સંશોધન / વૈજ્ઞાનિકોએ દુનિયાનું સૌથી નાનું સ્ટેન્ટ વિકસિત કર્યું, ગર્ભસ્થ શિશુની કિડનીને ઓછું નુકસાન થશે

Scientists develop the world's smallest stent, less harm to the unborn baby's kidney

Divyabhaskar.com

Aug 11, 2019, 11:48 AM IST

હેલ્થ ડેસ્કઃ વૈજ્ઞાનિકોએ વિશ્વનું સૌથી નાનું સ્ટેન્ટ વિકસિત કર્યું છે, જે અત્યારના કોઈપણ સ્ટેન્ટ કરતા 40 ગણું નાનું છે. સ્ટેન્ટ એ એક કૃત્રિમ ઉપકરણ છે, જેનો ઉપયોગ શરીરના કુદરતી મૂત્રમાર્ગમાં રોગગ્રસ્ત પ્રવાહ રોકવા અથવા તેના પર પ્રતિક્રિયા આપવા માટે થાય છે. સ્ટેન્ટ્સનો ઉપયોગ ધમની, નસ, અન્નનળી અને યુરેટર વગેરેની સારવારમાં થાય છે. સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યૂરિક સ્થિત ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધનકારોએ જણાવ્યું કે, આ સ્ટેન્ટનો ઉપયોગ હૃદયની બંધ ધમનીઓની સારવાર માટે થાય છે. પરંતુ ગર્ભની પેશાબની નળીઓ હૃદયની ધમનીઓની તુલનામાં ઘણી સાંકડી હોય છે. દર એક હજારે એક બાળકના મૂત્રમાર્ગના સંકોચનની ફરિયાદ રહે છે, ઘણી વખત આ સમસ્યા ગર્ભસ્થ શિશુમાં પણ જોવા મળી છે.

આવી સ્થિતિમાં, મૂત્રાશયમાં પેશાબને ખતરનાક સ્તરે પહોંચતા અટકાવવા માટે પેડિયાટ્રિક સર્જન મૂત્રમાર્ગના અસરગ્રસ્ત ભાગને કાપી નાખી અલગ કરી દે છે અને બાકીના ભાગને ફરી જોડી દે છે. જર્નલ એડવાન્સ્ડ મટિરિયલ્સ ટેક્નોલોજીમાં પ્રકાશિત સંશોધન મુજબ, ગર્ભસ્થ શિશુની ધમની કે નળીમાં આવેલાં સંકોચનને દૂર કરવા માટે સ્ટેન્ટ લાગાવવાથી કિડનીને ઓછું નુકસાન થશે.

પ્રયોગશાળા સંશોધનકારોએ નવી ટેક્નિક વિકસાવી છે, જેની મદદથી 100 માઇક્રોમીટર વ્યાસનાં સ્ટેન્ટ બનાવી શકાય છે. મુખ્ય સંશોધનકર્તા કાર્મેલા ડી માર્કોએ જણાવ્યું હતું કે, અમે વિશ્વનું સૌથી નાનું સ્ટેન્ટ પ્રિન્ટ કર્યું છે, જે અત્યાર સુધી બનેલાં સ્ટેન્ટ કરતાં 40 ગણું નાનું છે. સ્ટેન્ટ 4D પ્રિન્ટિંગ ટેકનોલોજીના આધારે બનાવવામાં આવ્યું છે. જો કે, આ સ્ટેન્ટને બજારમાં લોન્ચ કરતાં પહેલાં હજી તેનાં અનેક પરીક્ષણો કરવાના બાકી છે.

X
Scientists develop the world's smallest stent, less harm to the unborn baby's kidney
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી