તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Scientists Develop A Blood Test That Is 15 TIMES More Likely Than Current Methods To Identify High Risk Individuals Before Irreversible Vision Loss Occurs

નવો ટેસ્ટ:સમયસર ગ્લુકોમાની માહિતી આપવામાં જિનેટિક ટેસ્ટ અન્ય પદ્ધતિ કરતાં 15ગણો વધુ સારો, યોગ્ય સમયે સારવાર કરવાથી તેને કન્ટ્રોલ કરી શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયાની ફ્લાઈંડર્સ યુનિવર્સિટીના સંશોધકોએ નવો જિનેટિક ટેસ્ટ ડેવલપ કર્યો
  • તેનાથી શરૂઆતના સ્ટેજમાં ગ્લુકોમાની ઓળખ કરી દર્દીની સારવાર કરી શકાય છે

માણસ ગ્લુકોમાથી પીડિત છે કે નહિ તેની માહિતી જિનેટિક બ્લડ ટેસ્ટથી પણ કરી શકાય છે. હાલમાં થતાં ટેસ્ટ કરતાં નવી રીત 15ગણી વધુ સારી છે. આ ટેસ્ટથી ગ્લુકોમાના શરૂઆતના સ્ટેજમાં જ તેની ઓળખ કરી શકાય છે.

આ નવી રીત ઓસ્ટ્રેલિયાની ફ્લાઈંડર્સ યુનિવર્સિટીના સંશોધકોએ વિકસિત કરી છે. સંશોધકોનું કહેવું છે કે, જિનેટિક બ્લડ ટેસ્ટ બીમારીની માહિતી સમયસર આપવા માટે કેટલો સફળ છે તે જાણવા માટે 4,13,844 લોકો પર ટેસ્ટ કરવામાં આવ્યો. તેમાં ગ્લુકોમાના દર્દી અને સ્વસ્થ બંને પ્રકારના લોકો સામેલ હતા.

ગ્લુકોમા શું છે?

દુનિયાભરમાં દૃષ્ટિહિનતાનું મોટું કારણ ગ્લુકોમા છે. ગ્લુકોમા થવા પર આંખની નસોમાં પ્રેશર વધી જાય છે. તેની ખરાબ અસર આંખોની રોશની પર થાય છે. સમયસર સારવાર ન કરવા પર દર્દી આંધળો થઈ જાય છે. દેશમાં 40 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના 11 લાખથી વધારે દર્દી ગ્લુકોમાથી પીડિત છે.

કેવી રીતે કામ કરે છે ટેસ્ટ
સંશોધક જેમી ક્રેગ કહે છે કે, જો માણસની જિનેટિક ઈન્ફોર્મેશન મળી જાય તો બીમારીની ઓળખ શરૂઆતનાં સ્ટેજમાં જ કરી શકાય છે. બ્લડ ટેસ્ટની મદદથી જિનેટિક ઈન્ફોર્મેશનની ઓળખ કરી શકાય છે. વર્તમાનમાં ગ્લુકોમાની તપાસ માટે જિનેટિક ટેસ્ટિંગનો પ્રયોગ કરવામાં આવતો નથી, પરંતુ આમ કરવામાં આવે તો ઘણો ફેરફાર લાવી શકાય છે. તેનું ક્લિનિકલ ટ્રાયલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 2507 અને બ્રિટનમાં 4,11,337 લોકોની તપાસ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું કે, નવો ટેસ્ટ જૂની પદ્ધતિ કરતાં 15ગણો વધુ સારો છે.

લાળથી પણ ટેસ્ટ થઈ શકે છે સંશોધકોનું કહેવું છે કે, તેઓ બ્લડ ટેસ્ટ પર કામ કરી રહ્યા છે, પરંતુ લાળની મદદથી જિનેટિક ટેસ્ટ કરી શકાય છે. તેના માટેની શરૂઆતની સ્ટડી પૂરી થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...