તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Scientists Develop The World's First Wireless, Battery Free Heart Pacing Device That DISSOLVES Within Seven Weeks

અમેરિકન વૈજ્ઞાનિકોનું પેસમેકર:દુનિયાનું પ્રથમ બેટરી વગરનું વાયરલેસ પેસમેકર; ઓપન હાર્ટ સર્જરી અને હાર્ટ અટેક આવ્યા બાદ તેને કાઢવાની જરૂર નહિ, તે આપમેળે પીગળી જશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોર્થવેસ્ટર્ન અને જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ વાયરલેસ પેસમેકર તૈયાર કર્યું
  • તે એવા પ્રકારના બાયો મટિરિયરથી બન્યું છે જે 5થી 7 અઠવાડિયાંમાં શરીરમાં આપમેળે પીગળી જાય છે

વૈજ્ઞાનિકોએ દુનિયાનું પ્રથમ બેટરી વગરનું વાયરલેસ પેસમેકર તૈયાર કર્યું છે. ખાસવાત એ છે કે આ ઈમ્પ્લાન્ટને શરીરમાંથી કાઢવાની જરૂરિયાત રહેતી નથી. તે શરીરમાં આપમેળે પીગળી જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ એવા ટેમ્પરરી પેસમેકરનો વિકલ્પ છે જેને લગાવ્યા બાદ સર્જરી કરી તેને કાઢવું પડે છે.

પેસમેકર લગાવાનું કારણ
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ ડિવાઈસ એક દિવસ ટેમ્પરરી પેસમેકરને રિપ્લેસ કરશે. ઓપન હાર્ટ સર્જરી, હાર્ટ અટેક અને ડ્રગ ઓવરડોઝ બાદ કેટલાક દર્દીઓને ટેમ્પરરી પેસમેકરની આવશ્યકતા રહે છે. ઓપન હાર્ટ સર્જરી દરમિયાન ટેમ્પરરી પેસમેકરને હૃદયની માંસપેશી સાથે અટેચ કરવામાં આવે છે. એક વખત હૃદય સામાન્ય બની જાય ત્યારબાદ પેસમેકર કાઢી દેવામાં આવે છે, પરંતુ વર્તમાનમાં તૈયાર ડિવાઈસને સર્જરી કરી દૂર કરવાની જરૂર નહિ રહે.

5થી 7 અઠવાડિયાંમાં પીગળી જાય છે
આ પેસમેકર તૈયાર કરનાર નોર્થવેસ્ટર્ન અને જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પેસમકેર ઘણું પાતળું અને વજનમાં હળવું છે. તે પોતાને ચાર્જ કરવા માટે શરીરની બહાર રાખેલા રિમોટ એન્ટિનાનો ઉપયોગ કરે છે. તે એવા પ્રકારના બાયો મટિરિયરથી બન્યું છે જે 5થી 7 અઠવાડિયાંમાં શરીરમાં આપમેળે પીગળી જાય છે.

તે સંક્રમણ ઘટાડે છે
સંશોધક જોન એ રોજરનું કહેવું છે કે, પેસમેકરમાં અથવા હૃદય પાસે હાર્ડવેર રાખવા પર દર્દીમાં સંક્રમણ ફેલાવાનું જોખમ રહે છે, પરંતુ નવાં પેસમેકરમાં ભારે બેટરીનો ઉપયોગ ન થવાને કારણે તે હળવું છે અને તેમાં સંક્રમણનું જોખમ ઘટે છે. તેને કારણે તે ઓછી કિંમતે દર્દીને ફાયદો પહોંચાડે છે. આ ડિવાઈસ માણસોના ઉપયોગ માટે ક્યાં સુધીમાં તૈયાર થશે અને તેની કિંમત શું હશે તેના વિશે વૈજ્ઞાનિકોએ હજુ કોઈ ખુલાસો કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...