• Home
  • Lifestyle
  • Health
  • Scientists developed soft and stretchable batteries, it can also be used to monitor heartbeat

સંશોધન / વૈજ્ઞાનિકોએ સોફ્ટ અને સ્ટ્રેચેબલ બેટરી બનાવી, તેનો ઉપયોગ હૃદયના ધબકારા મોનિટર કરવા પણ થઈ શકશે

Scientists developed soft and stretchable batteries, it can also be used to monitor heartbeat

  • સંશોધકોએ એક ખાસ પ્રકારના પ્લાસ્ટિક પોલિમરથી એક સોફ્ટ અને સ્ટ્રેચેબલ બેટરી બનાવી છે
  • વિશેષતા - ટ્રેડિશનલ બેટરીની સરખામણીએ વધુ પાવર સેવ કરે છે, શરીર પ્રમાણે વળી શકે અને સ્ટ્રેચ થઈ શકે છે

Divyabhaskar.com

Jan 29, 2020, 12:29 PM IST

હેલ્થ ડેસ્કઃ સંશોધકોએ વિશિષ્ટ પ્રકારના પ્લાસ્ટિક પોલિમરમાંથી સોફ્ટ અને સ્ટ્રેચેબલ બેટરી બનાવી છે, જે ટ્રેડિશનલ બેટરી કરતાં વધારે પાવર સેવ કરે છે. ભવિષ્યમાં તેને સેન્સરની જેમ વિકસિત કરવામાં આવશે જેથી, તે માનવની ત્વચા સાથે ચોંટી જઇને ધબકારા મોનિટર કરવામાં મદદરૂપ બનશે.

જર્નલ નેચર કમ્યુનિકેશન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, સ્માર્ટવોચ જેવા વેરેબલ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાં મોટી અને મજબૂત બેટરીનો ઉપયોગ થાય છે. તેમાં પાવર બેકઅપ પણ બહુ ઓછું હોય છે. તે પહેરવામાં પણ આરામદાયક નથી હોતી. તેમજ, કેમિકલ લિકેજ થવાનો પણ ભય રહે છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધક અને કેમિકલ એન્જિનિયર ઝેનાન બાઓએ જણાવ્યું કે, અમારી પાસે અત્યાર સુધી એવી બેટરી નહોતી જે આપણા શરીર પ્રમાણે ખેંચાઈ શકે અને વળી શકે. અમે હવે એવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ બનાવી છે જેને લોકો આરામથી પહેરી શકશે. આ નવાં સંશોધનથી વસ્તુઓ સરળ બની ગઈ છે.

નવી બેટરી પહેરી શકાય છે

આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ એક પોલિમર વિકસિત કર્યું છે, જે સોલિડ અને સ્ટ્રેચેબલ છે. તેના લીકેજની શક્યતા ઓછી છે. આ સાથે જ તે ચોંટી જાય એવું છે. પોલિમર ઇલેક્ટ્રોલાઇટ બેટરીના ધ્રુવ વચ્ચે ઇલેક્ટ્રિક ચાર્જ લઈ જાય છે. સંશોધકોએ લેબમાં બેટરીનું ટેસ્ટિંગ કરીને જણાવ્યું કે, બેટરીની વાસ્તવિક લંબાઈને બણું ખેંચીને, વાળ્યા અને તેને ટ્વિસ્ટ કર્યાં પછી પણ તે પાવર આઉટપુટ જાળવી રાખે છે.

નવી બેટરીનો આકાર અંગુઠાના નખ સમાન છે
વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર, આ ડિવાઇસનો ઉપયોગ પાવર સ્ટ્રેચેબલ સેન્સર તરીકે પણ થઈ શકે છે, જે ત્વચામાં ચોંટી જઇને હૃદયના ધબકારા અને અંગોના મોનિટરમાં મદદરૂપ બની શકે છે. આ નવી બેટરીનો શેપ અંગૂઠાના નખ સમાન છે.

X
Scientists developed soft and stretchable batteries, it can also be used to monitor heartbeat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી