આર્કટિક સાગરમાં મળી આવી.

સુલિવાનના અનુસાર, ઈકોલોજીના હિસાબથી જોવા જઈએ તો આ શોધ ઘણી જરૂરી છે. આ સ્ટડી સમુદ્રી ક્લાઈમેન્ટ ચેન્જની તપાસ કરનાર તારા ઓશિયંસ કંસોર્ટિયમ નામના ગ્લોબલ પ્રોજેક્ટનો ભાગ છે.

બધા વાઈરસમાં મળ્યા જૂના જનીન
સ્ટડીમાં તમામ RNA વાઈરસમાં RdRp નામનું પ્રાચીન જનીન મળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ જનીન અબજો વર્ષ જૂનું છે.ત્યારથી તે ઘણી વખત ઈવોલ્વ થઈ ચૂક્યું છે. RdRpની ઉત્પત્તિ કેવી રીતે થઈ, વાઈરસમાં તેનું શું કામ છે, મનુષ્ય માટે તે કેટલું જોખમકારક છે, આ તમામ સવાલોના જવાબ આપવામાં વૈજ્ઞાનિકોને ઘણો સમય લાગશે.