• Gujarati News
  • Lifestyle
  • Health
  • Scientists Develop EARMUFFS That Can Measure Blood Alcohol Levels Through The Skin But It Takes More Than Two HOURS

'ઈયરમફ' બ્રીધએનલાઈઝરનો નવો વિકલ્પ:જાપાનના વૈજ્ઞાનિકોએ કાન પર અટેચ કરવામાં આવતું ડિવાઈસ 'ઈયરમફ' બનાવ્યું, તે શરીરમાં આલ્કોહોલ લેવલની ઓળખ કરશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાપાનની ટોક્યો મેડિકલ એન્ડ ડેન્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો 'ઈયરમફ' ડેવલપ કર્યું
  • આ ડિવાઈસ સ્કિન, કાન અને પરસેવાથી આલ્કોહોલ લેવલ ચેક કરી શકે છે
  • આ એટલું એડવાન્સ છે કે તે ઈથેનોલ સિવાય એસિટોન અને એસિટઆલ્ડિહાઈડ જેવાં કેન્સર ઉત્પન્ન કરનાર રસાયણોની પણ ઓળખ કરે છે

અત્યાર સુધી વ્યક્તિએ આલ્કોહોલનું સેવન કર્યું છે કે કેમ તે જાણવા માટે બ્રીધએનલાઈઝરનો ઉપયોગ કરવામાં આવતો હતો. જાપાનીઝ વૈજ્ઞાનિકોએ આ પદ્ધતિનો વિકલ્પ એક ડિવાઈસથી શોધી કાઢ્યો છે. તેને 'ઈયરમફ' નામ આપવામાં આવ્યું છે. તે વોકમેન જેવું લાગે છે. તેને વ્યક્તિના કાન પર લગાવતાં માલુમ કરી શકાય છે કે તેણે કેટલી માત્રામાં આલ્કોહોલનું સેવન કર્યું છે.

આ રીતે કામ કરે છે ડિવાઈસ

  • ઈયરમફને તૈયાર કરનાર જાપાનની ટોક્યો મેડિકલ એન્ડ ડેન્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સામાન્ય રીતે મોંઢાથી બ્રીથએનલાઈઝરમાં હવામાં ફૂંકીને આલ્કોહોલનું લેવલ જાણી શકાય છે, પરંતુ શરીરના અન્ય ભાગથી પણ આ કામ કરી શકાય છે.
  • વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, શ્વાસ સિવાય સ્કિન, કાન અને પરસેવાથી પણ ઈથેનોલ (આલ્કોહોલ) ગેસ રીતે નીકળે છે. તેની મદદથી શરીરમાં આલ્કોહોલ લેવલ જાણી શકાય છે.
  • હાથ પગની સ્કિન અને પરસેવાની સરખામણીએ કાનની સ્કિનથી વધારે ઈથેનોલ નીકળે છે, તેથી જાપાનના વૈજ્ઞાનિકોએ કાન પર નવાં ડિવાઈસનો ઉપયોગ કર્યો અને પરિણામ ચોંકાનારા હતા.
  • વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઈથેનોલ ગેસ સ્વરુપે સ્કિનમાંથી બહાર આવે છે. જ્યારે આ ડિવાઈસને કાન પર લગાડવામાં આવે છે ત્યારે ડિવાઈસ આ ગેસની તપાસ કરી બ્લડમાં રહેલું આલ્કોહોલ લેવલ જણાવે છે.
  • શરીરમાં ઈથોનોલની માત્ર અલગ અલગ હોવા પર ડિવાઈસમાંથી અલગ અલગ તીવ્રતાવાળો પ્રકાશ નીકળે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, આ ડિવાઈસ ઈથેનોલ સિવાય એસિટોન અને એસિટઆલ્ડિહાઈડ જેવાં કેન્સર ઉત્પન્ન કરનાર રસાયણોની પણ ઓળખ કરે છે.

શા માટે આ ડિવાઈસ બ્રીધએનલાઈઝર કરતાં સારું?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બ્રીધએનલાઈઝરને મોંઢામાં લગાવવાનું હોય છે. ઘણા બધા લોકોને આ વાત ખટકતી હોય છે. આ સિવાય ઘણી વખત આલ્કોહોલનું સેવન કર્યા બાદ લોકો માઉથવૉશ અથવા બ્રીધ સ્પ્રેનો ઉપયોગ કરી પોલીસને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે નવું ડિવાઈસ કાન પર લગાવવામાં આવશે. તેના પરિણામ એકદમ ચોક્કસ હશે.

રિસર્ચર કોહજી મિટસુબયાશીના જણાવ્યા પ્રમાણે, તેઓ શરીરના એવા ભાગ પર ડિવાઈસનો ઉપયોગ કરવા માગે છે કે, જ્યાંથી તાત્કાલિક ઈથેનોલની ઓળખ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...